Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘પૂર્ણ ચંદ્રના જેવા ગુણથી આનંદદાયક, દામોદરના અંશ જેવા, પરાક્રમથી યશસ્વી થયેલા ભૂપતિઓના મુકુટમણિ એવા અર્જુનદેવે કામધેનુની જેમ પૃથ્વીને દોહીને ધન મેળવ્યું.' પાશુપત સંપ્રદાયના સ્થાપક, કાયાવરોહણમાં વસવાટ કરનાર લકુલીશના ચાર શિષ્યો કુશિક, ગાગ્યે, કૌરુષ અને મૈત્રેય થયા. ગાર્ગેય ગોત્રના અલંકાર સમા કાર્તિકરાશિ સ્થાનાધિપતિ (મઠાધિકારી) હતા. એમના અનુગામી વાલ્મીકિરાશિ હતા જે નિર્મલ ચિત્ત સમાન વિમલ પદન્યાસ વડે વાણીને અને તીર્થ પદવીને પાવન કરતા. તેમના શિષ્ય ત્રિપુરાંતક હતા, જેમની પ્રશસ્તિ સારંગદેવના સમયમાં કોતરાઈ. તરુણ વયે તેઓ સત્પુરુષોના ઉપદેશક નિમાયા હતા. હિમાલય, કેદાર, પ્રયાગ, નર્મદા, ગોદાવરી, ત્ર્યંબક, રામેશ્વર સુધી ત્રિપુરાંતકે યાત્રા કરી અને પશ્ચિમમાં પ્રભાસપાટણ આવ્યા હોવાનું તીર્થયાત્રા વર્ણનમાં જણાવાયું છે. ત્રિપુરાંતકે સોમનાથમાં પાંચ દેવળો બંધાવ્યાં, પાંચ મૂર્તિની પ્રતિષ્ઠા કરી. અને બે સ્તંભના આધારવાળું તોરણ રચાવ્યું. પોતે બંધાવેલાં મંદિરોની પૂજા અર્થે ત્રિપુરાન્તકે ઘણાં દાનો આપ્યાં. દેવોની શુદ્ધિ માટે કાવડ જળ નૈવેઘ અન્ન, પ્રતિમાસ ૮ દ્રમ્મ ચંદનકાઇ ખરીદવા આપવાનું નક્કી કર્યું. માળીઓના મંડળે પ્રતિદિન ૨૦૦ શ્વેત કમળ અને ૨૦૦૦ સુગંધિત કનેરનાં પુષ્પ આપવાના, ૨ મણક (૧૦ મણ) ચોખા, એક માણક (૫ મણ) મગ, ચાર કર્ષ ઘી અને તેલ, પાંચ સોપારી, ગુગળ, ૫૦ નાગરવેલનાં પાન, મંદિરને આપવાં. કોઠારીએ પશુપાલને પ્રતિદિન એક મણ ચોખા અને બે પલ્લિકા મગ, બે કર્ષ ધી આપવાં. મંદિરોની સેવા કરતા બટુકના પાલન માટે પ્રતિ માસ ૯ દ્રમ્સ અપાવ્યા. પૂજા અર્થે આવનાર પશુપાલને પ્રતિમાસ ૧૫ દ્રમ્ભ અપાવ્યા. મહાજનોએ ચૈત્ર અને ભાદ્રપદ પૂર્ણિમાના ઉત્સવ સમયે પવિત્રક અને વિસ્તરણ ક્રિયા માટે દરેક હાટમાંથી એક દ્રષ્મ આપ્યો. ત્રણ શુદ્ધ મનના વેપારીઓએ નિત્ય જાતેજ શ્રી સોમનાથ પ્રભુના ત્રણ રાજપાટિકામાં હાર, શ્રીફળ અને મુલાયમ વસ્ત્રોની જોડ શિવરાત્રિના ઉત્સવ સમયે આપવાં. પ્રશસ્તિનો રચયિતા બંધનો પુત્ર ધરણીધર હતો. પૂર્ણસિંહના પુત્ર મંત્રી વિક્રમે લેખ લખ્યો હતો. શિલ્પી પૂણસીહ નાહડના પુત્રે કોતર્યો હતો. લેખની મિતિ વિ.સં. ૧૩૪૩ ની માઘ શુદિ ૧૫ને સોમવારની છે. એ દિવસે ઈ.સ. ૧૨૮૭ ના જાન્યુઆરી માસની ૨૦ મી તારીખ આવે (An Indian Ephemeris, Vol. IV, p. 176). આમ સોમનાથ પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ પરથી ભારતનાં શૈવતીર્થોમાં સોમનાથનું શિવમંદિર અગ્રસ્થાને હોવાનું અને પ્રભાવશાળી તીર્થના પરિસરમાં પ્રસિદ્ધ પાશુપત આચાર્યોએ અનેક મંદિરો બનાવ્યા હોવાની સ્થાપત્યકીય માહિતી પ્રાપ્ત થાય છે. એ દૃષ્ટિએ શિલાલેખો ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના અધ્યયનની સામગ્રી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ૨. 3. ૪. પાદટીપ ૧. A Collection of Prakrit and Sanskrit Inscriptions, (CPSI.), Pub. The Bhavnagar Archaeological Dept., Bhavnagar, pp. 186 ff.; ગિ.વ. આચાર્ય, ‘ગુજરાતના ઐતિહાસિક લેખો', (ગુઐલ.) ભા.૨, મુંબઈ, નં. ૧૫૫ Epigraphia Indica, Vol. II, Calcutta, 1894, pp. 437 ff; ગુઐલે., ભા.૨, નં. ૧૬૩ CPSI., pp. 208 ff., ગુઐલે., ભા.૨, નં. ૨૦૪ Epigraphia Indica, Vol. 1, pp. 271 ff; ગુઐલે. ભા.૩, નં. ૨૨૨ પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ રૂ ૪૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141