Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓ સેલ વેંગા વાડીમાં રાત રયનોરો; ઓ સેલ વેંગો તૂટ્યો તો દોંડ બેઠો રે; ઓ સેલ પાદર માગે, તો ચાળી દેહું રે. આદિવાસીઓને ઘણી વખત સરકારી અધિકારીઓ વેઠ કરાવતા. તેમના નસીબમાં રાતદિવસ ખેતર ખેડ્યા કરવાનું અને વેઠ કરવાનું લખાયું હોય ત્યાં હળવાશથી વાતો કરવાનો સમય જ ક્યાંથી હોય? નીચેના ગીતમાં યુવક યુવતીને મળવા બોલાવે છે, પણ યુવતી કહે છે કે મને તો સરકાર ઘાસ ભરવા, દળણું દળવા અને ડાંગર ખાંડવા બોલાવે છે. હું કેવી રીતે આવું ? સરકારની વેઠ કર્યા પછી તને મળવા આવીશ. સરકારી વેઠ” સરકારી ચાર્યા ભોરાં, હાદ છે મા જુવાન્યા; જાહું કામ સેલવાડી, લેઉંકા મા જુવાન્યા. સરકારી દોલણાં દોલાં, હાદ હે મા જુવાન્યા; જાણું કામા સેલવાડી, થેલંકા મા જુવાન્યા. સરકારી ભાતાં છડો, હાદ હે મા જુવાન્યા; જાહું કામાં સેલવાડી, વેડંકા મા જુવાન્યા. સરકારી ભાત ભરાં, હાદ છે મા જુવાન્યા; જાહુકા માં સેલવાડી, યેઉંકા મા જુવાન્યા. ઉપરોક્ત લોકગીતો સ્વયંસ્પષ્ટ છે અને તે આદિવાસીઓનાં સ્પંદનો આબેહૂબ રીતે વ્યક્ત કરે છે. સયાજીરાવ ગાયકવાડ અને આદિવાસીઓ : જુનવાણી અને પછાત આદિવાસી સમાજની જીવનશૈલીમાં હસ્તક્ષેપ કરીને આદિવાસીઓની પરિસ્થિતિ સધારનાર જો કોઈ હોય તો તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ઈ.સ. ૧૮૬૩-૧૯૩૯) હતા. તેઓ આકસ્મિક રીતે મહારાજા બન્યા તે પહેલાં નાસિક જિલ્લામાં આવેલા કવળાણે નામના ગામડામાં તેઓ ખેડૂતપુત્ર હતા. ખેડૂતો પ્રત્યે તેમને હમદર્દી હતી તેથી જ તેઓ ઈ.સ. ૧૮૮૨ બાદ વડોદરા રાજ્યનાં ગામડાઓની મુલાકાત લઈને લોકસંપર્ક કરતા. ઈ.સ. ૧૮૮૪માં તેમણે આ રીતે સોનગઢ અને વ્યારાની મુલાકાત લીધી અને આદિવાસીઓને મળ્યા. આદિવાસીઓની પરિસ્થિતિ ઘણી વિષમ હતી. આર્થિક અને સામાજિક દષ્ટિએ તેઓ અત્યંત પછાત હતા. તેથી સયાજીરાવે તેમની કેળવણી વિષયક અને સામાજિક પરિસ્થિતિ સુધારવા ઈ.સ. ૧૮૮૫માં સોનગઢમાં એક શાળા અને હોસ્ટેલ શરૂ કરી. તે સમયે આદિવાસીઓ “કાળી પરજ” (એટલે કાળી પ્રજા) તરીકે ઓળખાતા. તેમને માટેની હોસ્ટેલ “ઘાણકા વસ્તીગૃહ” તરીકે ઓળખાતી. ત્યારબાદ સયાજીરાવે વ્યારા જેવાં ગામડાંઓમાં શાળાઓ અને વસ્તીગૃહો સ્થાપ્યાં. તેમણે આદિવાસીઓને સુધરેલાં બિયારણો અને ખેતીનાં ઓજારો પૂરાં પાડ્યા. ઈ.સ. ૧૮૯૨માં તેમણે આદિવાસીઓનો ખાસ અભ્યાસ કરવા વડોદરા રાજ્યના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર પ્રેમાનંદ ધોળીદાસ પટેલની બદલી વ્યારામાં કરી. પ્રેમાનંદ પટેલ ત્યાં વર્ષો સુધી રહ્યા. તેના પરિણામસ્વરૂપ વડોદરા રાજ્ય તરફથી ઈ.સ. ૧૯૦૧માં “નવસારી પ્રાંતની કાળી પરજ' નામનો ગ્રંથ પ્રસિદ્ધ થયો હતો. સેંકડો વર્ષ જૂની પરંપરાઓમાંથી આદિવાસી સમાજનું પરિવર્તન કેવી રીતે થયું તે આ પ્રકારની ઘટનાઓ ઉપરથી સારી રીતે સમજી શકાય છે. અત્રે ખાસ યાદ રાખવું પડે તેમ છે કે જે કામ કવિ નર્મદ, દુર્ગારામ મહેતાજી અને મહિપતરામ રૂપરામ જેવા પ્રથમ પંક્તિના સમાજસુધારકો કરી શક્યા ન હતા તે કામ સયાજીરાવ ગાયકવાડે કરી બતાવ્યું હતું. કવિ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન : પરિબળો અને દિશાઓ, p૧૧૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141