Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 536
________________ ર૭૧. અક્ષયનિધિ-વજમણા ચંદ્રપ્રતિમા તપ ૫૦૧ શુક્લપક્ષની એકમના દિવસે ચંદ્રવિમાનની દેખાતી પંદર કલાઓમાંથી એક કલા દેખાય, ચૌરકલા દેખાતી નથી. બીજના દિવસે બે કળા દેખાય છે. ત્રીજના દિવસે ત્રણ કળા–એમ પુનમના દિવસે સંપૂર્ણ પંદર કલા દેખાય છે. તે પછી વદપક્ષની એકમના દિવસે એક કળા એ છે ચંદ્ર દેખાય એટલે ચૌદ કળા જણાય છે. બીજના તેર કળા, ત્રીજના બાર કળા-એમ અમાસે એક પણ કળા દેખાતી નથી. એમ આ મહિને શરૂઆતમાં હીન વચ્ચે સંપૂર્ણ અને ફરી છેડે હીન છે. જવ પણ શરૂઆતમાં અને અંતે પાતળે હેય છે અને વચ્ચે જાડે હેય છે. એમ સાધુ પણ સુદ એકમે એક ભિક્ષા લે, બીજે બે, ત્રીજે ત્રણ, એમ પુનમે પંદર. તે પછી વદપક્ષની એકમે ચૌદ, બીજે તેર, એમ ચૌદસે એક ભિક્ષા અને અમાસે ઉપવાસ કરે. તેથી ચંદ્રાકારરૂપે ચંદ્રપ્રતિમામાં શરૂઆતમાં અને છેડે ભિક્ષાઓ ઓછી હોવાથી અને મધ્યમાં ઘણી હોવાથી યવમધ્યની ઉપમાવાળો યવમધ્ય પ્રતિમા છે. આજ યવમધ્યા ચન્દ્રપ્રતિમાને આશ્રયી બીજે સ્થળે કહ્યું છે કે, શુકલપક્ષમાં એક એક ભિક્ષા વધે અને કૃષ્ણ પક્ષમાં ઓછી કરે તથા અમાસે ખાય નહીં ઉપવાસ કરે આ ચંદ્રાયણની વિધિ છે. વજમણા ચંદ્રપ્રતિમા વદપક્ષમાં શરૂઆત કરાય છે. તેની વિચારણા આ પ્રમાણે છે. વદપક્ષની એકમે ચંદ્રવિમાનની ચૌદ કળા દેખાય, બીજના તેર, ત્રીજના બાર, એમ ક્રમાનુસારે ચૌદસે એક તથા અમાસે એક પણ કળા દેખાતી નથી. તે પછી સુદપક્ષની એકમે ચંદ્રવિમાનની એક કળા દેખાય છે. બીજે બે કળા એમ પૂનમે પંદર કળા દેખાય છે. તેથી આ મહિને શરૂઆતમાં અને છેડે પહાળે અને વચ્ચે પાતળે તેમ વજપણ શરૂમાં અને છેડે પહોળું અને વચ્ચે પાતળું હોય છે. આ પ્રમાણે સાધુ પણ ભિક્ષા ગ્રહણ કરે છે. એટલે વદપક્ષની એકમે ચૌદ, બીજે તેર–એમ ચૌદસે એક અને અમાસે ઉપવાસ કરે, તે પછી ફરીવાર સુદ એકમે એક ભિક્ષા, બીજે બે, એમ પૂનમે પંદર ભિક્ષા લે. તેથી આ પણ ચંદ્રાકારરૂપ ચંદ્રપ્રતિમા શરૂઆતમાં અને છેડે જાડી અને વચ્ચે પાતળી રૂપે વામર્થની ઉપમાવાળી વમળ્યા પ્રતિમા છે. (૧૫૫૯–૧૫૬૦) સસ સસમિકાની પહેલી ચાર પ્રતિમાઓ दिवसे दिवसे एगा दत्ती पढममि सत्तगे गिज्झा । वड्ढइ दत्ती सह सत्तगेण जा सत्त सत्तमए ॥१५६१॥ इगुवन्नवासरेहिं होइ इमा सत्तसत्तमी पडिमा । अट्टमिया नवनवमिया य दसदसमिया चेव ॥१५६२॥

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556