________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોવિંદ સખારામ સરદેસાઈ
પ્રા. બી. એન. ગાંધી* હિંદમાં ઇતિહાસ પ્રત્યેની સભાનતા બ્રિટિશ સનદી અધિકારીઓ અને ઇતિહાસકારો દ્વારા રચિત હિંદના પૂર્વગ્રહયુક્ત ઇતિહાસ પ્રત્યેની પ્રતિક્રિયા તેમજ રાષ્ટ્રીય જાગૃતિના પરિણામે ઉદ્ભવી હતી. હિંદના વારસાને તથા એની અસ્મિતાની ભવ્યતાને ઉજાગર કરવાની ઉત્કંઠાના કારણે હિંદી ઇતિહાસકારો ઘણીવાર આત્મલક્ષી બન્યા હતા. ઇતિહાસ-લેખનની આ એક અનિવાર્ય મર્યાદા છે. ઇતિહાસકારનાં દૃષ્ટિબિંદુઓ સાંપ્રત રાજકીય પરિસ્થિતિઓ અને વિચારસરણીઓથી પ્રભાવિત થતાં હોય છે.
મરાઠાઓ હજુ પણ પોતાનાં સામ્રાજય અને ગૌરવપૂર્ણ દિવસને ભૂલ્યા ન હતા. મહારાષ્ટ્રના અનેક દેશભક્ત યુવાનોને રાજકીય સર્વોચ્ચતાને ગુમાવવાનું દુઃખ થયા કરતું હતું. મહારાષ્ટ્રના આવા વાતાવરણમાં ગોવિંદ સરદેસાઈનો જન્મ ૧૮૬૫માં રત્નાગિરિ જિલ્લાના હાસોલ ગામમાં એક માવળંકર પરિવારમાં થયો હતો. ગોવિંદે ૧૮૮૪માં રત્નાગિરિની હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ પૂના અને મુંબઈની કૉલેજોમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ૧૮૮૮માં બી.એ. પાસ કર્યા બાદ તે ૧૮૮૯માં વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાના અંગત ક્લાર્ક તરીકે વડોદરા રાજ્યની સેવામાં જોડાયા હતા. તેઓને વડોદરાના રાજકુમાર પ્રતાપસિંહને શિક્ષણ આપવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. મહારાજા સાથે દેશ અને વિદેશોમાં પ્રવાસ કરવાની તકો તેઓને ઉપલબ્ધ થઈ હતી. આના કારણે તે એક રાષ્ટ્રીય ઇતિહાસકાર બનવાની સજ્જતા પ્રાપ્ત કરી શક્યા હતા. મહારાજા સયાજીરાવની ઇચ્છા વિરુદ્ધ તે ૧૯૨૫માં વડોદરા રાજયની સેવામાંથી મુક્ત થયા બાદ મહારાજાએ તેઓને પ્રતિ માસ રૂ. ૨૩૭/- નું પેન્શન મંજૂર કર્યું હતું. ૧૯૨૭માં મહારાજાએ એક કંપનીમાં મુકેલ રૂ. ૫૦ લાખ ગુમાવ્યા હતા. આ માટે સરદેસાઈને દોષિત ગણી મહારાજાએ એમના પેન્શનમાં ૬0%નો કાપ મૂક્યો હતો. બાર વર્ષ પછી (૧૯૩૯) મહારાજા પ્રતાપસિંહે એ કાપ રદ કર્યો હતો (સરદેસાઈ, પૃ. ૧૩-૧૫). સયાજીરાવ સાથે મતભેદો ઊભા થયા હોવા છતાં સરદેસાઈએ એમના “ન્યૂ હિસ્ટ્રી ઑફ મરાઠાના ગ્રંથો તેઓને અર્પણ કર્યા હતા.
સરદેસાઈને ઇતિહાસકાર બનવું ન હતું તેમજ તેઓએ ઇતિહાસકાર બનવા માટેનું જરૂરી પ્રશિક્ષણ લીધું ન હોવા છતાં તે એક ઇતિહાસકાર બની ગયા, એ તથ્ય ઈતિહાસના વિલક્ષણ અકસ્માતોમાંનું એક છે. આથી કેટલાક તેઓને “A Historian by Accident) કહે છે. સરદેસાઈ વિશે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર એમના સમકાલીન જદુનાથ સરકારે કહ્યું હતું કે એમની વચ્ચેની ૪૪ વર્ષની મિત્રતા દરમિયાન સરદેસાઈની સહુથી વધુ કોઈ બાબતે એમને (સરકારને) પ્રભાવિત કરી હોય તો તે છે એમનો સત્ય માટેનો આગ્રહ. તેઓ કોઈ પણ પૂર્વગ્રહના બંધનમાં જકડાયેલ ન હતા. આ ઉપરાંત તેઓમાં અથાક પરિશ્રમ કરવાની ટેવ, બૌદ્ધિક સતર્કતા અને જર્મન વિદ્વત્તાની લાક્ષણિકતા પણ હતી. તેઓએ પ્રત્યેક માહિતી અને વિચારની નોંધ રાખવાની અને તેને ચીવટપૂર્વક ચોક્સાઈથી વિગતવાર પદ્ધતિસર ગોઠવવાની જર્મન ટેવ કેળવી (આત્મસાતુ) હતી. (ગુપ્તા, પૃ. ૧૩-૧૫). ૧૯૫૮માં ૯૩ વર્ષની આયુએ એમનું અવસાન થયું હતું.
વડોદરા રાજયની સેવામાંથી નિવૃત્ત થયા પછી લગભગ ત્રણ દાયકા સુધી તે ઈતિહાસ-લેખન ક્ષેત્રમાં સક્રિય રહ્યા હતા. તેઓએ મરાઠા ઇતિહાસમાંથી સંબંધિત ગ્રંથોની રચના અંગ્રેજી અને મરાઠીમાં કરી હતી તેમજ માહિતીનાં સાધનોના ગ્રંથોનું સંપાદન કર્યું હતું.
મહારાજા સયાજીરાવના સૂચનથી સરદેસાઈએ મેશ્યાવિલીના પ્રિન્સ'નો અને સિલીના “એક્સપાન્શન * ૧૫૧, પ્રભાકુંજ સોસાયટી, શ્રીમાળી વાડી પાસે, ગોધરા.
ગોવિંદ સખારામ સરદેસાઈ [ ૧૦૩
For Private and Personal Use Only