Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 126
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobaur Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર સભ્યોની બીજી એક કમિટી બનાવી. આ કમિટીના સભ્યો હતા – ૧. મે. રા.રા. વાસુદેવ ગોપાળ લાભશંકર મહેતા ૨. મે. રા. મનુભાઈ નંદશંકર મહેતા ૩. મે. રા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૪. મે. રા. હરગોવિંદદાસ કાંટાવાલા આ કમિટીની ત્રણ બેઠકો તા. ૨૬-૪-૧૯૦૪, તા. ૯-૫-૧૯૦૪ અને ૧૦-૫-૧૯૦૪ના રોજ મળી. આ કમિટીએ પોતાના મંતવ્યો રજૂ કર્યા બાદ, શ્રીમંત સયાજીરાવ ત્રીજાએ ૪થી જૂન ૧૯૦૪ના રોજ “આજ્ઞાપત્રિકામાં “બાળલગ્ન પ્રતિબંધનો કાયદો પ્રસિદ્ધ કર્યો. ઈ.સ. ૧૯૦૪ની ૨૧મી જુલાઈના રોજ અષાઢ સુદ નોમ, સંવત ૧૯૬૦) આ કાયદો સમગ્ર વડોદરા રાજયમાં પસાર કરવામાં આવ્યો. ઈ.સ. ૧૯૦૪નો “બાળલગ્ન પ્રતિબંધીનો કાયદો : આ કાયદા મુજબ લગ્ન માટે છોકરીની ઉંમર ૧૨ વર્ષની અને છોકરાની ઉંમર ૧૬ વર્ષની રાખવામાં આવતી. જો કોઈ વ્યક્તિને પોતાનાં છોકરા-છોકરાનાં લગ્ન નક્કી કરેલ વર્ષ પહેલાં કરાવવાં હોય (છોકરીની ઉંમર બાર વર્ષથી ઓછી અને છોકરાની ઉંમર સોળ વર્ષથી ઓછી) તો તે વ્યક્તિએ લગ્નની પરવાનગી ન્યાયાધીશ પાસેથી મેળવી લેવાની હતી. ન્યાયાધીશની પરવાનગી મેળવ્યા બાદ આઠ દિવસની અંદર પ્રાંત ન્યાયાધીશને મંજૂરીની એક નકલ મોકલવાની રહેતી હતી. જો કોઈ વ્યક્તિ ન્યાયાધીશની પરવાનગી વગર નક્કી કરેલ ઉંમર પહેલાં લગ્ન કરાવે તો તેમને રૂપિયા ૧૦૦/- ના દંડની સજા કરવામાં આવતી હતી. વડોદરા રાજયમાં કોઈપણ ભાગમાં લગ્ન થાય તો તે લગ્ન, લગ્ન નોંધણી કરનાર અમલદાર પાસેથી નોંધાવવા જરૂરી હતાં. જો લગ્ન નોંધાવવામાં ન આવે તો રૂપિયા ૧૦/-નો દંડ કરવામાં આવતો હતો. બાળલગ્ન પ્રતિબંધીના કાયદામાં સુધારાઓ : ઈ.સ. ૧૯૦૪ના કાયદાથી ધારી સફળતા ન મળતાં આ કાયદામાં સુધારો કરી ફરીથી ઈ.સ. ૧૯૨૯માં નવો કાયદો બહાર પાડ્યો. આ કાયદા અનુસાર ૮ વર્ષથી નીચેનાં છોકરા-છોકરીઓના લગ્ન માટે જવાબદાર વ્યક્તિને રૂ. ૫૦૦/-નો દંડ અથવા એક મહિનાની સજા કે બન્ને સજા થશે. ઈ.સ. ૧૯૩૬ - ૩૭માં આ કાયદામાં સુધારો કરી છોકરાની ઉંમર ૧૮ વર્ષની અને છોકરીની ઉમર ૧૪ વર્ષની રાખવામાં આવી. આ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને દંડની જોગવાઈ કરવામાં આવી. દંડની રકમમાંથી કન્યાઓને અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ આપવામાં આવતી હતી." કાયદાની અસર : ઈ.સ. ૧૯૩૭-૩૮ અને ઈ.સ. ૧૯૩૮-૩૯ના વર્ષમાં થયેલ જાતિ-પેટાજાતિનાં બાળલગ્નની માહિતી નીચેના કોઠામાં આપવામાં આવી છે." ક્રમ જાતિનું નામ શિક્ષા પામેલ વ્યક્તિની સંખ્યા ઈ.સ. ૧૯૩૭-૩૮ ઈ.સ. ૧૯૩૮-૩૯ બ્રાહ્મણ ૨૧૩ ૧૧૪ રાજપૂત ૧૨૫ પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ રૂ ૧૨૨ ૭૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141