Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 537
________________ ૫૦૨ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ नवरं वड्ढइ दत्ती सह अट्ठगनवगदसगवुड्ढीहिं । चउसही एक्कासी सयं च दिवसाणिमासु कमा ॥१५६३॥ દિવસે દિવસે એટલે દરરોજ એક-એક પહેલા સપ્તકમાં દત્તિ લેવી. સપ્તકે જેમ જેમ વધતા જાય તેમ તેમ દત્તિ પણ વધતી જાય. એટલે સાતમા સપ્તકમાં સાત દત્તિ થાય. આમ એગણપચાસ (૪૯) દિવસે સપ્ત સપ્તર્મિક પ્રતિમા થાય છે. અષ્ટ અષ્ટમિકા, નવ નવમિકા, દસ દસમિકામાં પણ દતિ વધવા સાથે અષ્ટક, નવક અને દસકની વૃદ્ધિ થાય છે. એટલે ચોસઠ દિવસ, એકાસી (૮૧) અને સો (૧૦૦) દિવસે આ પ્રતિમામાં થાય છે. પહેલા સપ્તકમાં દિવસે દિવસે એટલે દરરોજ એક એક દત્તિ લેવી. તે પછી સસક વધતા દત્તિ પણ વધે છે. જેથી સાતમા સપ્તકમાં દરરોજ સાત દત્તિઓ થાય છે. આની ભાવના આ પ્રમાણે છે. સપ્ત સમિકા પ્રતિમામાં સાત સસક દિવસ એટલે એક સપ્તકમાં સાત દિવસ -એમ સાત સંસદના ઓગણપચાસ દિવસ થાય. તેથી પહેલા સપ્તકમાં દરરોજ એક એક દત્તિ લે. બીજા સપ્તકમાં દરરોજ બે દત્તિ લે. ત્રીજા સતકમાં દરરોજ ત્રણ ત્રણ દત્તિ લે. ચોથામાં ચાર, પાંચમામાં પાંચ, છઠ્ઠામાં છે, સાતમામાં સાત દત્તિઓ લે. આ દત્તિઓ ભેજનની જાણવી અને આજ સંખ્યા પ્રમાણ પાણીની દત્તિઓ પણ જાણવી. આઠમા અંગ સૂત્ર અંતકૃતદશાંગમાં કહ્યું છે કે, પહેલા સપ્તકમાં એક એક ભજનની દત્તિ ગ્રહણ કરે અને એક એક પાણીની, એ પ્રમાણે સાતમામાં સાત દત્તિઓ ભોજનની લે અને સાત પાણીની.” બીજા આચાર્યો બીજી રીતે પણ કહે છે. પહેલા સપ્તકના પહેલા દિવસે એક દત્તિ લે, બીજા દિવસે બે, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે ચાર, પાંચમા દિવસે પાંચ, છઠે દિને છે અને સાતમા દિને સાત. એ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા સતકમાં જાણવું. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે, 'अहवा एक्किक्कियं दत्तिं जा सत्तेकेकरस सत्तए । आएसो अत्थि एसो वि,' આ પ્રમાણે ઓગણપચાસ (૪૯) દિવસે આ સપ્ત સપ્તમિકા પ્રતિમા થાય છે. જેમાં સાત સાત દિવસના સાત સપ્તકરૂપ દિવસે છે, તે સપ્ત સપ્તમિકા. અષ્ટ અછમિકા, નવ નવમિકા, દશ દશમિકા પ્રતિમાઓ ઉપર કહ્યા પ્રમાણેજ જાણવી. પરંતુ આટલી વિશેષતા છે, કે અષ્ટક. નવક અને દશકની વૃદ્ધિ સાથે દરેકની દક્તિ વધે છે. તે આ પ્રમાણે.

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556