________________
૫૦૪
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ ઉપવાસ અને આયંબિલના દિવસો મેળવતા ચૌદવર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસ થાય છે. (૧૫૬૪-૧૫૬૫) ગુણરત્ન સંવત્સરતપ.
गुणरयणवच्छरंमी सोलस मासा हवंति तवचरणे । एगंतरोववासा पढमे मासंमि कायव्वा ॥१५६६॥ ठायव्वं उकुडुआसणेण दिवसे निसाए पुण निच्चं । वीरासणिएण तहा होयव्यमवाउडेणं च ॥१५६७॥ बीयाइसु मासेसुं कुआ एगुत्तराए वुड्ढीए । जा सोलसमे सोलस उववासा हुंति मासंमि ॥१५६८॥ जं पढमगंभि मासे तमणुट्ठाणं समग्गमासेसु । पंच सयाई दिणाणं वीसूणाई इममि तवे ॥१५६९॥
ગુણરત્ન સંવત્સર તપશ્ચર્યામાં સેલ મહિના થાય છે. તેમાં પહેલા મહિનામાં એકાંતરા ઉપવાસ કરવા અને દિવસે ઉત્કટુક, (ઉભડક) અને રહેવું. રાત્રે હમેશા વીરાસન પૂર્વક અગ્રાવૃત એટલે કપડું એાઢયા વગર રહેવુંબીજા વગેરે માસમાં એક-એક ઉપવાસની વૃદ્ધિ પૂર્વક ઉપવાસ કરવા. આ પ્રમાણે સલમા મહિનામાં સેળ ઉપવાસે થાય છે. જે પહેલા મહિનામાં અનુષ્ઠાન હોય છે. તે જ અનુષ્ઠાન બધા મહિનામાં હોય છે. આ તપમાં વીસ દિવસ ઓછા પાંચ દિવસ છે. એટલે ચાર એસી (૪૮૦) દિવસ થાય છે.
ગુણ એટલે નિર્જરા વિશેષ ગુણોની જે રચના એક વર્ષ અને વર્ષના ત્રીજા ભાગ સહિત કાળમાં કરાવીને ગુણરત્નસંવત્સર તપ કહેવાય, અથવા જેમાં ગુણ એજ રત્નો છે, તે ગુણરતન તથા જેમાં ગુણરત્ન એજ વર્ષ છે, તે ગુણરત્નવત્સર તપ કહેવાય. આ ગુણરત્નસંવત્સર તપમાં સોલ મહિના હોય છે. '
પહેલા મહિનામાં એકાંતરા ઉપવાસ કરવા અને આ દિવસ ઉત્કટુક (ઉભડક) આસને રહેવું અને રાત્રે હંમેશા વીરાસન પૂર્વક બેસવું અને સંપૂર્ણ નિરાવરણ એટલે કપડા ઓઢવ્યા વગર રહેવું. એ પ્રમાણે બીજા વગેરે મહિનાઓમાં એક-એક દિવસના વૃદ્ધિપૂર્વક ઉપવાસ કરવા એમ કરતા સેલ મહિનામાં સેલ ઉપવાસ થાય છે. આને ભાવ એ છે કે, પહેલા મહિનામાં એકાંતરા ઉપવાસ કરવા વચ્ચે અંતરામાં પારણું કરવા. બીજા મહિનામાં બે–એ ઉપવાસ કરવા. ત્રીજા મહિનામાં ત્રણ ત્રણ ઉપવાસ કરવા. ચોથા મહિનામાં ચાર ચાર ઉપવાસ. એમ સેલમા મહિનામાં સેલ સેલ