________________
૫૦૫
૨૭૧. આયંબિલ વર્ધમાન તપ ઉપવાસ કરવા. આમાં તેર મહિના અને સત્તર દિવસ તપના એટલે ઉપવાસના થાય છે અને પારણાના તેર (૭૩) દિવસ થાય છે. તે આ પ્રમાણે “પંદર ઉપવાસ, વીસ ઉપવાસ, વીસ ઉપવાસ, વીસ ઉપવાસ, પચ્ચીસ, વીસ, એકવીસ, ચોવીસ, સત્તાવીસ, ત્રીસ, તેત્રીસ, ગ્રેવીસ, છબ્બીસ, અઠ્ઠાવીસ, ત્રીસ, બત્રીસ-આ સેળ મહિનામાં તપના દિવસે છે. અને પારણુના દિવસે સેળ મહિનામાં આ પ્રમાણે છે. પંદર, દસ, આઠ, છ, પાંચ, ચાર પાંચ વખત, ત્રણ, ત્રણ, પાંચ વખત અને બે-બે દિવસે છે.
આ તપમાં જે મહિનામાં અક્રમ વગેરે તપના જેટલા દિવસે પૂરા ન થાય તેટલા દિવસે આગળના મહિનામાંથી લઈ પુરા કરવા અને વધારે દિવસે હય, તે આગળના મહિનામાં ઉમેરવા. જે પહેલી (૧૫૬૭) ગાથામાં કહેલ ઉત્કટુક આસન વગેરે અનુષ્ઠાન છે, તે બધા માસમાં કરવું. આ તપમાં બધા મળી વીસ દિવસ ઓછા પાંચ દિવસ થાય છે. એટલે ચારસો એંસી દિવસ થાય છે,(૧૫૬૬ થી ૧૫૬૯)
तह अंगोवंगाणं चिइवंदणपंचमंगलाईणं । उवहाणाइ जहाविहि हवंति नेयाई तह समया ॥१५७०॥
અંગ-ઉપાંગ અને ચૈત્યવંદન, પંચમંગલ વગેરે ઉપધાને આદિ તપે, જે વિધિપૂર્વક થાય છે, તે સિદ્ધાંતમાંથી જાણવા
આ પ્રમાણે પ્રવચન એટલે સિદ્ધાંતરૂપ સાગર પાર વગરને છે. અને તે સિદ્ધાંતમાં કહેલા તપના કરનારાઓ પણ ઘણું છે. આથી સ્કંદ વગેરે અનેક પ્રધાન પુરુષવડે આચરાયેલ અનેક તપે સાંભળવામાં આવે છે. એ બધામાંથી કેટલાના વિવેચન કરી શકાય? આથી દિશાસૂચનરૂપે કેટલાક બતાવ્યા. તેથી બાકીના તપ વિશેને અતિ સંક્ષેપમાં કહે છે.
આચારાંગ વગેરે અંગો, પપાતિક વગેરે ઉપગે, ચૈત્યવંદનના, ઈરિયાવહીના, નમુત્થણું, અરિહંત ચેઈયાણું, લેગસ્ટ, પુષ્ફખરવરદીવ, સિદ્ધાણં બુદ્ધાયું, નવકારમંત્રના અને આદિ શબ્દ પરથી દેવેન્દ્ર સ્તવ વગેરે પયન્નના ઉપધાને એટલે તપ વિશેષરૂપે, જે વિધિપૂર્વક કહ્યા છે, તે પ્રમાણે સિદ્ધાંતમાંથી જાણવા.
વર્તમાન કાળમાં ભકિલકના હિત માટે બહુશ્રુત આચાર્યોની પરંપરાવડે પ્રવર્તેલા બીજા પણ ઘણું તને પ્રચાર દેખાય છે. પણ તેનું વિવેચન અહીં ગ્રંથવિસ્તારના ભયથી કરતા નથી. માટે તે તે જાણવાની ઈચ્છાવાળાએ અમે રચેલ સમાચારી જોઈ લેવી. (૧૫૭૦)