Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 505
________________ ૨૬૯. નંદીશ્વરદ્વીપમાં રહેલ જિનાલય विक्खंभो कोडिसयं तिसढिकोडी उ लक्खचुलसीई । नंदीसरो पमाणंगुलेण इय जोयणपमाणो ॥१४७२॥ નંદીશ્વરદ્વીપને વિષ્ક પ્રમાણગુલવડે એકત્રેસઠ કરોડ ચોર્યાસી લાખ જન પ્રમાણ છે. આ જબૂદ્વીપથી આઠમે, વલયાકારે, ઘણેજ સુંદર, બધાયે દેવ સમુદાયને આનંદ આપનાર, નંદીશ્વર નામને દ્વીપ છે. નંદિ એટલે અતિમેટા જિનમંદિર, ઉદ્યાને, પુષ્કરિણી એટલે વાવડી, પહાડે વગેરે ઘણા પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલ અતિ અદ્દભૂત સમૃદ્ધિ વડે ઐશ્વર્યવાન જે દ્વીપ, તે નંદીશ્વર દ્વીપ. તે દ્વીપને વિષ્ઠભ એટલે ગોળાકાર વિસ્તાર એકસે ત્રેસઠ કરોડ ચોર્યાસી લાખ (૧,૬૩,૮૪૦૦૦૦૦) જન પ્રમાણ છે. અહીં પ્રમાણગુલે નિષ્પન્ન જન સમજવા. (૧૪૭૨) હવે અંજનગિરિ વગેરેનું કહે છે. एयंतो अंजणग्यणसामकरपसरपूरिओवंता । बालतमालवणावलिजुयच घणपडलकलियव्व ॥१४७३॥ चउरो अंजणगिरिणो पुव्वाइदिसासु ताणमेकेको । चुलसीसहस्सउच्चो ओगाढो जोयणसहस्सं ॥१४७४।। मूले सहस्सदसगं विखंभे तस्स उवरि सयदसगं । तेसु घणमणिमयाई सिद्धाययणाणि चत्तारि ॥१४७५॥ આ દ્વીપમાં અંજારના શ્યામકિરણના ફેલાવવાવડે દિશાના છેડાએ પૂરાઈ ગયા હોવાથી. અતિયુવાન તમાલવૃક્ષની વનમડલીવડે ઘેરાયેલા ન હોય અથવા વાદળના સમહયુક્ત ન હોય? એવા શેલતા ચાર અંજનગિરિઓ પૂર્વ વગેરે ચારે દિશાઓમાં એક-એક ચોર્યાસી હજાર ઊંચા અને એક હજારની ઊંડાઈવાળા રહેલા છે. તે પર્વતે મળમાં દસહજાર જનના વિષ્કલવાળા ઉપર હાજન વિસ્તારવાળા છે અને તેના પર ઘન મણિમય ચાર સિદ્દાયતન છે. આ નંદીશ્વરદ્વીપના મધ્યભાગે પૂર્વ વગેરે ચાર દિશાઓમાં એક-એક એમ ચાર અંજનગિરિઓ છે. જે સંપૂર્ણ અંજન રતનમય લેવાથી અંજનગિરિ કહ્યા છે. તે આ પ્રમાણે છે.

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556