Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમે સુથાર અને પાટીદાર જ્ઞાતિના હતા. આફ્રિકામાં ઉદ્યોગો સ્થાપીને દેશપરદેશમાં ગુજરાતનું ગૌરવ વધારનાર નાનજી કાળિદાસ મહેતા લહાણા જ્ઞાતિના હતા, જમશેદજી તાતા જેવા પારસીઓ તો મહાન પ્રયોજકો તરીકે દેશ-વિદેશમાં પંકાયા હતા. ૧૭મા સૈકામાં પારસીઓ કારીગરો હતા. પણ ત્યારબાદ તેમણે જે દેઢ આત્મવિશ્વાસ અને ત્વરાથી વેપાર અને ત્યાર પછી ઉદ્યોગના ક્ષેત્રમાં ઝંપલાવ્યું તેનો જોટો જડે તેમ નથી. આવા સૈદ્ધાંતિક અને સાધનસામગ્રીયુક્ત અભ્યાસોએ યુરોપીય પ્રચારો સામે લાલબત્તીની ગરજ સારી મેં બીજો સિદ્ધાંત એ રજૂ કર્યો હતો કે વેપારને ક્ષેત્રે ગુજરાતીઓ સાહસિક અને ઊંડી વ્યવહાર સૂઝવાળા હતાં. તેમના પારલૌકિક વિચારો અને ખાસ કરીને જૈનોની બાબતમાં) “અપરિગ્રહ” અને “અસ્તેય” ' જેવાં વ્રતો એક તરફ હતાં અને વ્યાપારી પ્રવૃત્તિઓ બીજી તરફ હતી, જોકે તેની વચ્ચે હંમેશા વિસંવાદિતા જ હતી તેમ નહિ, ઊલટાનું, તાજેતરમાં જુરગેન લુટ નામના જર્મન ઇતિહાસકારે વલ્લભ સંપ્રદાયની બાબતમાં બતાવ્યું છે, તે મુજબ એ સંપ્રદાયના “મનુષ્યયત્ન, ઈશ્વરકૃપા” જેવા વ્યવહારુ સિદ્ધાંતો અને આદેશોની અસર નીચે તેના ઘણા રાજપૂત અનુયાયીઓ વેપાર તરફ વળ્યા હતા. “કર્મ અને પુરુષાર્થ થકી જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ તો ખુદ ઈશ્વર પણ પ્રસન્ન થાય છે.” - આ પ્રકારની ધાર્મિક ફિલસૂફીને પુષ્ટિમાર્ગી અનુયાયીઓએ ધનપ્રાપ્તિ માટેનું વ્યવહારુ સ્વરૂપ આપ્યું હતું. યુરોપમાં કેલ્વિનવાદીઓ અને પોટેસ્ટંટવાદીઓની જેમ “કર્મ દ્વારા સફળતાની ફિલસૂફીએ વલ્લભસંપ્રદાયના અનુયાયીઓને પણ વ્યાપારી સફળતા પ્રાપ્ત કરવામાં સહાય કરી હતી, તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સિદ્ધાંતોએ લોકોને “શ્રમ અને સાદાઈ દ્વારા સિદ્ધિ”નો મહિમા સમજાવ્યો હતો. આ બાબતમાં “શિક્ષાપત્રીમાં આપવામાં આવેલા શ્લોક નંબર ૧૪૦૧૪૫ અને ૨પર ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે સહજાનંદ સ્વામીએ જેટલું મહત્ત્વ શ્રમ અને સાદાઈને આપ્યું હતું તેટલું જ મહત્ત્વ પૈસાની બચતને તેમજ ખેતી અને પશુપાલન તથા વ્યાપારની પ્રવૃત્તિઓને આપ્યું હતું. શ્લોક ૧૪૩માં આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ સાક્ષીએ લખાણ કર્યા વગર પોતાના મિત્ર કે પુત્ર સાથે પણ નાણાંનો વ્યવહાર ન કરવો. આ વસ્તુસ્થિતિ બતાવે છે કે ગુજરાતી વેપારીઓ ધનને પુરુષાર્થ અને મહત્ત્વાકાંક્ષાના ફળસ્વરૂપ ગણતા. તેઓ શાસ્ત્રના અમૂર્ત સિદ્ધાંતોને નહિ, પણ તેનાં વ્યવહારોપયોગી તત્ત્વોને અનુસરતા. તેઓ ધનને સામાજિક પ્રતિષ્ઠાના સાધનરૂપ ગણતા અને તે હાંસલ કરવામાં તેમનો મોક્ષ જોતા હતા. આવા વ્યવહારકુશળ વેપારીઓને “Other-worldly” કેવી રીતે કહી શકાય ? શાસ્ત્રો કે પંડિતો ભલે દરિયો ઓળંગવાની મનાઈ કરે, પણ તેઓ તો એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને પુષ્કળ ધન કમાતા. આવા સંજોગોમાં ગુજરાતી ભાષા દેશભરમાં વેપાર-વાણિજયની ભાષા તરીકે પ્રસ્થાપિત થાય તેમાં શી નવાઈ ? ફાંકો પેરાર્ડ (૧૫૮૦-૧૬૨૧) નામના ફેંચ મુસાફરે આ બાબતમાં સમર્થન આપતાં લખ્યું છે કે : "The language of all those countries as also of all others belonging to the Great Mughal, and those neighbouring thereto, is the Gujarati language, which is most widespread than any other Indian tongue” (મહાન મુઘલોના હિન્દુસ્તાન ઉપરાંત હિંદની પડોશના દેશોમાં જો સૌથી વધારે પ્રમાણમાં કોઈ પણ ભાષા ચલણી બની હોય તો તે ગુજરાતી ભાષા છે.) ગુજરાતી પ્રજા તરીકે આજે પણ આપણને ગૌરવ અપાવે તેવી આ બાબત છે, પરંતુ આ ક્ષેત્રમાં હજુ વધારે ઊંડા ઊતરવાની જરૂર છે. સર્વગ્રાહી દૃષ્ટિકોણ રાખીને જો પૂર્વધારણાઓ (Assumptions and Hypothesis) ને વધારે સ્પષ્ટ અને ધારદાર બનાવવામાં આવે તો સંશોધનનું આ ક્ષેત્ર ઘણું આશાસ્પદ છે. આર્થિક અને પ્રયોજકીય ઇતિહાસની સાથે સાથે હવે નગરીય ઇતિહાસ, કુટુંબ અને જ્ઞાતિનો ઇતિહાસ, પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૨૩ . For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141