Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 99
________________ દીક્ષા લીધી. ૨૪) મા ભવે સાતમા દેવલોકે દેવ થયાં. ૨૫) મા ભવે નંદન રાજા થયાં. પચીશ લાખ વર્ષમાંથી ૨૪ લાખ વર્ષ સંસારમાં વીત્યાં. ૧ લાખ વર્ષ સંયમ પાળ્યું. માસક્ષમણનાં પારણે માસક્ષમણ કર્યું. ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ કર્યા. ૩૩૩૩ વર્ષ ૩ માસ ૧૯ દિવસનો પારણાકાળ હતો. વિશમાંથી અમુક સ્થાનકોની આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. અંતે બે માસનું અનશન કરી. ૨૬) મા ભવે ૧૦ મા પ્રાણત નામે દેવલોકમાં પુષ્પોત્તરપ્રવરપુંડરિક વિમાનમાં ૨૦ સાગરોપમનાં આયુવાળા દેવ થયા. જન્મ : મહાન ગણરાજ્ય વૈશાલી નગરીની પશ્ચિમે એકબીજાની પૂર્વ પશ્ચિમદિશામાં બ્રાહ્મણકુંડ ગ્રામ અને ક્ષત્રિયકુંડ ગ્રામ આવેલાં છે. તેમાં બ્રાહ્મણકુંડગ્રામનો મુખ્ય બ્રાહ્મણ ઋષભદત્ત-બ્રાહ્મણી દેવાનંદા. તેની કુક્ષિમાં ચૌદ સપનાં પૂર્વક અષાઢ સુદ-૬ના દિવસે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં પ્રભુનું અવન થયું. પરંતુ ઇન્દ્રનું સિંહાસન કંપ્યું નહીં. બરાબર ૮૨ દિવસ પછી આખા દક્ષિણાર્ધ ભરતક્ષેત્રને જ્ઞાનમાં નિહાળતા શક્રેન્દ્ર જોયું કે પ્રભુ ત્યાં અવતર્યા છે. તેણે નમુત્થણંથી સ્તુતિ કરી, હરિણેગમેષી દેવને આજ્ઞા કરી અને મરીચિના ભવમાં કુળમદ કરી બાંધેલા નીચગોત્ર કર્મને કારણે અયોગ્ય કુલમાં અવતરેલા પ્રભુને યોગ્ય સ્થાને મૂકવા ક્ષત્રિયકુંડગ્રામ નગરનાં સિદ્ધાર્થ રાજા-ત્રિશલા રાણીની કુક્ષિમાં જે બાળકીનો ગર્ભ હતો તેને તથા દેવાનંદાનો ભગવાનનો ગર્ભ પરસ્પર એકબીજામાં સંક્રમિત કરાવ્યો. આસો વદ-૧૩ (ભાદરવા વદ-૧૩)ની રાતે પ્રભુરૂપ ગર્ભનું સંકરણ થયું, ત્યારે દેવાનંદાએ ૧૪ સુપના મુખમાંથી નીકળતાં જોયાં, અને ત્રિશલાદેવીએ ૧૪ સુપના મુખમાં ઉતરતા જોયાં. સાત મહિના પસાર થયાં. અને પ્રભુ માતાને કષ્ટ ન પડે માટે ગર્ભમાં સ્થિર થયા. પછી અવધિજ્ઞાનથી જોયું તો ખ્યાલ આવ્યો. કે “મારો ગર્ભ પડી ગયો.” એવું વિચારીને ઉલટું માતા વિલાપ કરે છે, તેથી ભગવાને આંગળી સહજ હલાવી, માતાને વળી પ્રસન્ન કરી. આ વખતે ભગવાને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી માતા-પિતા જીવે છે. ત્યાં સુધી મારે દીક્ષા ન લેવી. ગર્ભકાળ સમાપ્ત થતાં, ચૈત્ર સુદ-૧૩ના મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્ગની ૮૦ % જૈન તીર્થંકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126