Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 131
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખુલ્લી થઈ ત્યારથી હોવાનું કહીએ તો અત્યોક્તિ નહિ ગણાય ! લેખનકળા પણ હજુ અસ્તિત્વમાં આવી ન હતી એ પૂર્વે ભાવ-વિચારની અભિવ્યક્તિમાં માનવ પોતાની અનુભવવાણી અવશ્ય પ્રયોજતો હશે. અલબત્ત આપણી પાસે આનાં પ્રમાણ નથી. કહેવતો નીતિસાહિત્યનું પ્રમુખ અંગ છે. બાઇબલમાં Proverbs નામનું એક પ્રકરણ છે. જેમાં વ્યવહારુ-ઉપયોગી અનેક પરિમાર્જિત સૂત્રો મળે છે. પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયના અસીરિયન ભાષા-ઇતિહાસના પ્રાધ્યાપક ડૉ. એસ. એન. કેમરે માટીની બે મોટી પટ્ટી શોધી છે. આના પર વિશ્વની સૌથી પ્રાચીન લિખિત કહેવતો અંકિત છે. ભારતના પ્રાચીનતમ લિખિત સાહિત્ય ઋગ્વેદમાં લોકોક્તિઓનાં અનેક દૃષ્ટાંતો મળે છે; જેમકે, न वै स्त्रैणानि सख्यानि संति । સ્ત્રીઓની મૈત્રી મૈત્રી ન કહેવાય. अग्निनाग्निः समिद्धते । Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિથી અગ્નિ ભડકે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે વૈદિક કહેવતોનો અદ્યાપિ વિધિવત્ સમીક્ષાત્મક અભ્યાસ થયેલ ન હોઈ; કોઈકે આ કામ કરવું રહ્યું – જરૂરી છે. આ (વૈદિક સાહિત્ય) પછીથી રામાયણ-મહાભારત – બ્રાહ્મણઉપનિષદ્ તેમજ વિભિન્ન પુરાણ ગ્રંથો ઉપરાંત મહાકાવ્યો-નાટકો વગેરેમાં વિપુલ પ્રમાણમાં કહેવતો પ્રયોજાયેલ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર લોકોક્તિઓ માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રસ્તુત ગ્રંથમાં અનેક પ્રાચીન આચાર્યોનાં રાજનીતિ તેમજ નીતિયુક્ત વિષયક મંતવ્યો લોકોક્તિ સ્વરૂપે મળે છે. કહેવતોમાં ઇતિહાસ આગળ નોંધ્યું તેમ કહેવત જનસમુદાયના અનુભવોનું તારણ-સાર હોઈ તેમાં વિષય-વૈવિધ્ય પણ એટલું જ જોવા મળે છે. હા, આમાં પ્રધાનતા નીતિબોધ-ડહાપણ (Wisdom)ની હોવા છતાં અન્ય વિષયો પણ મળે છે. એમ કહી શકાય કે તત્કાલીન સમાજનાં રીતિ-રિવાજ રૂઢિ-પરંપરાઓ અને માન્યતાઓમાં ઉજાગર થયેલ હોય છે. એટલું જ નહિ; ઇતિહાસની (ખાસ તો તત્કાલીન) અનેક ઘટનાઓનો પણ નિર્દેશ મળે છે. કહેવતોમાં સ્થાનિક ઇતિહાસને લગતી કોઈ ઘટના-બનાવ ઉલ્લિખિત હોય છે. સમગ્ર ઇતિહાસને સૂચવતી-દર્શાવતી કહેવતો નહિવત્ મળે છે. એમ કહી શકાય કે, કહેવતોમાં ‘ઇતિહાસ કણ’ મળે છે. આમ છતાં આ રીતની કોઈ નાનકડી ઘટનાનો નિર્દેશ સંબંધિત પ્રદેશ વિશેષના સળંગ ઇતિહાસના અભ્યાસ-નિરૂપણ માટે ઉપયોગી બની રહે છે. કહેવતોમાં રહેલા ‘સામાજિક ઇતિહાસ'નું પણ એટલું જ મહત્ત્વ હોઈ તેનોય સઘન અભ્યાસ થવો જોઈએ સૂચન અસ્થાને નહિ જણાય. હવે ગુજરાતી કહેવતો (કે જેનું વિપુલ પ્રમાણ છે)માં પ્રાપ્ત ઇતિહાસ અર્થાત્ ઐતિહાસિક કહેવતોની ચર્ચા કરતાં પૂર્વે પુનઃ એ સ્પષ્ટતા જરૂરી છે કે આ પ્રકારની કહેવતોમાંથી ઇતિહાસની કોઈ ઘટના-બનાવ સંબંધી ઉલ્લેખ મળતો હોય છે. અલબત્ત સંબંધિત પ્રદેશની ખૂટતી કડીરૂપે એ ઉપયોગી બની રહે છે. ગુજરાતી ભાષાના સ્થાનિક અને પ્રાદેશિક ઇતિહાસના સંદર્ભે અનેક કહેવતો મળે છે, જે સળંગ ઇતિહાસના લેખનનિરૂપણ માટે ઉપયોગી બની રહે તેમ છે. આમાંથી પ્રચલિત ને મહત્ત્વની એવી કેટલીક કહેવતો જરૂર જણાય ત્યાં તેના મૂળ સંદર્ભ સાથે નોંધીએ. બાબાશાઈ ખાતું જૂના વડોદરા રાજ્યના ગાયકવાડી શાસન દરમ્યાન વડોદરાના ચલણ સાથે બ્રિટિશ નાણું પણ ચલણમાં હતું. વડોદરાના ‘બાબાશાઈ' નામે ઓળખાતા પૈસાની કિંમત બ્રિટિશ પૈસા ‘કલદાર' કરતાં એક કહેવતોમાં ઇતિહાસ D ૧૨૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141