Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાબદાર પરિબળો – નૈતિક અધઃપતન, પયંત્રો, આંતરિક વિખવાદો વગેરેનું આલેખન કર્યું છે. આ ગ્રંથના અંતિમ પ્રકરણમાં સરદેસાઈએ મરાઠાઓના પતન માટેનાં કારણોની સમીક્ષા કરી છે. સરદેસાઈ મરાઠા સત્તાના પતનમાં સંયોગ અને અજ્ઞાત પરિબળોએ ભાગ ભજવ્યો હોવાનું સ્વીકારે છે. દા.ત., મહારાષ્ટ્રના કટોકટીના સંજોગોમાં એના કાબેલ નેતાઓ શિવાજી, પેશ્વા બાજીરાવ પ્રથમ, માધવરાવ અને નાના ફડનવીસ વગેરેનાં અવસાન થયાં હતાં. ડૉ. મુખોપાધ્યાયના મતે આ ગ્રંથમાં સરદેસાઈ નિરૂપણ અને મૂલ્યાંકનની દષ્ટિએ સંભવતઃ સર્વશ્રેષ્ઠ છે. મરાઠાઓના નવીન ઇતિહાસની પ્રસ્તાવનામાં સરદેસાઈ કહે છે, “મેં આ ગ્રંથનું નામ “નવીન ઇતિહાસ રાખ્યું છે પરંતુ એ દ્વારા એ દાવો કરતો નથી કે આને નિર્ણયાત્મક અને પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે. મારો એ અભિપ્રાય નથી કે હું વિદ્વાન અથવા પ્રસિદ્ધ ઇતિહાસકાર છું. હું તો માત્ર એક ઉત્સુક કાર્યકર્તા છું.” ડૉ. જે. એન. સરકારને લખેલા એક પત્રમાં તે સ્પષ્ટ કહે છે, “હું અત્યાર સુધી એ વિચાર પર ચાલતો હતો કે મારે ચિત્રની સારી બાજુ રજૂ કરવી જોઈએ કેમકે પશ્ચિમના લેખકોએ ખરાબ બાજુ પર્યાપ્ત માત્રામાં રજૂ કરેલ છે. પરન્તુ હું મારા વિચારો વાચકો પર લાદ્યા વિના દસ્તાવેજોને એમની હકીકતો રજૂ કરવા દઈશ.” મરાઠાઓના નવીન ઇતિહાસના ભાગ ત્રણના આલેખન અને વિગતોમાં જદુનાથ સરકારે કરેલ સુધારાઓના કારણે એને એક માનક, પ્રમાણભૂત અને શ્રદ્ધય ગ્રંથનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આ બાબતનો સ્વીકાર કરતાં સરદેસાઈએ જદુનાથને તા. ૨૫-૪-૧૯૪૭ના રોજ લખેલ પત્રમાં જણાવ્યું હતું, “હું જ્યારે મારા ગ્રંથ માટે તમે ઉઠાવેલ જેહમતને જોઉં છું ત્યારે એ ગ્રંથ મારો હોવાનો દાવો કરતાં શરમ અનુભવું છું. તમે તમામ બાબતો પર ઝીણવટભર્યું ધ્યાન આપેલ છે. ... કરેલ સુધારાઓના કારણે લોકોની દૃષ્ટિમાં એ ગ્રંથનું મૂલ્ય બેશક 4491." ("When I see the immense labour you have bestowed upon this work of my history. I feel ashamed to claim it as my own. You have given minutest attention to all the parts of matter.... the improvements thus effected are sure to enhance the value of the work in public estimation.” - Gupta, p. 12). મરાઠા ઇતિહાસના આ ત્રણ ગ્રંથોમાં મરાઠા ઇતિહાસ સંબંધી થયેલા બધા સંશોધનના પરિણામોને સમાવી લઈ સરદેસાઈએ કરેલ નિરૂપણ નિઃસંદેહ પ્રશસ્ય છે. મરાઠા ઇતિહાસના મુખ્ય પ્રવાહો : ઇતિહાસના સંશોધન ક્ષેત્રમાં (મુગલ-મરાઠાયુગ) સરદેસાઈના સહપ્રવાસી અને પટણા યુનિવર્સિટીના ઇતિહાસના પ્રાધ્યાપક જદુનાથ સરકારના પ્રયત્નોના પરિણામે સરદેસાઈને પટણા યુનિવર્સિટીમાં મરાઠાઓના ઈતિહાસ પર વ્યાખ્યાનો આપવા માટે આમંત્રણ મળ્યું હતું. સરદેસાઈએ ૧૯૨૬માં પટણામાં મરાઠા ઇતિહાસના સમગ્ર ક્ષેત્રને આવરી લેતાં જે સાત વ્યાખ્યાનો આપ્યાં હતાં, તે પુસ્તક રૂપે ૧૯૪૯માં “Main Curents of Maratha History'ના નામે પ્રસિદ્ધ થયાં હતાં. સરદેસાઈએ આપેલ વ્યાખ્યાનોના વિષયો હતા - (૧) મહારાષ્ટ્ર ધર્મ - મરાઠાઓનો આદર્શ, (૨) મરાઠા ઇતિહાસનાં સાધનો, (૩) શિવાજીના ઉદ્દેશ્યો તથા ચોથ અને સરદેશમુખી, (૪) મરાઠા સત્તાનો વિસ્તાર, (૫) મુસ્લિમો સાથેનો સંઘર્ષ, (૬) નાના ફડનવીસ અને મહાદાજી વચ્ચેના સંબંધો, (૭) મરાઠાઓનું પતન. પ્રથમ વ્યાખ્યાનમાં સરદેસાઈએ મહારાષ્ટ્ર ધર્મની વિભાવનાને સ્પષ્ટ કરી છે તથા મુસ્લિમ સત્તાની વિરુદ્ધ વિદ્રોહ કરવા માટે મહારાષ્ટ્રને પ્રેરણા આપનાર પરિબળોની છણાવટ કરી છે. મરાઠાઓના પતન સંબંધી વ્યાખ્યાનમાં પતન માટેનાં જવાબદાર પરિબળોની ચર્ચા કરી છે. તેઓએ દઢતાપૂર્વક એ મત વ્યક્ત કર્યો કે તોપદળની ઉપેક્ષા કરી મરાઠાઓએ એક ગંભીર ભૂલ કરી હતી. મરાઠાઓના સ્વભાવ વિશે કહ્યું કે તેઓ અનુશાસનમાં રહેવાનું પસંદ કરતા ન હતા. સેનાનું નેતૃત્વ પૂર્ણતઃ એક વ્યક્તિના હાથમાં રહેતું ન હતું. ગોવિંદ સખારામ સરદેસાઈ 0 ૧૦૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141