Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય પરંપરામાં પુસ્તક ડૉ. થોમસ પરમાર* પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની સાધના થતી આવી છે. મોક્ષપ્રાપ્તિ માટે જણાવેલા ત્રણ માર્ગો–જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ–માં જ્ઞાનને જ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. હિંદુ પરંપરામાં ઊજવાતી ઋષિ પંચમી અને જૈન પરંપરામાં ઊજવાતી જ્ઞાનપંચમી જ્ઞાનની આરાધનાના સૂચક છે. જ્ઞાનની સાથે પુસ્તક સંકળાયેલું છે. પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. પ્રાચીન કાળમાં શ્રુતિ અને સ્મૃતિ દ્વારા જ્ઞાનપ્રદાનનું કાર્ય થતું. એ રીતે અનેક ગ્રંથો કંઠસ્થ કરવામાં આવતા. લખાણ માટેના સાધનો શોધાતાં એ ગ્રંથો લિપિબદ્ધ કરવામાં આવ્યા અને પુસ્તકો સાકાર સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યાં. પુસ્તકો લખવા માટે પથ્થર, તાડપત્ર, ભૂર્જપત્ર, કાપડ અને ધાતુનાં પતરાંનો ઉપયોગ થતો. લખાણ લખતા લહિયાનું શિલ્પ નાગાર્જુનકડામાંથી પ્રાપ્ત થયું છે. આ પ્રકારનું તે સૌથી પ્રાચીન શિલ્પ છે. બુદ્ધના જન્મ પછી તેમના જન્માક્ષર લખવાનો પ્રસંગ આ શિલ્પમાં કંડારેલો છે. લખાણ લખતી એક સ્ત્રીનું લાવણ્યમય શિલ્પ ખજૂરાહોમાં આવેલું છે, જે ઘણું જ પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતમાં લખાણ માટે તાડપત્રનો ઉપયોગ થતો જ્યારે ઉત્તર ભારતમાં ભૂર્જપત્રનો વપરાશ વિશેષ હતો. કેટલાંક ભારતીય દેવ-દેવીઓના હાથમાં પુસ્તક ધારણ કરેલું હોય છે. સરસ્વતીને જ્ઞાનની દેવી તરીકે હિંદુ, જૈન અને બૌદ્ધ પરંપરામાં સ્વીકારેલ છે. તેનાં વિવિધ નામો પૈકી વાગ્દવી નામ જાણીતું છે. જૈન ગ્રંથોમાં તેને મેધા તથા બુદ્ધિની દેવી અથવા શ્રુતદેવી તરીકે ઓળખાવી છે. તે જૈન આગમોની અધિષ્ઠાત્રી દેવી છે. જ્ઞાનની દેવી હોવાથી તેના એક હાથમાં પુસ્તક ધારણ કરેલું હોય છે. સરસ્વતીની સૌથી જૂની પ્રતિમા કુષાણકાલીન છે અને હાલ તે લખનૌના સંગ્રહસ્થાનમાં સુરક્ષિત છે. બ્રહ્માના એક હાથમાં પણ પુસ્તક ધારણ કરેલું જોવા મળે છે. એલિફન્ટામાં શિલ્પમાં આલેખિત બ્રહ્માના એક હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. શિવ યોગી, અભ્યાસી અને મોક્ષમાર્ગના સાચા તત્ત્વવિદ્ પણ મનાય છે. આ લક્ષણો વ્યક્ત કરતી શિવની પ્રતિમા દક્ષિણામૂર્તિ તરીકે ઓળખાય છે. શિવની આ પ્રકારની પ્રતિમામાં પણ પુસ્તક ધારણ કરેલું હોય છે. દક્ષિણામૂર્તિ સ્વરૂપ વિશે પોતાના ડમરુ દ્વારા પાણિનિને વ્યાકરણ શીખવ્યું હોવાની માન્યતા છે. ' દક્ષિણ ભારતના મંદિરોના મંડપમાં શિવની આ સ્વરૂપની પ્રતિમા મૂકવાનો રિવાજ છે. કાવેરીપાક્કમમાંથી મળી આવેલ પલ્લવ શૈલીમાં ઘડાયેલ શિવનું શિલ્પ દક્ષિણામૂર્તિ સ્વરૂપને વ્યક્ત કરે છે. આઠમી સદીના આ શિલ્પમાં શિવે ડાબા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે. નારાયણ સ્વરૂપ વિષ્ણુના હાથમાં પણ પુસ્તક દર્શાવવાની પરંપરા છે. આ પ્રકારનું પ્રાચીનતમ શિલ્પ (ગુપ્તશૈલી, પાંચમી સદી) દેવગઢમાંથી પ્રાપ્ત થયું ? છે. મધ્યકાલીન સૂર્યની પ્રતિમાઓમાં તેના અનુચર દંડના હાથમાં શાહીનો ખડિયો અને કલમ ધારણ કરેલ જોવા મળે છે. ગ્રંથોને વિદ્યાપીઠની દીવાલો પર કોતરવાની પ્રથા હતી. વિદ્યાપીઠોની ભીંત પર કોતરેલા આ ગ્રંથો દ્વારા વિદ્યાર્થીઓ આ ગ્રંથો પૂરતી પોતાની સ્મૃતિ તાજી કરી શકતા. ધારમાં રાજા ભોજ દ્વારા નિર્મિત ભોજશાલામાં પ્રાધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ नृत्तावसाने नटराजराजो ननाद ढक्कां नवपञ्चवारम् । उद्धर्तुकामः सनकादिसिद्धान् एतद् विमर्श शिवसूत्रजालम् ।। શિવના ડમરુમાંથી જે ૧૪ સૂત્રોનો નાદ ગુંજ્યો તેને “પોરે સૂવા' તરીકે ઓળખવામાં આવે છે. જેમકે, ૩[ I 2 | પોર્ ા છે ત્ | (આ શ્લોક જણાવવા માટે ડૉ. રવીન્દ્ર ખાંડવાલાનો આભાર) ભારતીય પરંપરામાં પુસ્તક [ ૩૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141