________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સાહી મંત્રીઓના પુરુષાર્થથી મુંબઈ, કોંકણ, દખ્ખણ, સિંધ અને બર્મામાંથી સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો ઇમારત ફંડમાં લગભગ ૩૦ હજારની રકમ એકઠી થઈ. શહેરની અંદર ખમાસા ચોકી પાસે બુખારા મહોલ્લામ પારસી અગિયારી સામે ૭૫૦ ચોરસવાર જમીન રૂ. ૧૮૦૪૧માં ખરીદવામાં આવી. ઈ.સ. ૧૯૩૩મ સેનેગૉગના મકાનની ખાતવિધિ થઈ. એની કોણશિલા ડૉ, શ્રીમતી આબિગાયેલબાઈ બેન્જામીન આયઝ ભોનકરના હસ્તે સ્થપાઈ. પ્રાર્થનાલયનું મકાન પૂરું થતાં એનું ઉદ્ઘાટન ઈ.સ. ૧૯૩૪ માં રજી સપ્ટેમ્બ થયું. ઇમારત બાંધવામાં અને એને સજાવવામાં રૂ. ૬૦,૦૦૦ થી વધુ ખર્ચ થયેલું.
આ પ્રાર્થનાલયનું નામ “માગેન અબ્રાહમ (અબ્રાહમની ઢાલ) રાખવામાં આવ્યું છે. આ નામ ડૉ. અબ્રાહમ એકરની સ્મૃતિ રહેલી છે; ઉપરાંત યહૂદી ધર્મશાસ્ત્રમાં ઈશ્વર યહૂદી પ્રજાના પ્રાચીન ભાવ: અબ્રાહમને કહે છે. ‘ગભરાતો મા. હું તારી ઢાલ છું.” એ પછી અહીં એનું નામ “અબ્રાહમની ઢાલ એવું રાખવામાં આવ્યું છે. કેવું દ્વિસંધાન ભાવ-સભર નામાભિધાન ! ઉદ્ઘાટન સમયે શાસ્ત્રવિધિ કરાવવા માટે મુંબઈના વયોવૃદ્ધ માનદ મેજિસ્ટ્રેટ પ્રો. ઈ. એમ. ઈઝીકલને તેડાવેલા.
- સેનેગૉગમાં સ્તંભો વિનાનો વિશાળ ખંડ છે. બાજુમાં કિંમતી વસ્તુઓનો કોઠાર, ટ્રસ્ટીઓનું કાર્યાલ અને હઝાન તથા અમાસ માટે રહેઠાણ પણ બંધાયાં છે.
૧૯૩૪ના ડિસેમ્બરમાં મુંબઈ ઈલાકાના ગવર્નર લોર્ડ બ્રેબોર્ન અમદાવાદ આવ્યા ત્યારે તેમણે આ પ્રાર્થનાલયની મુલાકાત લીધેલી ને અહીંની બેને ઈસરાએલ કોમના સભ્યોએ એમને માનપત્ર આપેલું. ગવર્નર સર રોગર લુવલીએ તથા વાઈસરોય લૉર્ડ વેવેલે પણ સેનેગૉગમાં આ કોમની મુલાકાત લીધી હતી.
અમદાવાદ, વડોદરા અને સુરત જેવા સ્થળોએ એવાં કેટલાંક અગ્રગણ્ય યહૂદી કુટુંબો થઈ ગયાં, જેમણે કોમની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો છે. વડોદરાના કોલસાના વેપારી અને કમિશન એજન્ટ શ્રી સોલોમન ગેરેશન અગરવારકરે પોતાના પૂરા ખર્ચે વડોદરામાં બેને ઈસરાએલ કબરસ્તાન કરાવ્યું છે. રાજકારણના ક્ષેત્રમાં પણ કેટલાક યહૂદીઓએ ફાળો આપેલો છે.
શ્રી જોસેફ સદીક સેમ્પલ (સ્ટેટ બેંક, અમદાવાદ) અહીંની વહૂદી કોમની ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ ધરાવતા ઉત્સાહી કાર્યકર છે. તેઓ “ઇન્ડિયન ઝીયોનિસ્ટ' (Zionist) ઑર્ગેનિઝેશન ઓફ બોમ્બે'ના અમદાવાદ ખાતેના પ્રતિનિધિ ને સંગઠક રહ્યા છે.
અમદાવાદ તથા સુરતમાં ઇન્ડો-ઈસરાએલ ફ્રેન્ડશિપ લીગ’ સ્થપાયું છે ને ગુજરાતમાં યહૂદીઓ તરફ તેમજ નવોદિત ઈસરાએલ રાષ્ટ્ર તરફ સદ્ભાવ પ્રવર્તે છે. ઈસરાએલમાં “ફંડરેશન ઑફ ઈન્ડિયન ન્યૂઝ છે. ગુજરાતમાં યહૂદીઓની સંખ્યા ૧૯૪૮માં લગભગ ૮૦૦ સુધી પહોંચેલી, પણ હવે ઘણા યહૂદીઓ નવોદિત ઈસરાએલ દેશમાં જઈ વસતા હોઈ એ સંખ્યા ઘટીને લગભગ ૨૫૦ જેટલી થઈ ગઈ છે. આ રીતે ગુજરાતમાં યહૂદીઓની સંખ્યા ઘટતી જશે તો સેનેગૉગ અને કબરસ્તાનની વ્યવસ્થા જારી રાખવાની સમસ્યા ઊભી થશે. ૨૩
ભારતમાં વિવિધ ધર્મ-સંપ્રદાયોની સ્થાપના સાથે તેઓના અનેક ધાર્મિક સ્થાપત્યોનું નિર્માણ થયેલું જોવા મળે છે. આ બધામાં યહૂદી પ્રજાનું ધાર્મિક સ્થાપત્ય “સેનેગૉગ' તરીકે ઓળખાય છે. જે તેની સ્થાપત્યકીય રચના પરત્વે વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. સેનેગોગની રચનામાં આગળ રવેશ તેની સંમુખ ભવ્ય પ્રવેશ દ્વાર મધ્યમાં વિશાળ પ્રાર્થના ખંડ, તેની વચ્ચે નાનો પ્રાર્થના-મંચ, પશ્ચિમ છેડે પવિત્ર હિબ્રુ બાઈબલ રાખવાનો મંચ તેમજ પ્રાર્થના ખંડમાં બેઠકોની ઉપર પીથિકાઓની રચના જોઈ શકાય છે. અંદરના ભવ્ય ખંડમાં પશ્ચિમ
ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર u ૮૨
For Private and Personal Use Only