Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 130
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવતોમાં ઇતિહાસ ડૉ. હસમુખ વ્યાસ કહેવત ભાષાનું બળ-સામર્થ્ય છે. કોઈ પણ ભાષાની તે આંતર-શોભા છે. લોક” કે “જનસમાજમાં પ્રચલિત ઉક્તિને લોકોક્તિ કે “કહેવત' કહેવાય છે. કહેવત'ના મૂળમાં કહે-કહેવું છે. પરંતુ જે વ્યક્તિ તે કહેતી-બોલતી હોય છે તે (ઉક્તિ) તેની પોતાની હોતી નથી ! પણ “લોકોમાં આમ કહેવાય, છે” એવો તેનો કહોવાનો ભાવ રહ્યો હોય છે. કહેવત “કહે' - કહેવું” પરથી વ્યુત્પન્ન હોઈ તેનો “કહેવું - કહેણી' એવો અર્થ નીકળે છે. આ પંક્તિ-ઉક્તિ લોકપ્રચલિત હોય છે અને લોકપ્રચલિત કંઈ સરળતાથી થઈ શકતું નથી ! પરંપરાથી કહેવાતું હોય તેવું ઉપયોગી માર્ગદર્શક જ્ઞાનયુક્ત, અનુભવયુક્ત સંક્ષિપ્ત - સૂત્રાત્મક માર્મિક કથન તે કહેવત. થોડામાં ઘણું કહેવાની એનામાં શક્તિ હોય છે : દેખનમેં છોટી લગે પર ઘાવ કરે ગંભીર, તે અનુભવી વ્યક્તિ-લોકોનાં બોધરૂપ-દષ્ટાંતરૂપ કથનવચન-વાક્ય સ્વરૂપે હોય છે. કહેવત માટે સામાન્ય રીતે ચાર તત્ત્વોની આવશ્યકતા રહે છે : અલ્પશબ્દાત્મકતા; વ્યવહારિતા, ચમત્કૃતિ અને લોક-જન પસંદગી. આગળ કહ્યું તેમ તે જનસમાજમાં પ્રચલિત ઉક્તિ હોય છે, જે જનસમુદાયની પરંપરાગત ડહાપણ ને અનુભવવાણી ધરાવે છે. આથી જ તો દુલેરાય કાગાણી તેને “વંશપરંપરાથી લોકસંભાષણમાં ઊતરી આવેલાં અનુભવી વ્યક્તિઓનાં બોધરૂપ - દૃષ્ટાંતરૂપ વચનબાણો” કહે છે. આમ પરંપરાથી કહેવાતું ઉપયોગી માર્ગદર્શક જ્ઞાનયુક્ત, અનુભવજન્ય સંક્ષિપ્ત-સૂત્રાત્મક માર્મિક કથન તે કહેવત, અંગ્રેજીમાં પણ આ મતલબનાં કથન મળે છે : Proverbs are the daughters of Experience. - Dutch. Proverb is a short popular saying expressing well-known truth & fact. અધિકાંશ કહેવતોમાં દેશ અથવા જાતિવિશેષના સંક્ષિપ્ત અનુભવ-નિધિ સંગૃહીત હોઈ તેને “માનવજાતિનો અલિખિત કાનૂનસંગ્રહ' કહેલ છે. તેની અનુભવજન્ય સારગર્ભિતા, સંક્ષિપ્તતા, અણીદાર-વૈચિત્ર્ય, પ્રાસમેન ઇત્યાદિ તેને કાળજીથી બનાવે છે. સાંસારિક વ્યવહાર પટુતા અને સામાન્ય બુદ્ધિનું કહેવત જેવું નિરૂપણ અને નિદર્શન અન્યત્ર મળતાં નથી. હા, આમાં અભિવ્યક્ત થતું તથ્ય નિરપવાદ કે નિરપેક્ષ હોતું નથી. એટલું નહિ, એને એક-વ્યક્તિજન્ય તથ્ય - દૃષ્ટિકોણ માત્ર પણ ગણી શકાય. એવો પણ આ સંદર્ભે એક મત છે. તેનું સત્ય કે તથ્ય સાક્ષેપ ને સાપવાદ હોય છે. આથી તો કહેવાયું છે કે, Proverbs are moral universals, not logical universals. સામાન્ય વ્યવહારમાં પ્રયુત સંક્ષિપ્ત ને સારપૂર્ણ ઉક્તિ, નાનું વાક્ય પણ દીર્ઘ અનુભવનો સાર દેખાડતું હોય છે. લોકોક્તિઓમાં જે-તે સમય(યુગ)નું પ્રચલિત અને અનુભવજન્ય વ્યવહારજ્ઞાન સંકળાયેલ હોય છે. આથી જ તો Bacon કહે છે, The genius wit and spirit of a nation are discovered through its proverbs. અર્થાતુ કોઈ રાષ્ટ્રની પ્રતિભા, વિદગ્ધતા તેમજ તેનું આંતરદર્શન તેની કહેવતો દ્વારા થાય છે. લોકોક્તિ-કહેવત નીતિસાહિત્ય (Wisdom literature)નું પ્રમુખ અંગ મનાય છે, જે ગદ્ય-પદ્ય બન્નેમાં હોય છે. કહેવતોનું મૂળ કે પ્રાચીનતા કહેવતનું મૂળ કે તેની પ્રાચીનતા વિષે એટલું જ કહીએ કે માનવ બોલતો થયો અથવા તેની વાણી * ૧૫૮, વિશ્વકર્મા સોસાયટી, આદર્શ સ્કૂલ પાસે, ધોરાજી, જિ. રાજકોટ પથિક ઃ જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૨૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141