Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 132
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાઈ ઓછી હોઈ એ હીણો ગણાતો. આથી વડોદરાના રાજ્ય માટે એક નિંદાસૂચક શબ્દ ‘બાબાશાઈ’ પ્રયોજાવા લાગ્યો; ખાસ કરીને આસપાસના બ્રિટિશ પ્રદેશોમાં પછીથી ધીરે ધીરે કોઈ પણ ઢંગધડા વગરની વસ્તુ-પરિસ્થિતિ કે વ્યક્તિ માટે પણ એ શબ્દ કહેવતસ્વરૂપે વપરાતો થયો. ઘરની ધોરાજી જૂના ગોંડલ રાજ્યનું ધોરાજી નગર મૂળ જૂનાગઢ નવાબનું હતું. નવાબ બહાદુરખાનના સમય દરમ્યાન વસંતરાય પુરબિયો નામનો એક માથાભારે-બળવાખોર સરદાર હતો. તેની પાસે આરબોની મોટી ભાડૂતી ફોજ રહેતી. તે નવાબને અવારનવાર આર્થિક મદદ પણ કરતો. આવી જ કોઈ મદદના બદલામાં નવાબ પાસેથી એમણે ધોરાજી, સુપેડા, ડુમીયાણી, નાની મારડ ને પીપળીયા મંડાવી લીધેલ. (ઈ.સ. ૧૭૪૫૪૬ દરમ્યાન). આ પછીથી રાજ્યની આંતરિક ખટપટ થતાં વસંતરાયે વિદ્રોહીઓને ટેકો આપેલ. પણ ત્યાં કુંભાજીએ નવાબને સહાય કરતાં વસંતરાય ભાગી માણશીઆ ખાંટ સાથે ઉપરકોટમાં જઈ ભરાયો. પણ ત્યાંથીય કુંભાજીએ તેને તગડી મૂકતાં નવાબે ખુશ થઈ ધોરાજી વગેરે પાંચ ગામો કુંભાજીને આપ્યાં (લગભગ ઈ.સ. ૧૭૪૭). આમ કુંભાજીએ નવાબની ધોરાજી ‘ધરની' અર્થાત્ પોતાની કરી. આ પછીથી ‘ઘરની ધોરાજી' લોકોક્તિ પ્રચલિત થઈ. અલબત્ત અત્યારે તે સાવ જુદા જ અર્થમાં પ્રયોજાય છે : ‘ઘરની ધોરાજી' અર્થાત્ મન ફાવે તેમ વર્તવું ! રળે રામપર ને ખાય ખોડુ હાલ વર્તમાન સુરેન્દ્રનગર જિલ્લાના આ (રામપર—ખોડુ) બન્ને ગામ જૂના વઢવાણનાં હતાં. આમાંનું રામપર આર્થિક રીતે સધ્ધર હતું; તો ખોડુ નિર્ધન. વળી રાજાશાહી દરમ્યાન ખોડુમાં લશ્કર રહેતું હોઈ તેની જાળવણીનો ખર્ચ રામપર ભોગવતું ! આમ રામપરની આવક-ઊપજ ખોડુ ખાઈ જતું ! કોઈની કમાણી કોઈ ભોગવે કે ખાય ત્યારે પ્રસ્તુત કહેવત વપરાય છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી ? અસમાન તુલના - સરખામણીના સંદર્ભે પ્રયોજાતી આ કહેવતનું મૂળ હિન્દી છે : કહાં રાજા ભોજ ઔર કહાં ગંગુ તૈલી ? પરંતુ મૂળમાંય આ કહેવત ખોટી છે. મૂળ આ પ્રમાણે છે ‘કહાં રાજા ભોજ ઔર કહાં ગાંગેય તૈલંગ ?' ગાંગેય ત્રિપુરા અને તૈલંગ તૈલંગણ જેવા સામાન્ય રાજ્યના રાજા હોવા છતાં બન્ને માળવાના મહારાજા ભોજના શત્રુ બનતાં પ્રસ્તુત ઉક્તિ પ્રચલિત બની ! બાઝવું હોય તો હાલ પાંચ પીપળા લોકોક્તિ સ્વરૂપે પ્રયોજાતી ઉક્ત ઉક્તિની પાછળ મધ્ય સૌરાષ્ટ્રના ઇતિહાસની મહત્ત્વની ઘટના સંકળાયેલી છે : વર્તમાન જેતપુર (જિ. રાજકોટ) તાલુકાના પાંચ પીપળા ગામ પાસે ઈ.સ. ૧૭૮૨માં જૂનાગઢના અમરજી દીવાન અને નવાનગર (જામનગર)ના દીવાન મેરુ ખવાસ વચ્ચે લડાઈ થયેલ. સૌરાષ્ટ્રની આ છેલ્લી મોટી લડાઈ ગણાય છે. આમાં અસંખ્ય માણસો કામ આવેલ, એ સમયનાં બે સબળ રાજ્યો લડવા (બાઝવા) માટે પાંચ પીપળાની સીમમાં આવેલ હોઈ પછીથી કોઈ વ્યક્તિ બાઝવા ઇચ્છતી હોય – ખરેખર બઝવું હોય તો-ના સંદર્ભે આ કહેવત પ્રયોજાય છે. - ચિત્તલના પાદર જેવું ભાવનગર દરબાર આતાભાઈ (વખતસિંહ ગોહિલ) અને સૌરાષ્ટ્રના કાઠી દરબારો વચ્ચે સંઘર્ષ રહ્યા કરતો. આથી કાઠીઓ એક થઈ ભાવનગરનો સામનો ક૨વા ચિત્તલ (જિ. અમરેલી) મુકામે પોતાના માણસો પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૧૨૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141