Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 90
________________ વિવાહ ઃ ભગવાનના માતા-પિતાના આગ્રહથી ભાઇ કૃષ્ણની આઠ પટરાણીઓએ ભગવાનને લગ્નની હા પાડવા જળક્રીડા દ્વારા મનાવવાની કોશિશ કરી. ચાલુ ચોમાસામાં જ ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે વિવાહ લેવાયા. શ્રાવણ સુદ-૬, પ્રભુ વિવાહ માટે નીકળ્યા. ત્યાં રસ્તામાં હરણ વગેરે પશુઓને આદ કરતો જોયા. “આ મારા વિવાહના ભોજનમાં ભક્ષ્ય બનવાના છે.” આવું સારથી પાસેથી જાણી પ્રભુ ત્યાંથી જ પાછા ફર્યા. ભગવાને બધાને સમજાવી લીધા અને વાર્ષિક દાન દીધું. દીક્ષા : અંતે બીજા વર્ષે શ્રાવણ સુદ-૬ને દિને ઉત્તરકુરુ નામની શિબિકામાં બેસી ભગવાને સહસ્ત્રાપ્રવન-સહસાવનમાં આવી ચિત્રા નક્ષત્રમાં છઠ્ઠ તપ કરી ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. બીજે દિવસે વરદત્ત નામનાં બ્રાહ્મણને ત્યાં ખીરથી પારણું કર્યું. કેવલજ્ઞાન : ભગવાનની દીક્ષા પછી રથનેમિએ રાજીમતીને વિવાહ માટે પ્રસ્તાવ મૂક્યો. એમણે વાત નકારી કાઢી તથા સતીની જેમ જીવન વિતાવવા લાગી. અંતે, પ૪ દિવસ છબસ્થાવસ્થામાં વીતાવી ભગવાન ગિરનારસહસાવનમાં વેતસવૃક્ષ નીચે અઠ્ઠમ તપ કરી ઊભાં રહ્યાં. આસો વદ-0)) [ભાદરવા વદ-0))]નાં દિને ચિત્રા નક્ષત્રમાં ભગવાનને કેવલજ્ઞાન થયું. તીર્થસ્થાપના થઇ. રાજીમતી-રથનેમિએ સંયમ લીધું. કૃષ્ણ નરેશ ભગવાનની પાસે સમ્યકત્વ પામ્યાં. ધનદેવ-ધનદત્ત-બે ભાઇઓ તથા વિમળબોધ નામનાં મંત્રીના જીવો રાજા થયા હતા. તેઓ પણ અહીં ગણધરો બન્યાં. ગોમેધ યક્ષ, અંબિકા યક્ષિણી થયાં. રાજીમતી-રથનેમિ : અહીં ભગવાનને અન્યદા વંદન કરી રાજીમતી પાછાં ફરતા હતા ત્યારે વરસાદ થયો. વસ્ત્રો ભીંજાયાં. એક ગુફામાં તેઓ ગયા. વસ્ત્રો અળગા કર્યા. ત્યાં રથનેમિ મુનિ ધ્યાન કરતા હતા. તેઓ વસ્ત્રરહિત કાયા જોઇ મોહાયાં. ભોગની પ્રાર્થના કરવા લાગ્યા. રાજીમતીએ તુર્ત શરીર વસ્ત્રાવૃત કર્યું અને મીઠાં અને તીખા વચનોથી એમને સંયમમાં સ્થિર કર્યા. અંતે પ્રભુ પાસે આલોચના કરી પ્રાયશ્ચિત્ત સ્વીકારી મોક્ષમાં ગયાં. શ્રી કૃષ્ણનો વૃત્તાંતઃ ભગવાનના ૧૮૦૦૦ સાધુઓને વાસુદેવ કૃષ્ણ વિધિથી વંદન કર્યા. તેથી ૪ નારકનાં દુઃખ ઘટાડી ૩ નારક સુધી રાખ્યા. - ૭૧ જૈન તીર્થકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126