Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 542
________________ ૨૭૨, પાતાળકળશ ૫૦૭ તેમના નામ આ પ્રમાણે છે. વડવામુખના અધિષ્ઠાયક કાળ દેવ છે. કેયૂરના મહાકાળ છે. ચૂપના વેલંબ નામના અને ઈશ્વરના પ્રભંજન નામે દેવ છે. (૧૫૭૨ થી ૧૫૭૪) હવે લઘુપાતાળકળશની હકીકત કહે છે. કવિ ય વાયાણા હુfટંકારાદિયા વળે ! अट्ठ सया चुलसीया सत्त सहस्सा य सव्वेसिं ॥१५७५॥ લવણસમુદ્રમાં મહાપાતાળકળશના આંતરામાં એટલે વચ્ચેના ભાગમાં બીજા ઘણું નાના નાના પાતાળ કળશે છે. જે નાના અલિંજર એટલે નાની કેઠીના આકારે રહેલા છે. તે બધા મળી સાત હજાર આઠસે ચોર્યાસી (૭૮૮૪) થાય છે. એટલે એક મહાપાતાળ કળશના પરિવારમાં ઓગણીસસેને એકેત્તિર (૧૯૭૧) લઘુપાતાળકળશ સંભવે છે. આ લઘુપાતાળકળશના દરેકના અધિષ્ઠાયક દે અડધા પાપમની સ્થિતિવાળા છે. (૧૫૭૫) હવે આ પાતાળકળશનું પ્રમાણ કહે છે. जोयणसयविच्छिन्ना मूलुवरि दस सयाणि मज्झमि । ओगाढा य सहस्सं दसजोयणिया य सिं कुड्डा ॥१५७६॥ બધાયે લઘુપાતાળકળશ મૂળના એટલે તળિયાના ભાગે અને ઉપર મોઢાના ભાગે સે યજન વિસ્તારના છે. વચ્ચે પેટના ભાગે હજાર જન વિસ્તારના છે. તથા જમીનમાં પણ હજાર જન ઊંડા દટાયેલા (રહેલા) છે. અને આ લઘુપાતાળકળશોની ઠીકરીની જાડાઈ દશ જનની છે. (૧૫૭૬) હવે નાના તેમજ મોટા પાતાળ કળશેને વાયુ વગેરેને વિભાગ કહે છે. पायालाण विभागा सव्वाणवि तिन्नि तिन्नि बोद्धव्वा । हिद्विमभागे वाऊ मज्झे वाऊ य उदगं च ॥१५७७॥ उवरि उदगं भणिय पढमगवीएसु वाउसंखुभिओ। उड़दं वामे उदगं परिवड्ढइ जलनिही खुभिओ ॥१५७८॥ परिसंठिअंमि पवणे पुणरवि उदगं तमेव संठाणं । वडढेइ तेण उदही परिहायइडणुक्कमेणेव ॥१५७९॥ સર્વે પાતાળ કળશેના ત્રણ-ત્રણ વિભાગે જાણવા, તેમાં નીચેના ભાગે વાયુ છે, મધ્યભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ભાગે પાણી કહ્યું છે. પહેલા અને બીજા ભાગમાં રહેલો વાયુ ક્ષેભિત થવાથી એટલે ખળભળવાથી ઉપરરહેલ પાણીને વમે છે એટલે બહાર કાઢે છે, જેથી મુભિત થયેલા સમુદ્રમાં પાણી વધે છે. પાછો તે પવન સ્થિર થવાથી પાણી પોતાના સ્થાનમાં આવે છે. આ પ્રમાણે સમુદ્રમાં અનુક્રમે ભરતીઓટ આવે છે.

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556