________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગર વસાવ્યું અને ૧૫૬૮માં ત્યાંનું પ્રસિદ્ધ સેનેગૉગ બંધાવ્યું. એ ૧૬૬૪માં પોર્ટુગીઝ લોકોના હુમલા બાદ વલંદાઓની હૂંફ મળતાં ફરી બંધાયું અને ૧૭૬૨માં તેને નવો આકાર અપાયો."
| બ્રિટિશ સમયમાં યહૂદીઓને ધાર્મિક સ્વાતંત્ર્ય મળ્યું. તેઓ કરેલ પ્રદેશમાં સ્થિર થયા અને તેઓએ મલયાળમ તથા અંગ્રેજી ભાષા અપનાવી. આજે કોચીનના યહૂદીઓ જૂજ સંખ્યામાં છે. તેમાંના ઘણા ખરા વેપારીઓ છે. તેમણે પોતાના ધર્મને ટકાવી રાખી ભારતીય સંસ્કૃતિ સાથે એકતા સાધવાનો પ્રયાસ સતત જારી રાખ્યો છે.
ગુજરાતમાં યહૂદીઓ
ગુજરાત સાથે યહૂદીઓનો સંબંધ છેક મુઘલકાલમાં શરૂ થયો જણાય છે. ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માણસોને સુરત અને ભરૂચ બંદરો સાથે જે ગાઢ સંબંધ બંધાયો તેમાં યુરોપના અનેક યહૂદીઓનો પણ સમાવેશ થયેલો, જેની વિગતો સુરતના જૂના કબરસ્તાનમાં ત્યારના કેટલાક આરભિક યહૂદી વેપારીઓની કબરો અદ્યપર્યત સુરક્ષિત છે તેથી કહી શકાય. સુરતમાં પ્રાર્થનાલય હતું તે હાલ નામશેપ છે. એમાંનું તોરાહ કબરસ્તાનમાં શંકુ ઘાટની કબરમાં દાટેલું છે. કબરો પરના લેખ હિબ્રૂ ભાષામાં છે. હાલ એની જમીન વેચાઈ ગઈ છે, પણ ત્યાં યહૂદીને દાટવાનો હક અકબંધ રાખેલો છે.
મહારાષ્ટ્રમાં વસેલી બેને ઈસરાએલ કોમના માણસો ગુજરાતમાં લગભગ ૧૯મી સદીની શરૂઆતમાં આવેલા. તેઓમાંના ઘણા મુંબઈ ઈલાકાની લશ્કરી ટુકડીઓમાં નોકરી કરતા હતા. આથી અમદાવાદમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેઓનું જૂનું કબરસ્તાન આવેલું છે.
વડોદરામાં પણ શહેરની બહારના કૅન્ટોનમેન્ટ વિસ્તારમાં બેને ઈસરાએલ કોમનું કબરસ્તાન આવેલું છે. ૧૯૩૧ સુધી એનો વહીવટ ત્યાંના બ્રિટિશ રેસિડન્ટ કરતા. એ કબરસ્તાનમાંની સહુથી જૂની કબર ઈ.સ. ૧૮૧૫ની છે.
સુરતમાં આ કોમનું એક નાનું કબરસ્તાન આવેલું છે. ત્યાં બ્રિટિશ ટુકડીઓ છેક ૧૭૯૯ થી રખાતી હતી.
જૂના ડીસા (જિ. બનાસકાંઠા)થી લગભગ ૨.૫ કિ.મી.ના અંતરે આવેલા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પણ આ કોમનું કબરસ્તાન આવેલું છે. હાલ એ વિસ્તારમાં નવું ડીસા વસ્યું છે. ત્યાંની સહુથી જૂની કબર, એની ઉપરના મરાઠી લેખમાં જણાવ્યા મુજબ, ઈ.સ. ૧૮૮૬ ની છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ અને વઢવાણમાં તથા કચ્છમાં ભુજમાં પણ જૂનાં યહૂદી કબરસ્તાન છે.
બ્રિટિશ કાલ દરમ્યાન ગુજરાતમાં રાજકીય શાંતિ અને સલામતી સ્થપાતાં અને રેલવે વગેરેના વ્યવહારની સગવડ વધતાં ગુજરાતનાં શહેરો અને નગરોમાં બેન-ઈસરાએલોની વસ્તી વધતી રહી.
ગુજરાતમાં ઠેકઠેકાણે આછી સંખ્યામાં પથરાયેલાં યહૂદી કુટુંબોનું વડુ મથક અમદાવાદ છે. અહીં ડૉ. અબ્રાહામ બેન્જામીન એલકર નામે બેને ઈસરાએલ સિવિલ હોસ્પિટલમાં હાઉસ સર્જન નિમાતાં ૧૮૪૮માં આવી વસ્યા. ત્યારે આ શહેરમાં માત્ર ચાળીસેક બેન-ઈસરાએલ રહેતા હતા. અહીંની બેને-ઈસરાએલ વસ્તીમાં સંગઠનનાં પગરણ ડૉ. એલકરે માંડ્યાં. તેઓ હિબ્રૂ ભાષામાં નિષ્ણાત હતા ને ઘણા ધર્મનિષ્ઠ હતા. એમણે પોતાના મકાનમાં એક ખંડમાં સમૂહ પ્રાર્થના શરૂ કરી એટલું જ નહિ શાબાથ અને તહેવારોને દિવસે ધાર્મિક પ્રાર્થના તથા ક્રિયા પણ પોતે કરાવતા. એમણે પોતાનાં સગાંસંબંધીઓને તથા પોતાની કોમના અન્ય
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર [ ૮૦
For Private and Personal Use Only