________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદાર પટેલ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ
પ્રા. ડૉ. નીતા જે. પુરોહિત ભારતમાં વીસમી સદીનો પૂર્વાર્ધ એ રાષ્ટ્રીય ચળવળનાં વિકાસ અને લક્ષ્યની સિદ્ધિનો યુગ ગણવામાં આવે છે. સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે ભારતની રાષ્ટ્રીય ચળવળનો ઉદય અને વિકાસ મુખ્યત્વે બ્રિટિશ ભારતમાં થયા હતા. પરંતુ આ વિધાન ભૂલભરેલું છે કારણ કે જયારે પણ બ્રિટિશ ભારતમાં રાષ્ટ્રીય ચળવળ જર પકડતી ત્યારે તેની પડોશમાં આવેલાં દેશી રાજયોમાં તેના પડઘા પડ્યા વિના રહેતા નહીં.' ભારતમાં કુલ ૫૬૩ દેશી રાજ્યો આવેલાં હતાં તેમાંથી સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ ૧૪ સલામીવાળાં, ૧૭ બિનસલામીવાળા અને ૧૯૧ અન્ય તાલુકા અને પ્રદેશો મળી કુલ ૨૨૨ રાજ્યો આવેલાં હતાં.
વીસમી સદીના પૂર્વાર્ધમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર જેવા રાજયોને બાદ કરતાં અન્ય દેશી રાજયોમાં આપખુદ અને અત્યાચારી શાસન પ્રવર્તતું હતું. પ્રજાનું દમન થતું હતું અને શાસકોને સાર્વભૌમ બ્રિટિશ સત્તાનું પીઠબળ હોવાથી પ્રજાનો અવાજ રૂંધાઈ ગયો હતો. આ સમયે બ્રિટિશ ભારતના અન્ય પ્રદેશોની જેમ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ૧૯૨૦ પછી આઝાદીની લડત અંગે વ્યક્તિઓ અને સંસ્થાઓમાં વિશેષ જાગૃતિ આવી રહી હતી તેથી તેની અસર વ્યાપક બનવા લાગી હતી. જોકે શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં સંસ્થાઓ કરતાં વ્યક્તિઓનું કાર્ય મહત્ત્વનું રહ્યું હતું. પરંતુ પછીથી પ્રજાકીય સંસ્થાઓની સ્થાપના થતાં રાષ્ટ્રીય ચળવળમાં વેગ આવ્યો હતો. કેટલાંક દેશી રાજ્યોએ સમય પારખીને પ્રજા પ્રતિનિધિ સભાની રચના કરી હતી. પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ વડોદરા રાજયમાં ૧૯૧૬માં પ્રજા મંડળની, સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજયે ૧૯૧૭માં પ્રજા પ્રતિનિધિ સભાની* અને ૧૯૧૯માં જામનગર રાજયે સલાહકારી કાઉન્સિલની રચના કરી હતી. વળી ૧૯૨૩માં રાજકોટ રાજયે પ્રજા પ્રતિનિધિસભા સ્થાપી હતી.”
આમ ૧૯૨૦ની આસપાસ પ્રજાકીય સંસ્થાઓની સ્થાપના દ્વારા રાષ્ટ્રીય ચળવળમાં ગતિ આવી હતી. પરંતુ પ-૧૨-૧૯૨૦ના દિવસે રાજકોટમાં સમસ્ત સૌરાષ્ટ્રના પ્રશ્નોને વાચા આપવા અને પ્રજામાં જાગૃતિ લાવવા ‘કાઠિયાવાડ રાજકીય પરીષદ'ની સ્થાપના થઈ. અને જાણે કે સૌરાષ્ટ્રના નૂતન રાજકીય જીવનનું સોનેરી પ્રભાત ઊગ્યું. સૈકા જૂની તંદ્રા ત્યજીને તોતિંગ સૌરાષ્ટ્ર આળસ મરડીને બેઠા થવાનો જાણે નિર્ધાર કર્યો. આ સંસ્થાનો મુખ્ય હેતુ પ્રજામાં સ્વદેશાભિમાન ખીલવવાનો તથા તેમનમાં સંઘ શક્તિ જાગ્રત કરવાનો હતો. ગાંધીજીએ તેના કાર્ય અંગે સૂચવેલું કે તેણે રાજાઓના જુલમની સામે જાહેર મત કેળવવાનું કાર્ય પણ કરવું જોઈએ. 10
કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપનાને સૌરાષ્ટ્રના રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ ગણી શકાય કારણ કે પહેલીવાર સૌરાષ્ટ્રના સમસ્ત જીવનને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માટેની સંસ્થા રચાઈ અને નૂતન કાઠિયાવાડ’ વિચાર કરવામાં આવ્યો.'' આ પરિષદનું પ્રથમ અધિવેશન ૧૯૨૧માં રાજકોટમાં અને છેલ્લું અને સાતમું અધિવેશન ૧૯૪૬માં પ્રાંગધ્રામાં મળ્યું હતું. આમ આ પરિષદ તેના લગભગ ૨૫ વર્ષના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર રહી હતી. તેની એક બીજી વિશેષતા એ રહી કે તેને પ્રારંભથી જ રાષ્ટ્રીય કક્ષાના બે મહત્ત્વના નેતાઓ એવા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન મળતાં રહ્યાં હતાં. આ પરિષદના પ્રમુખોનાં નામ તપાસવાથી પણ જાણી શકાય છે કે આ પરિષદ કેટલી મહત્ત્વની હતી. ૧૯૨૧માં તેનું પ્રથમ અધિવેશન રાજકોટમાં મળ્યું ત્યારે તેના પ્રમુખ તરીકે
* અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ડી. કે. વી. કૉલેજ, જામનગર
સરદાર પટેલ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ 1 ૧૧૫
For Private and Personal Use Only