Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડે એ રીતે કુરિવાજો પણ અસ્તિત્વમાં આવ્યા. શરૂઆતમાં તો એ તરફ કોઈનું ધ્યાન ગયું નહિ અથવા તો તે સારા માટે જ છે એવું માનતા. પણ ધીમે ધીમે એ કુરિવાજ છે એવી ખબર પડતાં એમાંથી બહાર નીકળવાની મથામણ થવા લાગી. સયાજીરાવના સમયમાં પણ કેટલાક કુરિવાજો હતા. તેમાં વળી ‘બાળલગ્નો’ ફૂલ્યા-ફાલ્યા હતા તેથી જ કાયદાનો ઉપયોગ કરીને બાળલગ્નો અટકાવવા પ્રયત્નો કર્યા. જે સમયે પ્રજા અભણ હતી, અનેક કુરિવાજો-રૂઢિઓ વગેરે પર સમાજની મજબૂત પક્કડ હતી, સમાજના નિયમોનું ઉલ્લંઘન કરવું એ મોતને ભેટવા જેવું હતું – એ સમયે શ્રી સયાજીરાવે જણાવ્યું કે “બાળલગ્ન પ્રતિબંધનો કાયદો અમલમાં મૂકવો એ ગુજરાતની પ્રજાની મોટામાં મોટી સેવા છે. શાસકે પ્રજા માટે જે કરવું જોઈએ તે કર્તવ્ય તેમણે યોગ્ય રીતે બજાવ્યું છે. ફક્ત એમણે એ કાયદાને એમ ને એમ અમલમાં મૂક્યો નથી, પરંતુ જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરી ઝીણામાં ઝીણી વિગતોનો સમાવેશ કરી એને યોગ્ય ન્યાય આપ્યો છે. પ્રજા પ્રત્યેની વફાદારી અને રાજધર્મ અહીં દેખાઈ આવે છે. ગુજરાતના હિન્દુ સમાજ માટે એમણે આ ભગીરથ કાર્ય કર્યું જે બદલ ગુજરાતની પ્રજા એમની સદાયને માટે ઋણી છે.” સાભાર : દક્ષિણ દફતર વર્તુળ કચેરી, વડોદરા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પાદટીપ 9. Desai Nira, 'Women in Modern India', p. 7 ૨. મૂળજી કરસનદાસ કૃત 'નિબંધમાળા', પુસ્તક-૧, પૃ. ૧૦૯ ૩. ભટ્ટ ઉષાબહેન, આધુનિક ભારતમાં સ્ત્રી-જાગૃતિનો ઉદ્દભવ અને વિકાસ', પૃ. ૩ ૪. દાતે યુ. રા., “શ્રી સયાજી ગૌરવગ્રંથ', પૃ. ૮૪ ૫. ન્યાયમંત્રીની કચેરી - ફા.નં. ૨૨૧૨, ઈ.સ. ૧૯૦૨-૦૩, પૃ. ૨૩ ૬. ઉપરોક્ત - ફા.નં. ૨૨પર, ઈ.સ. ૧૯૦૨-૦૩, પૃ. ૧૦૦ ૭. ઉપરોક્ત - ફા.ન. ર૨૫/ર, પૃ. ૧૯૩ ૮. ત્રિવેદી નવલરાવ જગન્નાથ, “સમાજસુધારાનું રેખાદર્શન', પૃ. ૨૦૧ 6. Baroda Administration Report, 1938-39, p. 31 ૧૦. ડૉક્ટર ચિમનલાલ મ., “હીરક વડોદરા', પૃ. ૬ ૧૧. પૂર્વોક્ત, દાતે યુ. રા., - પૃ. ૪૨૮-૨૯ ૧૨. પંડિત દર્શના, ‘વડોદરા રાજયના કેટલાક અગત્યના સામાજિક સુધારાઓ', અપ્રગટ લઘુનિબંધ, પૃ. ૪૯-૫૦ ૧૩. પરીખ નરેશકુમાર જે., ઉ.ગુ.માં વડોદરા રાજયના ગાયકવાડોના શાસનનો ઇતિહાસ', અપ્રગટ મહાનિબંધ, પૃ. ૧૮૧ પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૧૨૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141