Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 515
________________ ૪૮૦ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ બીજબુદ્ધિલબ્ધિ – “ઉત્પાદ, વ્યય, બ્રિીવ્ય યુક્ત સત્ ” વગેરે જેવા અર્થ પ્રધાનપદને મેળવી, તે એક બીજરૂપ પદવડે જે બીજું નહીં સાંભળેલ શ્રુતના પણ યથાવસ્થિત ઘણું અર્થને જાણી શકે, તે બીજબુદ્ધિલબ્ધિવાન કહેવાય. અને સર્વોત્તમ પ્રકર્ષને પ્રાપ્ત થયેલા આ બીજબુદ્ધિલબ્ધિ તીર્થકરોના ગણધરને હોય છે. જેમાં ઉત્પાદૃ વગેરે ત્રણપદનું અવધારણ કરી સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ પ્રવચનની ગુંથણ કરે છે. (૧૫૦૩) . अवखीणमहाणसिया भिवखं जेणाणियं पुणो तेणं । परिभुतं चिय खिजइ बहुएहिंवि न उण अन्नेहिं ॥१५०४॥ અક્ષણમહાન સીલબ્ધ - જેનાવડે લવાયેલ ભિક્ષામાંથી ઘણા એટલે લાખની સંખ્યામાં લોકે ધરાઈને જમે અને જ્યાં સુધી પોતે ન જમે, ત્યાં સુધી આહાર પૂર્ણ ન થાય, તે અક્ષણમહાનસીલબ્ધિ કહેવાય. (૧૫૦૪) भवसिद्धियपुरिसाणं एयाओ हुंति भणियलद्धीओ। भवसिद्धियमहिलाणवि जत्तिय-जायंति तं वोच्छं ॥१५०५।। ભવસિદ્ધિક એટલે ભવ્ય પુરુષોને આ કહેલ લબ્ધિઓ હોય છે. અને હવે ભવસિદ્ધિક સ્ત્રીઓને જેટલી લબ્ધિઓ હોય છે તે કહે છે. અહીં અવધિ, ચારણ, કેવલિ, ગણઘર, પૂર્વધર, અહંતુ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, તેજલેશ્યા, આહારક, શીતલેશ્યા, વક્રિય, પુલાક-આ લબ્ધિઓ પ્રાયઃ કરી આગળ મટે ભાગે પ્રતિપાદન કરી લેવાથી અને પ્રસિદ્ધ હોવાથી સૂત્રકારે એની વ્યાખ્યા કરી નથી પરંતુ તેજહેશ્યા અને શીતલે શ્યાલબ્ધિની વ્યાખ્યા સ્થાનશૂન્ય ન રહે તે માટે કરે છે. | તેજલેશ્યાલધ:- ક્રિોધની અધિકતાથી શત્રુ તરફ મોઢામાંથી અનેક યોજન પ્રમાણ ક્ષેત્રમાં રહેલ વરતુઓને બાળવામાં સમર્થ એ તીવ્રતર તેજ એટલે અગ્નિ કાઢવાની શક્તિ તે તેજલેશ્યાલબ્ધિ. શીતલેશ્યાલધિ - અતિ કરૂણાધીન થઈ જેના પર ઉપકાર કરે છે, તેના તરફ તેજેશ્યા બુઝાવવા સમર્થ એ શીતલ તેજ વિશેષ છોડવાની જે શક્તિ, તે શીતલેશ્યા. કૂમંગામમાં કરૂણારસવાળા, નાનના અભાવના કારણે ઉત્પન્ન થયેલ ઘણું જુને બચાવનાર, બાલતપરવી, વૈશિકાચિન તાપસને નિષ્કારણ કજિયા કરવાની ઈચ્છાથી શાળ “અરે યૂકા શય્યાતર” એમ કહી તાપસના કે પાગ્નિને પ્રગટાવવા લાગ્યા. ત્યારે શિક્રાચિન તાપસ તે દુરાત્માને બાળવા માટે વજને બાળવાની શક્તિવાળી તેલેશ્યા છોડી. તેજ વખતે દયાળુ ભગવાન વર્ધમાનવામીએ પણ તેના પ્રાણની રક્ષા માટે ઘણું તાપ ઉછેદ કરવામાં ચતુર એવી શીતલેશ્યા છોડી. જે સાધુ નિરંતર છઠ્ઠ તપ કરે અને - પારણામાં એક મૂઠી નખીયાવાળા અડદ વાપરે અને એક કે ગળા પાણી પીએ એ રીતે કરતા છ મહિને તેજલેશ્યાલધિ ઉત્પન્ન થાય છે.

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556