________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦૩ માં મૃત્યુ પામતાં તેમની સ્મૃતિમાં મણિ મંદિર તરીકે ઓળખાતી ભવ્ય ઇમારતનું બાંધકામ કર્યું હતું. તેના પુત્ર લખધીરજીએ રૂપિયા બે લાખ વધારે ખર્ચીને તે પૂર્ણ કર્યું હતું. પછીથી તેની આસપાસની જગ્યામાં રાજ્યની બધી કચેરીઓ રાખી ભારતના ગવર્નર જનરલ અને વાઇસરૉય લૉર્ડ વિલિંગડન (૧૯૩૧ થી ૧૯૩૬)ને ખુશ કરવા આ ઇમારતનું નામ વિલિંગડન સેક્રેટરીએટ રાખવામાં આવ્યું હતું.
(૩૭) થી (૩૮) વુડ હાઉસ ગેઇટ - લૉઇડ ગેઇટ :
મોરબીના વાઘજી ઠાકોરે પેરિસના પ્રવાસ પછી તેના એફિલ ટાવરથી પ્રભાવિત થઈને મોરબીની મુખ્ય બજારમાં એક ગેઇટ (દરવાજા) બનાવી ત્યાં લોખંડનું ટાવર બંધાવ્યું હતું. તત્કાલીન બ્રિટિશ અમલદાર વુડ હાઉસને ખુશ કરવા તેનું નામ ‘વુડ હાઉસ ગેઇટ' રાખવામાં આવ્યું હતું. તેવી જ રીતે મોરબીના લખધીરજીએ ૧૯૩૫માં બ્રિટિશ અધિકારી લૉઇડના નામ ઉપરથી લૉઇડ ગેઇટ બંધાવ્યો હતો.૩૦ (૩૯) અને (૪૦) પર્સિવલ ફુવારો અને પર્સિવલ શાક માર્કેટ :
ભાવનગરના રાજવી તખતસિંહજીની સગીરાવસ્થા દરમ્યાન મુંબઈના ગવર્નરે ગગા ઓઝા અને મુંબઈ પ્રેસિડેન્સીના શોલાપુરના મદદનીશ કલેક્ટર મિ. એડવર્ડ હોમ પર્સિવલનો સંયુક્ત વહીવટ સ્થાપ્યો હતો.” સંયુક્ત વહીવટનો આ પ્રયોગ મુંબઈ પ્રાંતમાં સૌપ્રથમ હતો. પર્સિવલે કરેલાં કાર્યોને પ્રજાએ પણ બિરદાવ્યાં હતાં અને પછીથી રાજ્યે ભાવનગરમાં તેમની સ્મૃતિમાં પર્સિવલ ફુવારો અને પર્સિવલ શાક માર્કેટ બંધાવ્યાં હતાં. ૨
(૪૧) ગવર્નર બજાર :
ભાવનગરમાં રાધનપુરી બજાર જે ખૂબ સાંકડી હતી તેને પહોળી બનાવવા માટેનાં કેટલાંક સૂચનો મુંબઈના તત્કાલીન ગવર્નર સર સિમોર ફીટ્ઝરાલ્ડે કરેલાં. તેથી આ નવી પહોળી કરાયેલી બજારનું નામ તેમને ખુશ કરવા ‘ગવર્નર બજાર' રાખવામાં આવ્યું હતું. ૩૩ (૪૨) પૉર્ટ આલ્બર્ટ વિક્ટર :
રાણી વિક્ટોરિયાના પૌત્ર પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર (શહેનશાહ પંચમ જ્યૉર્જના વડીલ બંધુ અને ડ્યૂક ઑફ ક્લેરેન્સ) ૧૮૯૦માં હિન્દની મુલાકાતે આવ્યા ત્યારે ભાવનગર આવતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમની ભાવનગર રાજ્યની મુલાકાતની સ્મૃતિમાં રાજુલા ગામ પાસેના પીપાવાવ ગામની ખાડી ઉપર એક નવું બંદર ખોલવાનું અને તેનું નામ ‘પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર પૉર્ટ' રાખવાનું જાહેર કરાયું હતું. આ નવું પૉર્ટ બાંધવાની કામગીરી નિષ્ઠાપૂર્વક ખૂબ પરિશ્રમ લઈને રાજ્યના એન્જિનિયર રિચાર્ડ પ્રૉક્ટર સિમ્સે બજાવી હતી.
આ બંદરમાં આજે પણ એક ઘર છે, જ્યાં રહીને સિમ્સે બંદરના બાંધકામની દેખરેખ રાખી હતી. પછીથી ૩૧-૫-૧૯૦૦ના રોજ ૫૦ વર્ષની ઉંમરે સિમ્સનું ત્યાં જ અવસાન થતાં તેની સ્મૃતિમાં પૉર્ટ વિક્ટરમાં તેની કબર બંધાવી તેના ઉપર સ્મૃતિલેખ કોતરવામાં આવ્યો છે.૭૪ (૪૩) અને (૪૪) પીલ ગાર્ડન અને વિક્ટોરિયા પાર્ક :
જે. બી. પીલ મહારાજા તખતસિંહજી અને દીવાન શામળદાસ મહેતાના સારા મિત્ર હતા. તે ૧૮૭૪ થી ૧૮૭૮ દરમ્યાન સૌરાષ્ટ્રમાં પોલિટિકલ એજન્ટ રહ્યા હતા. તેમના નામ ઉપરથી ભાવનગરના મહારાજાએ ભાવનગરમાં પીલ ગાર્ડન (હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ક) નામનો બગીચો બનાવ્યો હતો.૫ તેવી જ રીતે મહારાજા ભાવસિંહજી બીજા(૧૮૯૬ થી ૧૯૧૯)ના સમયમાં વિક્ટોરિયા પાર્ક નામના અભયારણ્યનો વિકાસ કરવામાં આવ્યો હતો અને એ રીતે પર્યાવરણની જાળવણી કરવાના પ્રયત્નો કરાયા હતા તે પ્રશંસનીય હતા.
સૌરાષ્ટ્રમાં અંગ્રેજોનાં યાદગીરીરૂપ સ્મારકો
For Private and Personal Use Only
૯૪