________________
પ્રવચનસદ્ધાર ભાગર શ્રુતદેવતાની આરાધના માટે જે તપ કરાય, તે શ્રુતદેવતા તપ, આ શ્રુતદેવતા તપમાં મનપૂર્વક અયાર અગ્યારસ ઉપવાસપૂર્વક શ્રત દેવતાની પૂજા કરવા દ્વારા કરાય છે,
આના ઉપલક્ષણમાં અંબા તપ પણ અહિં જાણવો. તે પાંચ પાંચમાં નેમનાથ ભગવાન અને અંબાદેવીની પૂજા કરવા પૂર્વક એકાસણુ વગેરે કરવા પૂર્વક થાય છે. (૧૫૪૩) સર્વાગ સુંદર તપ
सव्वंगसुंदरतवे कुणंति जिणापूयखतिनियमपरा । अछववासे एगंतरंबिले धवलपक्खूमि ॥१५४४॥
જે તપ કરવાથી બધાયે અંગો સુંદર એટલે સૌંદર્યવાન થાય, તે સર્વાંગસુંદર તપ કહેવાય છે. તે સર્વાંગસુંદર તુપમાં ક્ષમા, માવ, આર્જવ વગેરેના અભિગ્રહ કરવા પૂર્વક, તીર્થકર પૂજ, મુનિ, ગરીબ વગેરેને દાન કરવા પૂર્વક આઠ ઉપવાસ એકાંતરા આયંબિલના પારણુ કરવા પૂર્વક શુક્લપક્ષમાં કરે. આ તપનું સર્વારા સુંદર પણું તે આનુષગિક જ ફલ જાણવું. મુખ્યપણે તે સર્વજ્ઞની આજ્ઞાપૂર્વક કરાત બધાયે તપમાં મોક્ષ પ્રાતિ એ જ ફલ છે-એમ વિચારવું. એ પ્રમાણે બધાયે તપમાં જાણવું. (૧૫૪૪) નિરાજશિખ તપ __ एवं निरूजसिहोवि हु नवरं सो होइ सामले पवखे । तमि य अहिओ कीग्इ गिलाणपडिजागरणनियमो ॥१५४५।।
રૂજ એટલે રેગ, રોગને અભાવ તે નિજ એટલે નિરોગીપણું જેનું મુખ્ય ફળ છે, તે મુખ્યફળ વિવક્ષાવડે શિખા એટલે ચૂલા શિખર જે તપ વિશેષમાં છે, તે નિરુજશિખ તપ કહેવાય છે. છે એટલે જે તપમાં નિરોગી૫ણારૂપ ફળની મુખ્ય તારૂપ શિખા છે, તે નિરજશિખ તપ. આ તપ પણ સર્વાગ સુંદરતાની જેમજ એકાંતરા આઠ ઉપવાસ આયંબિલના પારણાપૂર્વક કરવા. પરંતુ આ નિરુજશિખ તપ વદીપક્ષમાં થાય છે. આમાં વિશેષ રૂપ “માંદાને માટે પથ્ય વગેરે આપવું” એ નિયમ લેવા પૂર્વક કરે. બાકીનું જિનપૂજા વગેરે આગળની જેમ જાણવું. (૧૫૪૫) પરમભૂષણ તપ
सो परमभूसणो होइ जमि आयंबिलाणि बत्तीसं । अंतरपारणयाई भूषणदाणं च देवस्स ॥१५४६॥