Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ.સ. ૬૧૪માં ઈરાનીઓએ અને ૬૩૬માં આરબોએ પૅલેસ્ટાઈન જીતી લીધું. જેરૂસાલેમ મુસ્લિમોનું ત્રીજું પવિત્ર નગર બન્યું. પછી થોડાં વર્ષે સેલ્યુકોનું શાસન પ્રવર્ત્યે. ધણા યહૂદીઓ તથા ખ્રિસ્તીઓને મુસ્લિમ બનાવવામાં આવ્યા. ઈ.સ. ૧૦૯૯માં ખ્રિસ્તી ક્રુઝેડરોએ આ પ્રદેશ કબજે કર્યો.૧૩ ૧૪મી સદીમાં ઈજિપ્તના મમણૂક સુલતાનોએ ક્રુઝેડરોના શાસનનો અંત આણ્યો. સોળમી સદીમાં ઑટોમાન તુર્કોનો વિજય થતાં પૅલેસ્ટાઈન તુર્ક સામ્રાજ્યનો ભાગ બન્યું. અને છેક ઈ.સ. ૧૯૧૭ સુધી તુર્કોનું શાસન ચાલ્યું. સ્પેનથી કાઢી મુકાયેલા ઘણા યહૂદીઓ તુર્ક સામ્રાજ્યમાં આશ્રય પામ્યા ને તેમાંના કેટલાક પૅલેસ્ટાઈન પાછા ફર્યા. ઈ.સ. ૧૭૦૦ પછી પૂર્વ યુરોપમાંથી ઘણા યહૂદીઓ અહીં આવી વસ્યાને ૧૯મી સદીના અંતમાં ત્યાં યહૂદીઓની વસ્તી બમણી થઈ. જે ઈશ્વરદત્ત પૅલેસ્ટાઈન હોય ને તેઓ ત્યાં ઠરીઠામ વસે તેવું ‘ઝાયોન’ આંદોલન આરંભાયું. હંગેરીનાથી ઓડૉર હર્ઝેલ નામે યહૂદીએ આ આંદોલનની આગેવાની લીધી હતી. ઈ.સ. ૧૮૯૭માં એની પહેલી પરિષદ સ્વિત્ઝર્લેન્ડમાં ભરાઈ હતી. સિયોન (કેઝાયોન) એ જેરૂસલેમનું એક નામ છે. ને રશિયામાંથી અહીં તેઓના દેશાંતર્ગમન થવા વાગ્યાં. પહેલાં વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૭માં બ્રિટન પૅલેસ્ટાઈન કબજે કર્યું. વિદેશમંત્રી બાલ્ફરે પૅલેસ્ટાઈનમાં યહુદીઓ વસે એ સિદ્ધાંત સ્વીકારવાન્નો ઢંઢેરો બહાર પાડ્યો. ઈ.સ. ૧૯૪૮ સુધીના અંગ્રેજ શાસન દરમ્યાન યહૂદીઓ આર્થિક અને રાજકીય રીતે આ પ્રદેશમાં મહત્ત્વનું સ્થાન પામ્યા. પરંતુ અરબોનો રાષ્ટ્રિયવાદ યહૂદીઓને હેરાન કરવા લાગ્યો ને બ્રિટિશ સરકાર પણ તેઓના પ્રવેશ સામે શ્વેતપત્ર (૧૯૩૯) દ્વારા પ્રતિબંધ મૂકવા લાગી. આ વિખવાદના ઉકેલ માટે અનેક યોજનાઓ સૂચવાઈ. આખરે યુનોએ પૅલેસ્ટાઈનને યહૂદી ઇસરાએલ અને આરબ જોર્ડન એવા બે દેશોમાં વિભક્ત કરવાનું ને વિવાદગ્રસ્ત જેરૂસલેમને આંતરરાષ્ટ્રિય સંકુલ નીચે અલગ રાખવાનું ઠરાવ્યું. (ઈ.સ. ૧૯૪૭). યહૂદીઓએ આ સમજૂતી સ્વીકારી લીધી ને ૧૪મી મે, ૧૯૪૮ ના રોજ ઈસરાએલનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. પડોશી અરબ રાજ્યોએ નવોદિત ઇસરાએલ પર આક્રમણ કર્યું, ઈસરાએલે એ કારમી કસોટીનો સબળ સામનો કર્યો. જેરૂસાલેમનો કેટલોક ભાગ ઈસરાએલની અને કેટલોક ભાગ જૉર્ડનની સત્તા નીચે ગયો. ૧૯૬૭ના છ દિવસના વિગ્રહમાં ઇસરાએલે મિસર, જૉર્ડન અને સીરિયાના કેટલાક મુલક કબજે કરી પોતાનો પ્રદેશ વિસ્તાર્યો ને બાકીના જેરૂસલેમ જીતી લઈ એ સમસ્ત નગરનું એકીકરણ કર્યું. ૧૯૭૩માં ઈસરાએલે સીરિયા તથા ઈજિપ્તના આક્રમણનો સબળ સામનો કર્યો. ઇસરાએલે એ બે દેશોના ૯ જીતેલા કેટલાક મુલક યુનોની ભલામણથી જતા કર્યા. ઈસરાએલમાં પ્રમુખશાહી પ્રજાસત્તાક તંત્ર છે ને એનું પાટનગર જેરૂસલેમ છે. ઇસરાએલ સતત પુરુષાર્થ દ્વારા સર્વ ક્ષેત્રોમાં અભ્યુદય સાધી રહ્યું છે ને ચોમેરથી યહૂદીઓ ત્યાં વસવાટ કરવા જઈ રહ્યા છે. ૧૯૪૮માં ત્યાં યહૂદીઓની વસ્તી સાડા છ લાખની હતી, તે ૧૯૭૧માં સાડા પચ્ચીસ લાખની થઈ; હાલ એ એના કરતાંય ઘણી વધી છે ને વર્ષ પ્રતિવર્ષ વધતી રહે છે.૧૪ ભારતમાં યહૂદીઓ : યહૂદી લોકો ભારત સાથે છેક ઈસવી સન પૂર્વેથી સંબંધ ધરાવતા. ભારત આવી વસેલા યહૂદીઓમાં સહુથી પ્રાચીન બે કોમો બેને-ઇસરાએલ (ઈસરાએલનાં સંતાનો) અને કોચીનમાં યહૂદીઓ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રજાનું ભારતમાં આગમન ક્યારે થયું તે અંગે જુદી જુદી અટકળો કરવામાં આવી છે. ઈ.પૂ. ૭૨૨માં એસિરિયનોએ પૅલેસ્ટાઈન જીતીને યહૂદીઓ પર ખૂબ અત્યાચાર ગુજાર્યાં. આથી કેટલાક યહૂદીઓ આશ્રયની શોધમાં ભારત આવ્યા હશે. બીજી એક સામાન્યતા એવી છે કે ઈ.પૂ. ૫૮૭માં ખાલ્ડિયન રાજા નેબુચેડનઝારે જેરૂસાલેમ જીતીને પવિત્ર મંદિરનો નાશ કર્યો, જેરૂસાલેમમાં યહૂદીઓને વસવાની મના કરી ત્યારે કેટલાક યહૂદીઓ છટકીને ભારત આવ્યા હોય કે રોમન સમ્રાટ નીરોના સેનાપતિ વેસ્પેસિયને જેરૂસાલેમ ઈ.સ. ૭૦ માં જીત્યું ત્યારે યહુદીઓ ભારત આવ્યા હોય.૫ ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર . ૦૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141