________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડની સામાજિક વિચારધારા :
શ્રી સયાજીરાવ ત્રીજાએ પ્રખર સમાજચિંતક અને સમાજસુધારક તરીકેની જનસમાજમાં ખ્યાતિ મેળવી હતી. તેઓ માનતા કે ‘જ્યાં સુધી સામાજિક સુધારણા થશે નહીં ત્યાં સુધી સમાજનો સાર્વત્રિક વિકાસ થઈ શકશે નહીં. પોતાનું ઘર સુધાર્યા પહેલાં દેશ સુધારવાનો પ્રશ્ન હાથમાં લેવો એ હાસ્યાસ્પદ છે. જેમ પાયા વગરની ઇમારત ઊભી રહી શકે નહીં તેમ સમાજસુધારણા વગર દેશોદ્ધારની વાત કરવી નિરર્થક છે.” સયાજીરાવે પોતાની કારકિર્દી દરમ્યાન મનસા, વાવા, જર્મના એમ ત્રણેયનો સુલભ સમન્વય કરીને સુધારાઓ કર્યા હતા. પડદાપ્રથા અને પરદેશગમન જેવી બાબતોમાં પોતાનાથી જ સુધારાની શરૂઆત કરી. સયાજીરાવની સુધારણામાં તેમની અર્ધાંગિની મહારાણી ચિમનાબાઈ બીજાનો ફાળો નોંધપાત્ર હતો. કાયદાનો સહારો લઈ સમાજસુધારાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
બાળલગ્ન પ્રતિબંધનો કાયદો :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
બાળ-લગ્નની પ્રથા સમાજમાં વર્ષોથી પ્રચલિત હતી. આવાં લગ્નથી છોકરા-છોકરી બન્નેને નુકસાન થતું હતું, અણસમજમાં થયેલા લગ્નથી કેટલીક વખત કજોડાં પણ ઊભાં થતાં હતાં. છોકરીઓનાં લગ્ન નાની ઉંમરમાં થવાથી શારીરિક તકલીફો પડતી હતી. શિક્ષણ પણ પૂર્ણ કરી શકતી નહીં. આથી જ શ્રી સયાજીરાવે ‘બાળલગ્ન પ્રતિબંધ’નો કાયદો બહાર પાડી, સમાજસુધારણાનો પ્રયત્ન કર્યો. તેઓ કોઈ પણ કાયદો રાજ્યમાં લાગુ પાડે તે પહેલાં લોકમત લેતા હતા. તેઓ ‘આજ્ઞાપત્રિકા’માં મુત્સદ્દો રજૂ કરતા, ત્યારબાદ લોકમત લઈ કાયદો પસાર કરતા હતા.
‘આજ્ઞાપત્રિકા'માં ‘બાળલગ્ન પ્રતિબંધ’ કાયદાની જાહેરાત :
૩૦મી એપ્રિલ, ઈ.સ. ૧૯૦૩ની ‘આજ્ઞાપત્રિકા'માં મુત્સદ્દો તૈયાર કરવા માટે પ્રજાને બે મહિનાનો સમય આપવામાં આવ્યો. જુદી જુદી જ્ઞાતિઓ તરફથી ૧૪ અંગ્રેજીમાં, ૪૨ ગુજરાતીમાં, ૧૦ મરાઠીમાં અને ૧ હિંદીમાં અરજી આવી. તેમજ આ અંગે ૧૪ અંગ્રેજી, ૧૨ મરાઠી વર્તમાનપત્રો, ૬ ગુજરાતી, ૧ હિન્દી અને ૫ જુદાં જુદાં સામયિકોમાં અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા.પ
આઠ ગૃહસ્થોનાં નામ ઃ
૧. શ્રીમંત રા.રા. આનંદરાવ ગાયકવાડ
૨. શ્રી રા.રા. ચિંતામણિરાવ નારાયણરાવ મજમુદાર
૩. શ્રી રા.રા. નારાયણરાવ ઘાટગે
જુદી જુદી જ્ઞાતિઓની અરજીઓ, સૂચનાઓ, ટીકાઓને એકત્રિત કરીને એક સાદું પુસ્તક તૈયાર કરીને, સયાજીરાવને સુપરત કરવામાં આવ્યું. શ્રી સયાજીરાવે આઠ ગૃહસ્થોની એક કમિટી બનાવી, તેમના ‘બાળલગ્ન પ્રતિબંધ'ના અભિપ્રાયો મંગાવ્યા હતા.
૪. શ્રી રા.રા. રામરાવ ગંગાધર મેસળ
૫. શેઠ શ્રી મગનલાલ પુરુષોત્તમ હરિભક્તિવાળા
૬. મે.રા.રા. અમૃતરાવ શાસ્ત્રી
૭. મે. હકીમ સાહેબ છાટે સાહેબ
૮. મૌલવી બસીરખાન સાહેબ
કાયદાનો મુત્સદ્દો :
ઉપરોક્ત આઠ ગૃહસ્થોની બનેલી કમિટીએ આપેલા અભિપ્રાય ઉપર વાટાઘાટો કરવા શ્રી મહારાજાએ
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યનો ‘બાળલગ્ન પ્રતિબંધનો કાયદો'...
For Private and Personal Use Only
n
૧૨૧