Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 98
________________ વિશાખભૂતિ યુવરાજ. રાજપુત્ર વિશાખનંદી અને યુવરાજ પુત્ર તરીકે પ્રભુ અવતર્યા. નામ પડ્યું વિશ્વભૂતિ. રાજાના પુત્રને વધુ હકો મળતાં. પોતે સમર્થ હોવા છતાં પણ પાછા પડવું પડતું. એકવાર રાજપુત્ર દ્વારા એમનું ઘોર અપમાન થયું. આથી, ઝઘડવાને બદલે એમણે દીક્ષા લીધી. દીક્ષા લઇને મા ખમણના પારણે માસખમણ કરી શરીર ક્ષીણ બનાવી દીધું. મથુરામાં ગોચરી ગયા હતા, ત્યારે ગાયનો ધક્કો વાગવાથી નીચે પડ્યા. ત્યારે મથુરામાં કાર્યપ્રસંગે આવેલા વિશાખનંદીએ મશ્કરી કરી. ક્રોધથી મુનિએ ગાયને ઊંચકી આકાશમાં ફંગોળી. નીચે પડતાં પાછી ઝીલી બતાવી. વિશાખનંદી તો ભાગ્યો પણ મુનિ આવેશમાં નિયાણું કરી બેઠા કે હું વિશાખનંદીને મારનારો થાઉં. અને પ્રાયશ્ચિત્ત વિના જ કાળ પામ્યા. ૧૭) મા ભવમાં મહાશુક્ર-છઠ્ઠા દેવલોકમાં દેવ બન્યા. ૧૮) મા ભવમાં આ અવસર્પિણીના પ્રથમ વાસુદેવ શ્રી ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. અથગ્રીવ નામના પ્રતિવાસુદેવનો નાશ કરી ત્રણ ખંડનું સામ્રાજય મેળવ્યું. શ્રેયાંસનાથ ભગવાન પાસે સમ્યકત્વ દ્રઢ કર્યું. પરંતુ ઘોર હિંસક પ્રવૃત્તિઓ તથા વિષયભોગની પ્રવૃત્તિઓ દ્વારા, તથા શવ્યાપાલકનાં કાનમાં નજીવી ભૂલનાં બદલામાં ધગધગતાં સીસાનો રસ નંખાવ્યો, સિંહને જીવતો ચીરી નાખ્યો, અણગમતી રાણીની ઉપેક્ષા કરી ખૂબ રીબાવી, આવાં ભયંકર દુષ્કર્મો કરીને ૧૯) મા ભવે ૭મી નરકમાં ગયા. (આ જૈનદર્શનની નિષ્પક્ષપાતિતાનો નમૂનો છે કે એના તીર્થકર નરકમાં ગયા હતા. એ હકીકતને એણે જગત સમક્ષ મૂકી છે.) ૨૦) મા ભવે સિંહ બની. ૨૧) મા ભવે ૪ થી નરકમાં ગયા. (આ ભવ પછી અનેક નાનામોટા ભવોમાં ગયા જે ગણાયા નથી.). ૨૨) મા ભવમાં પ્રભુ સામાન્ય મનુષ્ય થયા. આ ભવમાં ક્યાં હતાનામ શું હતું વગેરે ઉલ્લેખ મળતો નથી. (દીગંબર સંપ્રદાય મુજબ રથનુપુર નગરમાં પ્રિય મિત્ર રાજાની વિમલા રાણીની કૂખમાંથી વિમલ નામે રાજકુમાર થયા. તેમણે છેલ્લે દીક્ષા સ્વીકારી.) ૨૩) મા ભવે પશ્ચિમ મહાવિદેહમાં મૂકી નગરીમાં ધનંજય રાજાધારિણી રાણીને ત્યાં પ્રિયમિત્ર પુત્ર તરીકે જનમ્યાં. તેઓ ચક્રવર્તી થયા અને પરમનું પાવન સ્મરણ ૭૯ 6

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126