Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 133
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાથે એકઠા થયા. આની જાણ ભાવનગર થતાં વખતસિંહે તુરત જ મોટી ફોજ લઈ પહેલો ઘા રાણાનો કરતાં કાઠીઓની મોટી નુકસાની થઈ. બધા વેરવિખેર થઈ ગયા. ચિત્તલમાંથી બધાને હાંકી કાઢ્યા બાદ તેને (ચિત્તલને) પાડીને પાદર ઉજ્જડ કરી દીધું. ત્યારથી આ કહેવત પ્રચલિત થઈ. હાલ જ્યાં પણ મોટી તારાજી કે નુકસાની જોવા મળે ત્યારે એ પ્રયોજાય છે. અન્ને દ્વારકા ભીમોરા (તા. ચોટીલા) ખાચર દરબારોનું મહત્ત્વનું મથક હતું. અહીં નાનકડો કિલ્લો-ગઢ પણ હતો. કોઈ કારણસર તેના દરબાર નાની ખાચર ને જસદણ દરબાર ચેલા ખાચર વચ્ચે ટકરાવ થતાં ચેલા ખાચરે વડોદરાની સહાય લઈ ભીમોરા પર ચઢાઈ કરી. આ દરમ્યાન દ્વારકાની યાત્રાએ નીકળેલા રાજસ્થાનના સાત યાત્રાળુઓ અહીં રોકાયેલ, નાની ખાચરે “અહીં હવે યુદ્ધ-લડાઈ થવાની હોઈ આગળ જવા” તેઓને વિનંતી કરતાં યાત્રાળુઓએ ના કહી ને કહ્યું કે “હવે આ પરિસ્થિતિમાં - તમારા માથે મુશ્કેલી આવે છે ત્યારે – અમારાથી યાત્રાએ ન જવાય. આખરે તો હવે “અ દ્વારકા' અર્થાતુ અહીં જ દ્વારકા – અમારી યાત્રા આ જ ! આ પછીથી થયેલી લડાઈમાં નાની ખાચર સાથે એ સાતે યાત્રાળુઓ પણ કામ આવી ગયા. ભીમોરાના ગઢમાં આની ખાંભીઓ છે. સમય – લગભગ ઈ.સ. ૧૮૩૦ની આસપાસ.* દાવલથી દેદા ભલા, પટીને કીધાં પીર સુલતાન મહમૂદ બેગડાના એક સરદારનો પુત્ર મલેક લતીફ આમરણ (જિ. જામનગર)માં ફોજદાર તરીકે નિમાયો. એણે સ્થાનિક રાજપૂતોને દબાવી કડકાઈ કરેલ. તેના આ પગલાથી ખુશ થઈ મહમૂદ બેગડાએ તેને “દાવર મુલ્કીનો ઈલ્કાબ પણ આપેલ. પરંતુ ઈ.સ. ૧૫૦૯માં દેદા રાજપૂતોએ તેને મારી નાખતાં તેને ત્યાં (આમરણમાં) દફનાવાયો. આ પછીથી તે “દાવલ શા પીર' તરીકે લોકોમાં પૂજાવા લાગ્યો. હવેલી લેતાં ગુજરાત ખોઈ - ઈ.સ. ૧૭૯૫-૯૬ માં બાજીરાવ પેશવાએ પોતાના નાના (૧૦ વર્ષના) ભાઈ ચિમાજીને ગુજરાતના સુબેદાર તરીકે અને મરાઠા રીત પ્રમાણે એના નાયક તરીકે આખા શેલૂકરને મોકલ્યા. શેલૂકર વિલાસી ને ક્રૂર હતો. આંતરિક ખટપટના કારણે તે પેશવાની વિરુદ્ધ ગયો ને અમદાવાદની હકૂમત હાથમાં લઈ લેતાં ગોવિંદરાવે શિવરામ ગારદીને મોટી ફોજ-તોપ અને દારૂગોળો વગેરે આપી ટોલૂકર વિરુદ્ધ મોકલ્યો. અમદાવાદ ઘેરાઈ ગયું હોવા છતાં છેવટ સુધી નાચગાનમાં લીન શેલૂકરને છેવટે અમદાવાદ છોડવાની ફરજ પડી, પ્રજા ઉપર ગુજારેલા ત્રાસ અને દમનથી તે અપ્રિય થઈ પડ્યો હતો. આથી તેની હાર થતાં લોકોમાં પ્રસ્તુત ઉક્તિ પ્રચલિત થઈ. હવેલી અર્થાત અમદાવાદ લેવા જતાં સમગ્ર ગુજરાતની નાયબગીરી પણ ગઈ. મૂળ કહેવત આ પ્રમાણે છે : હાથમાં દડો બગલમાં મોઈ હવેલી લેતાં ગુજરાત ખોઈ. આ રીતની બીજી પણ કહેવતો મળે છે, જેને નોંધીએ : હળવદ લેતાં મોરબી ખોઈ. વાંકાનેર સરતાનજીએ નજીકના મોરબીમાં મુસ્લિમોના જોરને ન દબાવતાં પ્રથમ દૂરના હળવદને લેવા ઈચ્છા કરી અને એ પછી મોરબી જવાનું નક્કી કરેલું. પરંતુ ત્યાં જ ભૂજના ખેંગારજી જાડેજાએ મોરબી લઈ લીધું ! આમ જયારે પાસેનાંને પછી; પહેલાં દૂરનાને મેળવી લઈ લેવાની વાત આવે ત્યારે ઉકા કહેવત કહેવતોમાં ઈતિહાસ g ૧૨૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141