Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 97
________________ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી પૂર્વભવો પ્રભુવીરનાં સમગ્ર જીવન-કવનને વિસ્તારથી જાણવું-માણવું હોય, તો આખું નવું જ પુસ્તક લખવું પડે. “અહીં' અતિ સંક્ષેપથી તેમના જીવનને જાણીશું. પ્રભુવીરના ૨૬ પૂર્વભવો હતા. ૧) જંબુદ્વીપ-પશ્ચિમ મહાવિદેહ : મહાવપ્ર વિજય-જયંતી નગરી. તે નગરીના એક ગામનો મુખી નયસાર હતો. રાજાના આદેશથી લાકડા કાપવા જંગલમાં ગયો હતો. મધ્યાહ્ન સમયે ભોજન પહેલા અતિથિને શોધવા નીકળેલા તેણે ભૂલા પડેલા સાધુ ભગવંતોને ગોચરી વહોરાવી, રસ્તો બતાવવા ગયો. મુનિએ પણ તેને મોક્ષનો માર્ગ બતાવ્યો. ત્યાં સમ્યકત્વ મળ્યું. ૨) સૌધર્મ દેવલોકમાં ૧ પલ્યોપમનાં આયુષ્યવાળાં દેવતા થયાં. ૩) ઋષભદેવ પ્રભુનાં પુત્ર ભરત ચક્રવર્તીનાં પુત્ર મરીચિ થયાં. ભગવાનની દેશના સાંભળી સંયમ લીધું. પરંતુ સંયમના કષ્ટોથી થાકી ગયા. આખરે નવો પંથ સ્થાપ્યો, જે પાછળથી ત્રિદંડી પંથ તરીકે પ્રચલિત થયો. આમ, તેમણે ઉન્માર્ગનું પ્રવર્તન કર્યું. કપિલ નામના દુરાગ્રહી રાજકુમાર પાસે તેને શિષ્ય બનાવવા ઉત્સુત્રનું ભાષણ કર્યું. (સાંખ્યદર્શનના આદ્ય કપિલ મુનિ તે આજ કપિલ ત્રિદંડી હતાં એમ ક્યાંક વાત આવે છે). તેમજ કુળનો મદ કર્યો. આથી ઘણો સંસાર વધારી દીધો. ૪) થા ભવથી માંડી ૧૫મા ભવ સુધી અનુક્રમે એક ભવ ત્રિદંડીનો અને બીજો ભવ દેવનો થયો. તે આ પ્રમાણે-પમા દેવલોકમાં દેવ-કૌશિક નામે બ્રાહ્મણ-ત્રિદંડી (આ ભવ પછી અનેક ભવો થયાં, જે ૨૭ ભવોમાં ગણતરીમાં નથી લેવાયાં) વિપ્ર નામે ત્રિદંડી-૧લા દેવલોકમાં-અગ્નિદ્યોત નામે ત્રિદંડીરજા દેવલોકમાં-અગ્નિભૂતિ નામે ત્રિદંડી-૩જા દેવલોકમાં-ભારદ્વાજ નામે ત્રિદંડીચોથા દેવલોકમાં....(આ ભવ પછી પણ અનેક ભવો થયાં, જે ગણતરીમાં નથી લેવાયાં). સ્થાવર નામે ત્રિદંડી-૫મા દેવલોકમાં. ૧૬) મા ભવમાં રાજગૃહનગરમાં વિશ્વનંદી રાજા. તેનો ભાઇ ( ૭૮_ જેન તીર્થકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126