Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 507
________________ ૪૭૨ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ તે મંદિરો ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિષણ નામના ચાર જિનેશ્વરની પાંચ ધનુષ્ય ઊંચી એવી એકસો આઠ પ્રતિમા યુક્ત છે. તે સિદ્ધાયતમાં વચ્ચે મણિમય એટલે સંપૂર્ણ રનમય પીઠિકા કહી છે. તેના ઉપર સિદ્ધાંતની ભાષા પ્રમાણે અતિમેટા એવા મહેન્દ્રધ્વજ અથવા શક વગેરે ઈન્દ્રની ધજા જે માટે વિજ તે મહેન્દ્રધ્વજ છે. તે દરેક દવજની આગળ સે યેજન લાંબી અને પચાસ એજન પહોળી તથા દશ જન ઊંડી પુષ્કરિણી એટલે વાવે કહી છે તે વાવડીઓની ચારે તરફ કેકેલી એટલે આશેકવૃક્ષ, સપ્તપર્ણ, ચંપક. આંબા વગેરે ઝાડના વને રહેલા છે. પૂર્વ દિશામાં અશેકવન, દક્ષિણ દિશામાં સપ્તછદવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તર દિશામાં સહકારવન છે. (૧૪૭૮) અંજનગિરિનું વર્ણન થયું હવે વાવડીનું વર્ણન કરે છે. नंदुत्तरा य नंदा आणंदा नंदिवद्धणा नाम । पुक्खरिणीओ चउरो पुव्वंजणचउदिसिं संति ॥१४७९॥ તે ચારે અંજનગિરિઓમાં જે પૂર્વ દિશામાં રહેલ અંજનગિરિની ચારે દિશામાં એક લાખ જન ગયા પછી ચાર વાવડીઓ આવે છે. તે આ પ્રમાણે પૂર્વમાં નંદેત્તરા, દક્ષિણમાં નંદા, પશ્ચિમમાં આનંદ અને ઉત્તરમાં નંદિવર્ધના નામે છે. (૧૪૭૯) विक्खंभायामेहिं जोयणलक्खप्पमाणजुत्ताओ। दसजोयसियाओ चउदिसितोरणवणजुयाओ ॥१४८०॥ તે વાવડીઓ લંબાઈ પહોળાઈમાં એકલાખ જન પ્રમાણની તથા દસજન ઊંડાઈવાળી છે અને ચારે દિશાઓમાં વિવિધ મણિમય થાંભલાઓ ઉપર તેરણાવાળી અને પૂર્વ વગેરે ચારે દિશાનુક્રમે અશક, સપ્તછદ, ચંપક અને આંબાના વનવાળી છે. આ પ્રમાણે બાકીના અંજનગિરિઓની વાવડીઓની પણ હકિકત જાણવી. (૧૪૮૦) तासि मज्झे दहिमुह महीहरा दुद्धदहियसियवन्ना । पोखरिणीकल्लो लाहहणणोन्भवफेणपिण्डुव्व ॥१४८१।। તે વાવડીઓમાં બરાબર વચ્ચે સંપૂર્ણ સ્ફટિકમય દધિમુખ નામના પર્વ છે. તે પર્વતે દૂધ દહીંની જેમ સફેદ વર્ણના હેવાથી તે દધિમુખ કહેવાય છે. આથી અહીં ગ્રંથકાર ઉઝેક્ષા કરે છે કે, તે પર્વતે વાવડીઓના ઉછળતા પાણીના તરંગે પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ ફણના જાણે સમૂહ હેય એવા લાગે છે. (૧૪૮૧) चउसद्विसहस्सुच्चा दसजोयणसहस्सवित्थडा सव्वे । सहसमहो उवगाढा उवरि अहो पल्लयागारा ॥१४८२॥

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556