________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ
ડિૉ. ભારતી શેલત* ભારતના વિવિધ પ્રદેશોમાં ગુજરાત ઘણા પ્રાચીન કાલથી એક પ્રાદેશિક એકમ તરીકે નજરે પડે છે. ભૌગોલિક મર્યાદાઓને લઈને તેમજ એમાં વસેલી માનવ-જાતિઓની વિશિષ્ટતાઓને લઈને અને એમના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની વિશિષ્ટતાઓને લઈને ગુજરાતનો પ્રદેશ એ એક એકમ બન્યું છે. આથી ભારતના એક અંતર્ગત પ્રદેશ તરીકે રહેલા ગુજરાતના ઇતિહાસનું નિરૂપણ પ્રાદેશિક ઇતિહાસ તરીકે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાલ (ઈ.પૂ. ૩રર- ઈ.પૂ. ૧૮૫)ના આરંભથી શરૂ થાય છે. એના ઇતિહાસ આલેખનના સાધનોમાં પુરાવસ્તુકીય, લિખિત અને અભિલિખિત સામગ્રી પ્રમાણિત સ્વરૂપે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ૧૯મી સદીમાં ઉપલબ્ધ પ્રાચીન અભિલેખો ઉકેલાવા લાગ્યા અને પ્રસિદ્ધ થવા લાગ્યા ત્યારથી ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં એક મૌર્ય કાલ સુધીના ઇતિહાસ પર પ્રકાશ પડ્યો છે.
- અભિલેખો એટલે શિલા, ધાતુ, કાષ્ઠ, માટી જેવા પદાર્થો પર કોતરેલાં લખાણો. આ અભિલેખો તે તે સમયને લગતી વ્યક્તિઓ તથા ઘટનાઓ વિશેના સમકાલીન લખાણો હોઈ ઇતિહાસના સાધન તરીકે ઘણું મહત્ત્વ ધરાવે છે, અને તત્કાલીન ભાષા તેમજ તે સમયે પ્રચલિત લિપિમાં કોતરાયેલા હોવાથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિગતોની સંગીન સામગ્રી પૂરી પાડે છે.
વિવિધ પદાર્થો પરના અભિલેખોમાં શિલાલેખ ઘણા જાણીતા છે. આ શિલાલેખ સામાન્યતઃ શૈલ (મોટી શિલા), શિલાખંભ, શિલાયષ્ટિ (પથ્થરની ઊભી લાટ) કે શિલાફલક ઉપર કોતરવામાં આવે છે. આ શિલાલેખોમાં વિવિધ પ્રકારના વિષયોનું આલેખન કરેલું હોય છે; ઉ.ત. વાણિજિયક પ્રકારના લેખો, ધાર્મિક અનુશાસનો, સ્મારક લેખો, દાનશાસનો, પૂર્ણ નિર્માણના લેખો, પ્રશસ્તિઓ, પ્રતિમા લેખો, સિક્કા લેખો વગેરે.
પ્રશસ્તિ પ્રકારના લેખોમાં પરાક્રમ કે પરમાર્થની ઘટના નિમિત્ત હોય છે ને એ નિમિત્તે રાજાની તથા પરમાર્થ કાર્ય કરનાર વ્યક્તિની લાંબી રુચિર પ્રશસ્તિ રચવામાં આવે છે, જેનાં પ્રસિદ્ધ ઉદાહરણો મહાક્ષત્રપ દ્રદામા અને સ્કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખો, સમુદ્રગુપ્તનો અલાહાબાદ શિલાતંભ લેખ, કલિંગના રાજા ખારવેલનો હાથીગુંફા લેખ, યશોધર્માનો મંદસોર શિલાતંભલેખ, કુમારપાલનો વડનગર પ્રશસ્તિ લેખ, શ્રીધરની પ્રભાસપાટણની પ્રશસ્તિ, ડભોઈની વૈદ્યનાથ પ્રશસ્તિ, તેજપાલનો આબુ પ્રશસ્તિલેખ, નાનાકની કોડિનાર પ્રશસ્તિ વગેરે છે. સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ નીચે મુજબ છે : ૧. પ્રભાસ પાટણમાં ભદ્રકાળીના મંદિરમાં સોલંકી રાજા કુમારપાળના સમયનો શિલાલેખ, વલભી સંવત
૮૫૦ (ઈ.સ. ૧૧૬૯).
પ્રભાટ પાટણ (જિ. જૂનાગઢ)માં આવેલા ભદ્રકાલીના મંદિરના પ્રવેશ દ્વારની જમણી બાજુએ સ્થિત એક મોટી કાળી શિલા પર ૫૪ પંક્તિમાં કોતરેલો સંસ્કૃત લેખ છે.' એનું માપ ૭૦ સે.મી. x ૪૫ સે.મી. છે. લેખનો મુખ્ય વિષય સોલંકી રાજા કુમારપાલે (ઈ.સ. ૧૧૪૨ - ઈ.સ. ૧૧૭૨) પોતાના ધર્મગુરુ ભાવબૃહસ્પતિના ઉપદેશથી સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેને લગતો છે.
લેખના આરંભમાં શિવ અને વિઘ્નહર્તા ગણેશની તથા સરસ્વતીની સ્તુતિ કરવામાં આવી છે. * નિયામક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૪૦
For Private and Personal Use Only