Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir વચ્ચે ભ્રમણ કરીને પ્રત્યક્ષરૂપે માહિતી આકૃષ્ટ કરીને એનું નિર્માણ કર્યું છે. એટલે ક્ષેત્રકાર્ય આધારિત આ પુસ્તક છે અને તેથી તેની વિશ્વસનીયતા રહે છે. આ બાબતની સ્પષ્ટતા લેખકે પ્રસ્તાવનામાં કરી છે. તેમ છતાં ઘણું રહી ગયાનો અફસોસી અહેસાસ પણ એમણે દિલચોરી વિના અભિવ્યક્ત કર્યો છે. તે તેમની લેખન પરત્વેની સભાનતાનું દ્યોતક છે. એટલું જ નહીં પણ જેમના કુળમાં કે કુટુંબમાં મહાનુભાવ થઈ ગયા હોય તે અંગેની ખરી વિગતો જાણકારો પાસેથી અને બારોટના ચોપડાનો વિનિયોગ કરીને મેળવીને મોકલી આપવાનો નિખાલસ અનુરોધ પણ કર્યો છે જેથી તેની સામગ્રી બીજી આવૃત્તિમાં સમાવી શકાય. પણ ધાર્યું ધણીનું થાય એ મુજબ બીજો ભાગ પ્રગટ થયો નહીં એ આપણું દુર્ભાગ્ય છે; પરન્તુ એને સૌભાગ્ય બક્ષવાનું કાર્ય શંભુભાઈ જેવા પ્રામાણિક નિષ્ઠા ધરાવતા એકાદ-બે વીરલાએ કરવાનું ઈજન એમના અફસોસમાં વ્યક્ત થયું જ છે જે પડકાર કોઈકે ઉપાડી લેવા જેવો છે. અત્યારના અન્વેષકે ક્ષેત્રકાર્યને અગ્રતા આપવાની પ્રેરણા આ લેખકમાંથી અંકે કરવા જેવી છે. વાડીખેતરમાં વસનાર પ્રજાનાં જીવન આ પુસ્તકમાં આલેખ્યાં છે તેથી તેનું નામ “પ્રભુની ફૂલવાડી રાખ્યું છે એવું લેખકનું કહેવું યથાર્થ છે. પ્રભુની વાડીનાં ફૂલ બધાં જ એક સરખાં અને એક રંગી હોતાં નથી. તે તો બહુરંગી અને ભાતીગળ હોય છે. તેમ આ પુસ્તકમાં પણ લેખકે બહુરંગી અને ભાતીગળ વ્યક્તિત્વ ધરાવનાર સાઠેક ચરિત્ર પ્રસ્તુત કર્યા છે, અલબત્ત પ્રત્યક્ષ મેળવેલી પ્રાથમિક માહિતીના આધારે, અને તે મારફતે પાટીદાર સમાજનાં બહુરંગી લક્ષણ આપણી પ્રત્યક્ષ કર્યા હોઈ એની શ્રદ્ધેયતા સ્વીકારવી રહી. લેખક રજૂઆતમાં નિખાલસ છે. જે કહેવું હોય તે સ્પષ્ટતાથી સીધી રીતે કહી દે છે. કુલડીમાં ગોળ ભાગવાની વૃત્તિ એમણે સ્વીકારી નથી. પ્રભુની ફૂલવાડી'માં શંભુભાઈએ ત્રણ પ્રકરણ અને આશરે બસો પૃષ્ઠ મારફતે પાટીદાર કોમ અંગે પારદર્શક નુકતેચીની સરળતાથી કરી છે. જે તે વ્યક્તિ વિશે લખતાં, અલબત્ત રૂબરૂ મુલાકાતથી, લેખકે બહુ આયામી પદ્ધતિથી સમાજના ગુણદોષ સહજતાથી આલેખ્યા છે. પ્રત્યેક મહાનુભાવ વિશે લખતાં પ્રારંભે તે વ્યક્તિના ગામવિશેષની પ્રકૃતિ પરત્વે ટૂંકમાં પણ રસપ્રદ વર્ણન કરે છે. આથી, જે તે ગામનો ઠીક પરિચય આપણને થાય છે. તળાવ, નદી, ખેતર, તરણ-સ્થાપના જેવી ઘણી વિગત તેઓ લાધવતાથી રજૂ કરે છે. ઉપરાંત તે વ્યક્તિવિશેષના જીવનનાં અને તેમના કુટુંબનાં ભાતીગળ પાસાં સંક્ષેપમાં પણ બહુ સુંદર રીતે આલેખ્યાં છે. અને જરૂર જણાય ત્યાં તેઓના હાથે થયેલા ગુણદોષ કે લાભાલાભનાં વર્ણન નિઃસંકોચ કરી લે છે. પાટીદાર જ્ઞાતિ ચરોતર વિસ્તારમાંથી કાઠિયાવાડ પ્રદેશમાં કેવી રીતે સ્થિર થઈ, ત્યાંના રાજાઓ સાથે કેવા પ્રકારના સંબંધ પ્રસ્થાપિત કર્યા, ખેતીના વિકાસ વાસ્તે કેવી મથામણ કરી જેવી બાબતથી પણ લેખક આપણને ઉજાગર કરે છે. કયા સંજોગને કારણે એમણે કહ્યું કુળનામ (અટક) અપનાવ્યું તેની માહિતી પણ પ્રસંગોપાત્ જણાવી દે છે. આથી, સૌરાષ્ટ્ર વિસ્તારના પાટીદારોની અટકમાં જે વૈવિધ્ય જોવું પ્રાપ્ત થાય છે તેય રસપ્રદ તો છે જ પણ તે તે અટક પડછે રહેલાં કારણ વિશે પણ અન્વેષણની અપેક્ષા જરૂર જગવે છે. હકીકતમાં આ વિસ્તારના પાટીદારની અટકનો અભ્યાસ સામાજિક દૃષ્ટિએ રસપ્રદ ભૂમિકા પૂરી પાડે છે. બીજા પ્રકરણમાં, લેખકે જ્ઞાતિ સંબંધિત અહેવાલ પ્રગટપણે નિરૂપ્યો છે, જેમાં પાટીદારોની નીતરતી સેવાભાવનાને કારણે કેટલાક અણગમતા રીતરિવાજ દૂર કરવા કેવા પ્રકારની મથામણ થયેલી, કેવાં મંથન હાથવગાં થયાં અને તે કાજે કેવાં પગલાં લેવાં પડેલાં તેની ઠીક ઠીક જિકર લેખકે સ્પષ્ટ શબ્દોમાં કરી છે. સાથોસાથ રાજા અને તેના અધિકારી વર્ગ તરફથી થતા જુલમ, નવા કરવેરા દ્વારા પ્રજાને પરેશાન કરવાની વિગતોય વણી લીધી છે. આ પ્રકરણનો સાર એ છે કે દુઃખમાંથી મુક્તિ માટે પાટીદાર સમાજે આવશ્યક શિક્ષણ અંકે કરવાનો મહત્ત્વનો નિર્દેશ કર્યો છે જે આજેય આ કોમ વાસ્તે તત્પરતાથી એનો વ્યાપક અમલ કરવો જરૂરી છે એમ ખસૂસ કહી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે શિક્ષણના પ્રસાર વિના પાટીદાર સમાજની સમસ્યા ઓછી નહીં થાય. આ વાત સામાજિક ઈતિહાસ આલેખવાનું જ્ઞાપકીય લખાણ 1 ૧૩૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141