Book Title: Prakrit Vigyana Balpothi Part 4
Author(s): Somchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ - પ્રાકૃતભાષા અને સાહિત્ય - પ્રાકૃતભાષા એ તો આપણી પ્રાચીન ભાષા છે. તે સહજ સ્વાભાવિક ભાષા છે. ભારતવર્ષની આર્યવર્તની સર્વસાધારણ જનતાની એ ભાષા, વિશાલ ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વસતા આપણા પૂર્વજોની ભાષા છે. આ ભાષા બોલચાલની ભાષા તરીકે સ્વીકારાયેલી છે. આ ભાષામાં આજથી અઢી હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા સમસ્ત જગતનું શુભ ઈચ્છનારા પરમ પૂજ્ય સર્વજ્ઞ ભગવાન મહાવીર અને તેમની પહેલાં થયેલા બીજા તીર્થકરોએ દેશના (ધર્મપ્રવચનો) આપી, આ દેશનાના અર્થભાવને ઝીલી લઈ ભગવાન મહાવીરના અતિશયજ્ઞાની સુજ્ઞ ગણધરોએ પણ આ ભાષામાં સૂત્રસિદ્ધાંતની સુંદર રચના કરી અને એમના અનુયાયીઓએ પણ એ સૂત્રની નિયુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ વગેરે નામથી ઓળખાતી વિશિષ્ટ વ્યાખ્યાઓ પણ આજ ભાષા દ્વારા રચી. આ ઉપરાંત જગપ્રસિદ્ધ અનેક મહાકવિઓની પ્રસિદ્ધ રચનાઓ પ્રાકૃત સાહિત્યના મૂલ્યવાન ગ્રંથો ગણાય છે. આ પ્રેરક, મધુર અને સુંદર સાહિત્યનું રસપાન કરવા માટે પ્રાકૃત ભાષાના પ્રાથમિક વ્યાકરણનું જ્ઞાન આવશ્યક છે. Prakrit is our ancient language. It is naturally instinctive language. It is the common man's language of Aryans of India. It is the language of our ancestors who have settled down in different regions of vast Indian Country. It is accepted as the language of coversation. Our great venerable and omniscient Bhagavan Mahavir, who existed 2,500 years ago and who wished well being for the whole universe gave religious sermons in this language. Even other Tirthankaras prior to him gave their sermons in Prakrit. On the basis of the list of these religious preachings the highly intelligent "Gandharas" of Bhagavan Mahavir composed the ever beautiful and exclusive "Suttra-Siddhant". i.e. AGAM sutras in this language. Their followers too have composed religious commentaries on the Sutra-Siddhaant in Prakrit. Besides this, the compositions of the world famous poets are considered to be precious volumes of Prakrit. To understand and to enjoy this inspiring and beautiful language, it is necessary to follow the basic grammar of it. PRAKRIT BALPOTHIC Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72