________________
૪૫ર
" . . .. - પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ : યુગપ્રધાન એટલે તે કાળમાં રહેલ અરિહંત પરમાત્માના આગમોના રહસ્યની જાણકારીપણાથી તથા વિશિષ્ટતર મૂલગુણ-ઉત્તરગુણયુક્ત તે-તે કાળની અપેક્ષાએ ભારતક્ષેત્રમાં પ્રધાન એટલે શ્રેષ્ઠ મુખ્ય જે આચાર્યો તે યુગપ્રધાન કહેવાય છે. તે આચાર્ય બે હજાર ને ચાર થશે. બીજા આચાર્યો કહે છે કે ચાર ન્યૂન ઓછા બે હજાર એટલે ઓગણીસસે છ— (૧૯૯૬) થશે. આમાં તવ તે સર્વ કેવલિ જાણે. મહાનિશીથ ગ્રંથમાં કહ્યું છે કે,
આ પ્રમાણે આચાર્યોની પંચાવન લાખ કરોડ, પંચાવન હજાર કરોડ, પંચાવન કરોડસે એટલી સંખ્યા થશે. ૧. આ સંખ્યા સામાન્ય મુનિ પતિ એટલે આચાર્યોની અપેક્ષાએ જાણવી. કારણ કે ત્યાં જ કહ્યું છે કે, “આ સામાન્ય આચાર્યોમાંથી સર્વોત્તમ આચાર્યના ભાંગામાં અનેક ગુણગણથી અલંકૃત તીર્થકર સમાન ગુરુઓ-આચાર્યો ગણાય છે. (૧૪૩૭)
૨૬૫. ઉત્સર્પિણના અંતિમ જિનના તીર્થનું પ્રમાણુ
ओसप्पिणिअंतिमजिण-तित्थं सिरिरिसहनाणपञ्जाया । संखेजा जावइया तावयमाणं धुवं भविही ॥१४३८॥
અહીં ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાનને પર્યાય એક હજાર વર્ષ જૂના એકલાખ પૂર્વ વર્ષ છે. તેથી એ પ્રમાણેના સ્વરૂપવાળા જ્ઞાનપર્યાની પણ જેટલા પ્રમાણ સંખ્યા થાય, તેટલા પ્રમાણમાં ઉત્સર્પિણીના અંતિમ વીસમા ભદ્રકૃત નામના જિનેશ્વરનું તીર્થ એટલે શાસન હશે. એટલે છેલા જિનેશ્વરનું શાસન સંખ્યાતા લાખપૂર્વ વર્ષ ચાલશે એ ભાવાર્થ છે. (૧૪૩૮),
૨૬૬. દેવને પ્રવિચાર दो कायप्पवियारा कप्पा फरिसेण दोनि दो रुवे । . सद्दे दो चउर मणे नत्थि वियारो उवरि यत्थी ॥१४३९॥
પહેલા બે દેવલોકમાં કાયમવિચાર હોય છે. પછી બે દેવલોકમાં ૫શ, પછી બે દેવલોકમાં રૂપદર્શન, પછી બે દેવલોકમાં શબ્દ શ્રવણ પછી ચાર દેવલોકમાં મને વિચારરૂપ અને તેની ઉપર વિચાર નથી. - જો એ શબ્દ મર્યાદાવાચી છે. ૫ શબ્દવડે ત્યાં રહેલ દેવો જાણવા. તેથી આ પ્રમાણે અર્થ થાય છે.