________________
૨૨૦
પ્રવચન સારે દ્વાર ભાગ-૨ ૭. ચિત્ર એટલે વિવિધ પ્રકારના સુંદર મીઠા રસો વિગેરે જે કલ્પવૃક્ષમાંથી મળે તે ચિત્રરસા.
૮. મણિઓની મુખ્યતાવાળા આભૂષણેના કારણરૂપ જે કલ્પવૃક્ષે તે મયંગ. ૯. જે કલ્પવૃક્ષને ઘર જેવો આકાર હોય તે ગૃહાકાર ક૯પવૃક્ષ.
૧૦. વિચિત્ર વસ્ત્ર આપનાર હોવાથી ત્યાં રહેનારા લોકે નગ્ન રહેતા નથી. જે વૃક્ષના કારણે તે અનગ્ન ક૯પવૃક્ષો.
આ પ્રમાણે આ દસ કલ્પવૃક્ષે હોય છે. (૧૦૬૭) હવે આ કલ્પવૃક્ષમાંથી જેની પાસે જે મળે છે તે કહે છે. मत्तंगएसु मजं सुहपेज १ भायणा य भिंगेसु २ । तुडियंगेसु य संगयतुडियाई बहुप्पगाराई ३ ॥१०६८॥ दीवसिहा ४ जोइशनामगा य एए करेंति उज्जोयं ५ । चित्तंगेसु य मल्लं ६ चित्तरसा भोयणट्ठाए ७ ॥१०६९॥ मणियंगेसु य भूसणवराई ८ भवणाइ भवणरुक्खेसु ९ । तह अणियणेसु धणिय वत्थाई बहुप्पयाराई १० ॥१०७०।।
૧. મત્તાંગમાંથી સુખપેયા મઘ, ૨. ભતાંગથી વાસણ, ૩. ગુટિતાંગમાંથી ઘણા પ્રકારના સંગત વાજિત્રો મળે છે. ૪–૫. દીપશિખા અને
તિરગ નામના બે પ્રકાશ કરે છે. ૬. ચિત્રાંગમાંથી માળા અને ૭, ચિત્રરસ ભેજન માટે છે. ૮. મણિઅંગમાંથી ઉત્તમ ભૂષણે મળે છે. ૯ ભવનવૃક્ષમાંથી ઘર. ૧૦, અનગ્નમાંથી બહુ પ્રકારના ઘણું વસ્ત્રો મળે છે.
૧. મત્તાંગ કલ્પવૃક્ષામાં અતિશય ઊંચા પ્રકારના રંગ વિગેરેથી વિશિષ્ટ હોવાથી પીવાની ઈચ્છા કરવા યોગ્ય, સુખે પીવા લાયક, સારી રીતે પાકેલ દ્રાક્ષ વિગેરેના રસમાંથી બનેલ મદિરા થાય છે. આને આ ભાવ છે કે આ કલ્પવૃક્ષના ફળો વિશિષ્ટ બળ, વીર્ય કાંતિના કારણરૂપ સ્વાભાવિક રીતે રસદાર, સુગંધી, વિવિધ પરિપાકને પામેલા સુંદર પરિણમેલ મદિરાથી સંપૂર્ણ ભરેલા હોય છે. તે ફળ ફૂટી ફૂટીને મદિરાને છેડે છે એટલે ઝરે છે.
૨. ભતાંગ પર થાલ વિગેરે વાસણ હોય છે. આને ભાવ એ છે કે, અહીં જેમ મણિ સોના-ચાંદી વિગેરેના વિવિધ વાસણે જોવામાં આવે છે. તેમ સ્વભાવિકરૂપ પરિણમેલા ઘણુ થાળા, કાળા, કળશ, કરક એટલે ચમચા વિગેરે વાસણે ફળોની જેમ શોભતા દેખાય છે.
૩. ત્રુટિતાંગ પર સંગત એટલે સારી રીતે જોડાયેલ. ત્રુટિત એટલે વાજિંત્ર, જે તત, વિતત, ઘનશષિર એટલે પિલા–એમ વિવિધ પ્રકારના ફળોની જેમ હોય છે.