Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 23
________________ ધ્યાનમાં નિરત પીઠ-મહાપીઠે વિચાર્યું કે, “કામ કરે એની કીર્તિ ગવાય. આપણી કોણ પ્રશંસા કરે ?' આવી માયા-મિથ્યાત્વથી યુક્ત એવી ઇર્ષ્યા કરીને અશુભ કર્મ બાંધ્યું. જેની અંતે આલોચના ન કરવાથી સ્ત્રી નામકર્મ ઉપાર્જન કર્યું. ચોદલાખ પૂર્વ સુધી નિરતિચાર સંયમનું પાલન કરી, અંતે પાદપોપગમન અનશન સ્વીકારી, સર્વાર્થસિદ્ધ નામનાં પાંચમાં અનુત્તરમાં દેવ થયાં. આ ૧૨ મો ભવ. ૧૩ માં ભવમાં આજ જંબૂદ્વીપમાં આજ ભરતક્ષેત્રમાં મધ્ય ખંડને વિશે...ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયા (૩ વર્ષ, ૮T/ માસ) બાકી હતાં, ત્યારે વજનાભ મુનિનો જીવ નાભિ કુલકરનાં રાણી મરૂદેવાની કુક્ષિએ પુત્ર તરીકે અવતર્યો. એ જ શ્રી ઋષભદેવ ભગવાન. યુગલ તરીકે એમની સાથે સુમંગલા દેવીનો જન્મ થયો. બાહુ અને સુબાહુ ભારત-બાહુબલી બન્યાં, અને પીઠ-મહાપીઠ બ્રાહી-સુંદરી તરીકે અવતર્યા. ભગવાન ઋષભદેવનું ગૃહસ્થ કર્તવ્ય નામસ્થાપના મરૂદેવા માતાએ ચૌદ સ્વપ્નામાં પહેલું સપનું “ઋષભ' બળદ જોયું હતું, અને ભગવાનનાં જમણાં ઉરુપ્રદેશ પર પણ “ઋષભનું ચિહ્ન હતું. (કારણ કે ભગવાનનું લાંછન “ઋષભ” હતું. દરેક તીર્થકરોનું લાંછન એમની જમણી જાંઘે ચિત્રાયેલું હોય છે. એ જગ્યાએ વાળની રૂંવાટીઓની રચના દ્વારા ચિત્ર ઉપસેલું હોય છે.) માટે ભગવાનનું નામ શુભદિવસે “ઋષભદેવ” સ્થાપિત કરાયું. યુગલિક રૂપે જન્મેલ સ્ત્રી બાળકનું નામ “સુમંગલા' સ્થાપવામાં આવ્યું. ૫૬ દિકકુમારિકાઓ અને ૬૪ ઇન્દ્રોએ જન્મોત્સવ કર્યો. | વંશસ્થાપના : પ્રભુનો જન્મ થયાને એક વર્ષ પસાર થવા આવ્યું. એટલે સૌધર્મેન્દ્ર વંશ-સ્થાપન કરવા નીચે આવ્યાં. એ વખતે વંશપરંપરા ન હતી. યુગલિક-ધર્મ હતો. એમાં વંશપરંપરાની જરૂર પણ ન હતી. આયુષ્યનો અમુક સમય બાકી રહે ત્યારે યુગલ નર-નારી દ્વારા એક યુગલ નર-નારીનો જન્મ થતો. એ યુગલ ઉંમરલાયક થતાં પતિ-પત્નીનો વ્યવહાર કરતું. બીજા યુગલ તરફ આકર્ષણ કોઇને થતું નહીં. બધાં પરસ્પર યુગલો એક બીજાથી સંતુષ્ટ રહેતાં. તેમની બધી જરૂરિયાતો રોટી-કપડાં-મકાન..કલ્પવૃક્ષો પૂરી કરતાં. એમની વચ્ચે કલહ-કંકાસ થતાં નહીં. વધુ કષાય તેઓ કરતાં નહીં. ૮_ * જૈન તીર્થકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126