________________
૨૭૧. અક્ષયનિધિ-ચવમધ્યાચંદ્ર પ્રતિમા તપ
४८८ શુકુલધ્યાન રૂપ પાણી વડે ઘાતકર્મરૂપી કાદવને ઘેઈ ચૈત્રી પૂનમના દિવસે કેવળજ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કર્યો. આ પ્રમાણે બીજે સ્થળે પણ હેતુ વિચારીને કહેવા. (૧૫૫૩) અક્ષયનિધિ તપ. देवग्गठवियकलसो जा पुनो अक्खयाण मुट्ठीए । जो तत्थ सत्तिसरिसो तवो तमक्खयनिहिं बिति ॥१५५४॥
સર્વજ્ઞ ભગવંતની આગળ સ્થાપેલા કળશમાં રોજ એક એક મુઠ્ઠી ચોખા નાખવા વડે જેટલા દિવસમાં કળશ ભરાય, તેટલા દિવસ સુધી પોતાની શક્તિ મુજબ એકાસણું વગેરે કઈપણ તપ કરવો, તેને પંડિત અક્ષયનિધિ કહે છે.
અક્ષયનિધિ એટલે હંમેશા સંપૂર્ણ ભરેલ નિધિ એટલે નિધાન જેનાથી પ્રાપ્ત થાય, તે અક્ષયનિધિ. (૧૫૫૪) યવમધ્યાચંદ્ર પ્રતિમા. वड्ढइ जहा कलाए एक्काएऽणुवासरं चंदो । संपुनो संपजइ जा सयलकलाहिं पव्वं मि ॥१५५५॥ तह पडिवयाए एको कवलो बीयाइ पुन्निमा जाव । एक्कककवलवुड्ढी जा तेसिं होइ पन्नरसगं ॥१५५६॥ एक्ककं किण्हंमि य पक्खंमि कलं जहा ससी मुयइ । कवलोवि तहा मुच्चइ जाऽमावासाइ सो एको ॥१५५७॥ एसा चंदप्पडिमा जवमज्झा मासमित्तपरिमाणा । इण्हि तु वजमज्झं मासप्पडिमं पवक्खामि ॥१५५८॥
ચંદ્ર જેમ જ એક એક કલા વધે છે અને પૂનમ પર્વના દિવસે સકળ કળાવડે સંપૂર્ણ થાય છે, તેમ એકમના દિવસે એક કેળિયો બીજથી લઈ પૂનમ સુધી રોજ એક એક કોળિયાની વૃદ્ધિ કરતા પૂનમે પંદર કાળિયા થાય છે. વદપક્ષમાં જેમ ચંદ્ર રોજ એક એક કળ ઓછો થાય છે, તેમ અમાવસ્યા સુધી એક એક કેળિયા ઓછા કરતા અમાવસ્યાએ એક કેળિયો રહે છે. આ એક માસ પ્રમાણુની યવમયા ચંદ્રપ્રતિમા છે.
ચંદ્રની કળાની વૃદ્ધિ અને હાનીની જેમ, જે પ્રતિમા એટલે પ્રતિજ્ઞા તે ચંદ્રપ્રતિમા અથવા ચંદ્રાયણ નામને તપ છે. તે ચંદ્રપ્રતિમા, યવમળ્યા અને વામણા એમ બે પ્રકારે છે.