Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી છે અને અમને લાગે છે કે રાજકીય કાર્ય વિના વ્યાપાર ખેડવા એ આત્મઘાત કરવા સમાન છે. આ સ્થિતિસ્થાપક મહેસૂલ હેઠળ ખેડૂતો દુઃખમય રહ્યા છે અને સર્વ પૂછે છે ‘આપણે આટલા બધા ગરીબ શા માટે છીએ?” એથી જ ગુજરાતે કેંગ્રેસ તરફ દૃષ્ટિ કરી છે.” પ્રમુખસ્થાનેથી શ્રી સુરેન્દ્રનાથ બેનરજીએ સ્વતંત્રતાની મહત્તા વ્યક્ત કરતાં કહ્યું હતું, “સ્વાતંત્ર્યના વિજયો એક દિવસમાં પ્રાપ્ત થતા નથી. સ્વાતંત્ર્ય દેવી ઈર્ષાળુ છે. તે પુષ્કળ આરાધના કરાવે છે અને પોતાના પૂજકો પાસેથી દીર્ઘ સમય સુધી અને પરિશ્રમપૂર્વક કરેલી ભક્તિ માગે છે.” આ અધિવેશન સાથે જ બીજી ઔદ્યોગિક પરિષદ પણ અમદાવાદમાં ભરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન વડોદરાના મહારાજા સર સયાજીરાવે કર્યું હતું. આ અધિવેશને સમગ્ર ગુજરાતની પ્રજાને પોતાના અધિકારોની પ્રાપ્તિ અર્થે કાંગ્રેસમાં વિશ્વાસ મૂકવા પ્રેર્યા. આમ અમદાવાદના આ અધિવેશને પ્રજા જાગૃતિનો ઉદ્દેશ પાર પાડ્યો હતો, જેને અનુમોદન આપતી અનેક રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અમદાવાદમાં અસ્તિત્વમાં આવી. ૧૯૦૩ માં અમદાવાદમાં સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળો દ્વારા સ્વદેશી વસ્તુઓને વેગ આપવામાં આવ્યો. ૧૯૦૫ માં બંગાળમાં સ્વદેશી. ચળવળના આરંભ સાથે જ અમદાવાદમાં પણ “સ્વદેશી મિત્રમંડળની સ્થાપના થઈ હતી. જેણે 'સ્વદેશી કીર્તન સંગ્રહ' પ્રગટ કર્યો. ૧૯૦૬ માં અમદાવાદમાં રિચી રોડ પરના એક મકાનમાં સ્વદેશી ચળવળ અંગે ભરાયેલી સભામાં આશરે પચાસ વિદ્યાર્થીઓમાં બંગાળીઓ પણ હતા. તે સભામાં પ્રથમવાર ‘વંદે માતરમ્' ગીતનું ગુજરાતી રૂપાંતર ગાવામાં આવ્યું. આ સભામાં બૅરિસ્ટર જીવણલાલ દેસાઈએ સ્વદેશી ચળવળમાં બંગાળીઓના પ્રદાનની જુસ્સાભેર પ્રશંસા કરી હતી. ૧૯૦૯માં સ્વદેશી મિત્ર મંડળે અમદાવાદમાં સ્વદેશી સ્ટોર શરૂ કર્યો હતો તેનું સંચાલન કૃપાશંકર પંડિત કરતા હતા. આ ઉપરાંત ગુજરાતમાં રચનાત્મક જાગૃતિ સાથે કેળવાતી જતી સશસ્ત્ર જાગૃતિના પડઘા પણ અમદાવાદની જાગૃત પ્રજાએ ઝીલ્યા હતા. ૧૩ નવેમ્બર ૧૯૦૯ ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહારથી જતી વાઇસરોય લૉર્ડ મિન્ટોની બગી ઉપર બે બૉમ્બ નાખવામાં આવ્યા. જો કે બગીમાં બેઠેલા લૉર્ડ અને લેડી મિન્ટો બચી ગયાં. પરંતુ પાછળથી થયેલા બોમ્બ ધડાકામાં એક સફાઈ કામદારનું અવસાન થયું હતું. આ બનાવ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓની ધરપકડ કરવા સરકારે ઘણા ધમપછાડા કર્યા, પણ કોઈ જ કડી હાથ લાગી ન હતી. ૫. હોમરૂલ આંદોલન * ભારતના રાજકીય તષ્ઠા પર સ્વરાજની પ્રાપ્તિ માટે શ્રીમતી એની બેસન્ટ અને શ્રી બાળ ગંગાધર ટિળકે ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૧૮ દરમિયાન કરેલ હોમરૂલ આંદોલનના પડઘા અમદાવાદ શહેર અને જિલ્લાનાં નાનાં મોટાં ગામડાંઓ સુધી પહોંચ્યા હતા. હોમરૂલ ચળવળનાં પ્રણેતા શ્રીમતી એની બેસન્ટના અંગ્રેજી દૈનિક ‘ન્યૂ ઇન્ડિયાને બંધ કરવામાં અંગ્રેજ સરકારને મળેલ સફળતાથી ઠેર ઠેર તેનો વિરોધ થયો. અમદાવાદમાં પણ એ વિરોધ સભાસરઘસો સ્વરૂપે વ્યક્ત થયો. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારતમાં ગાંધીજીના આગમન અને ર૫ મે, ૧૯૧૫ ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપનાએ સ્વાતંત્ર્ય સંગ્રામના ‘ગાંધીયુગ'નું મંડાણ કર્યું છે જો કે ગાંધીજીએ પ્રથમ એની બેસન્ટની હોમરૂલ ચળવળમાં પોતાનો સૂર પુરાવ્યો. અમદાવાદમાં ગુજરાત સભા તરફથી ઈ.સ. ૧૯૧૦ ના ઇન્ડિયન પ્રેસ એક્ટ અને હિન્દી રાજય-બંધારણના સુધારાના ખરડાનો વિરોધ કરવા માટે ૧૮ જૂન ૧૯૧૬ ના રોજ અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં એક જાહેર સભા મળી. ગાંધીજી આ સભાના પ્રમુખસ્થાને હતા. આ સભામાં રાવબહાદુર રમણભાઈ નીલકંઠ, શ્રી જીવણલાલ વ્રજલાલ દેસાઈ અને અમદાવાદની થિયોસોફિકલ સોસાયટીની શાખાના મંત્રીશ્રી ચીમનલાલ નાથુભાઈ દોશીએ ભાષણો કર્યા. જો કે આ સભાની ચર્ચાથી ગાંધીજીને બહુ સંતોષ ન હતો. છતાં બીજે દિવસે ગાંધીજીએ વાઇસરોયને એક તાર કરી અમદાવાદના શહેરીઓએ ‘ન્યૂ ઇન્ડિયા વિરુદ્ધ મદ્રાસની સરકારે લીધેલાં પગલાંનો વિરોધ વ્યક્ત કર્યો. આમ અમદાવાદમાં હોમરૂલ આંદોલનનું પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 72