Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 514
________________ ૪૭૯ ૨૭૦. લબ્ધિઓ ક્ષીરમધુસપિરાશ્રવલબ્ધિ – ખીર, મધ, ઘી. ના સ્વાદની ઉપમાવાળું મીઠું જેમનું વચન હોય અર્થાત્ વજીસ્વામિની જેમ જે બેલે, તેને ક્ષીરમધુસપિરાશ્રવલબ્ધિ કહેવાય. આને ભાવ એ છે કે, શેરડીને ચરનારી એકલાખ ગાયનું દૂધ પચાસ હજાર ગાયને પીવડાવે, તેનું દૂધ બીજી અડધી ગાયને, એમ અડધી અડધી ગાયને પીવડાવતા છેલ્લે એક ગાયને પીવડાવી તેનું દૂધ કાઢી તેની ખીર બનાવે. તેને આગમમાં “ચાતુરિક્ય” એ પ્રમાણે કહ્યું છે. તે ખીર ખાવાથી મન અને શરીર અતિ આનંદકારક થાય છે. તેમાં જેમનું વચન સાંભળવાથી મન અને શરીરને સુખકારક થાય, તે ક્ષીરાશ્રવ કહેવાય છે. ખીરની જેમ જેના વચને બધી રીતે શ્રવે એટલે ઝરે છે, તે ક્ષીરાશ્રવ કહેવાય છે. એ પ્રમાણે મધમાં પણ જાણવું. અહીં મધુ એટલે કેઈક અતિશય સાકર વગેરેવાળું મીઠું દ્રવ્ય તે જાણવું. ઘી પણ શેરડીને ચાચરનારી ગાયના દૂધમાંથી ઉત્પન્ન થયેલ અને ધીમા તાપે તપાવેલ, વિશિષ્ટ વર્ણ એટલે રંગવાળું ઘી જાણવું. ઘીના સ્વાદ જેવા મીઠા વચન બેલનાર વૃતાશ્રવા કહેવાય. ઉપલક્ષણથી અમૃતાશ્રવિણ, ઈશ્કરસાશ્રવિણ વગેરે પણ ઉપર પ્રમાણે જાણવા. અથવા જેના પાત્રમાં પડેલ ખરાબ અન્ન પણ ખીર, મધ, ઘી વગેરે સમાનરસ, વિર્ય એટલે શક્તિ અને વિપાક એટલે ફળ આપનાર થાય, તે અનુક્રમે ક્ષીરાશ્રવિણ, મધ્યાશ્રવિણ, સપિરાશ્રવિણ કહેવાય છે. કેકબુદ્ધિલબ્ધિ - કેઠીમાં રાખેલ અનાજની જેમ જેમના સ્વાર્થ ભૂલાતા ન હોવાથી અને લાંબા સમય રહેતા (ટક્તા) હેવાથી, તેઓ કેઠીમાં રહેલા અનાજની જેમ નાશ ન પામતા સૂવાર્થવાળા, મુનિ કેકબુદ્ધિલબ્ધિવંત કહેવાય છે. કેઠીમાં જેમ અનાજ રહે તેવી જેની બુદ્ધિ હેય, જે આચાર્યના મુખમાંથી નીકળેલા સૂત્રાર્થને તે જ રૂપ ધારણ કરે, તે સૂત્રાર્થમાં કેઈપણ કાળે જરાપણું ઓછું ન થાય, તે. કેષ્ટકબુદ્ધિલબ્ધિ કહેવાય. (૧૫૦૨) ' હવે પદાનુસારી અને બીજબુદ્ધિલબ્ધિ કહે છે. जो सुत्तपएण बहुं सुयमणुधावइ पयाणुसारी सो । जो अत्थपएणऽत्थं अणुसरइ स बीयबुद्धीओ ॥१५०३॥ , જે એક સૂવપદવડે ઘણું સૂત્રકારને ગ્રહણ કરી શકે તે પદાનુસારીલબ્ધિ. જે એક અર્થપદવડ (ઘણું) અથને પામે તે બીજબુદ્ધિ કહેવાય. પદાનુસારીલબ્ધિ - જે અધ્યાપક વગેરે દ્વારા કેઈપણ એક સૂત્રપદ ભર્યો હેય, તે સૂત્રપદવડે ઘણા સૂત્રપદને પિતાની બુદ્ધિવડે જાણી, તે પ્રમાણે જ ગ્રહણ કરે તે પદ્યાનુસારીલબ્ધિમાન કહેવાય.

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556