Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 549
________________ ૫૧૪ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ આ વાક્ય વડે આર્ય-અનાર્ય ક્ષેત્રની વ્યવસ્થા બતાવી કે જયાં તીર્થકર વગેરેની ઉત્પત્તિ હોય તે આર્ય બાકીના અનાર્ય. આવશ્યકચૂર્ણિમાં પણ આ પ્રમાણે જ વ્યવસ્થા કહી છે. જે કઈ પ્રદેશમાં રહેલા યુગલિકે વગેરે દ્વારા હકાર વગેરે નિતિઓ પ્રવર્તી હોય, તે આર્યો અને બાકીના અનાર્ય'' આના વડે ભરતક્ષેત્રમાં રહેલા આર્યો કહ્યા. ઉપલક્ષણથી બીજા પણ મહાવિદેહક્ષેત્રની વિજયમાં મધ્ય ખંડમાં રહેલા આ આર્યદેશે ઘણું જાણવા. (૧૫૮૭ થી ૧૫૯૨) ૨૭૬. “સિદ્ધના એકત્રીસગુણુ” नव दरिसणंमि ९ चत्तारि आउए ४ पंच आइमे अंते ५ । *सेसे दो दो भेया ८ खीणमिलावेण इगतीसं ॥१५९३।। * દરનાવરણના નવ ભેદ, ચાર આયુષ્ય, પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય, બાકીના કર્મના બે-બે ભેદના ક્ષય કહેવાથી એકત્રીસ ગુણે થાય છે. | દર્શન એટલે દર્શનાવરણીયકર્મના ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા પ્રચલા, પ્રચલા પ્રચલા, અને થીણુદ્ધિરૂ૫ નવ ભેદ છે, તથા આયુષ્યના નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવાયુ-એમ ચારભેદ તથા પ્રથમ જ્ઞાનાવરણના મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણરૂપપાંચ ભેદ અને અંતરાયકર્મના દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, વીર્યોતરાયરૂપ પાંચભેદે. બાકીના ચારકર્મોના દરેકના બે-બે ભેદે ગણવા તે આ પ્રમાણે ૧. શાતા, ૨. અશાતારૂપવેદનીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહરૂપ મેહનીય.. શુભનામ અને અશુભનામ, ઉચ્ચગેત્ર, અને નીચગોત્ર. આ બધાના ભેદોને સરવાળો કરતા ૯+૪+૫+૧+૨+૨+૨+૨=૩૧ ભેદ થાય છે. આ એકત્રીસભેરે ક્ષીણ શબ્દ ઉમેરી બોલતા સિદ્ધોના એકત્રીસગુણે થાય છે. જેમકે ક્ષીણ ચક્ષુદર્શનાવરણ વગેરે રૂપ ઉચ્ચાર કર. હવે બીજી રીતે એકત્રીસ સિદ્ધોના ગુણે કહે છે. • રિલેળ સંસાને ૫ વત્રધરલાસU T * * पण५ पण५९२ पण५४८ तिहा एगतीसमकाय? सिंगर ऽरुहा३ ॥१५९४॥ સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વેદ એ પાંચને નિષેધરૂપે બેલતા અનુક્રમે

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556