Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 95
________________ લોકોને પૂજાની સામગ્રી લઇને બહાર જતા જોયાં. એટલે હાજર સેવકોને પૂછતાં ખબર પડી, કે નગરની બહાર કમઠ નામનો તાપસ પંચાગ્નિ તપ કરે છે. તેની પૂજા માટે લોકો જાય છે. ભગવાન પણ કૌતુકવશ ત્યાં ગયા. પાંચ તાપણાની વચ્ચે કમઠને બેઠેલો જોયો. ત્યાં તો અવધિજ્ઞાનથી ભગવાને એક તાપણાના લાકડાંની વચ્ચે સાપ બળતો દીઠો. ભગવાને કમઠને દયાધર્મ સમજાવ્યો તો તે સામી વ્યર્થ દલીલો કરવા લાગ્યો. આખરે પ્રભુએ સેવકો વડે લાકડું ફડાવ્યું કે લાંબો કાં'ક બળેલો સાપ નીકળ્યો. નાગની દ્રષ્ટિ ભગવાનના મુખ પર બંધાઈ ગઈ. સેવકોએ નવકાર સંભળાવ્યો અને નાગ મૃત્યુ પામીને ધરણેન્દ્ર નામે ભવનપતિ નાગકુમારની નિકાયના ઇન્દ્ર થયા. કમઠ અનશન કરી ભવનપતિ દેવોની મેઘકુમારની નિકાયમાં મેઘમાળી નામે સાદો દેવ થયો. દીક્ષા : રાજ્યનો સ્વીકાર કર્યા વિના જ પ્રભુ એકદા પ્રભાવતી દેવી સાથે બાહ્ય ઉદ્યાનમાં વિહાર માટે પધાર્યા. ત્યાં તેમનાથ ભગવાનની જાનનું દ્રશ્ય જોઇને વૈરાગી થયાં. નિમિત્ત મળ્યું. લોકાંતિક દેવોએ આવીને વિનંતિ કરતાં વાર્ષિક દાન દીધું. ૬૪ ઇન્દ્રોએ અભિષેક કર્યો. પોષ વદ-૧૧ (માગસર, વદ-૧૧) ના દિને વિશાખા નક્ષત્રમાં વિશાલા નામની શિબિકામાં બેસી આશ્રમપદ ઉદ્યાનમાં પધાર્યા. અને ત્રીશ વર્ષની ઉમરે ૩૦૦ રાજાઓની સાથે અઠ્ઠમ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકારી. બીજે દિવસે કોષ્ટક ગામમાં ધન્ય ગાથાપતિના ઘરે ખીર વડે ભગવાનનું પારણું થયું. ઉપસર્ગઃ અનુક્રમે વિહાર કરતાં પ્રભુ કોઇ તાપસાશ્રમની પાસે પધાર્યા. ત્યાં જ સૂર્યાસ્ત થવાથી એક કુવાની પાસે વડવૃક્ષ નીચે પ્રભુ કાયોત્સર્ગ સ્વીકારી રહ્યા. આ વખતે પેલા મેઘમાળીને અવધિજ્ઞાનથી પૂર્વભવ અને પોતાના દુશ્મન તરીકે પાર્શ્વનાથ યાદ આવ્યા. તેણે આવીને સિંહ, ચિત્તો, વાઘ, સાપ આદિ રૂપો વિદુર્વી ભગવાનને ગાઢ દુઃખો દીધાં. પણ પ્રભુને અડોલ ઊભા જોઇને ક્રોધે ભરાયેલા એણે ભયંકર વિજળી અને ગર્જના સહિત મુશળધાર વરસાદ વરસાવ્યો. પાણી વધતું વધતું પ્રભુની નાસિકાના અગ્રભાગ સુધી આવ્યું, ત્યારે અવધિજ્ઞાનથી (એક મતે આસન કંપવાથી) ધરણેન્દ્રને ઉપકારી પર થતો ઉપસર્ગ જાણમાં આવ્યો. તેણે પ્રભુના પગ નીચે કમળ રચ્યું. મસ્તક પર સાત ફણાવાળા સાપનું છત્ર રચ્યું. મેઘમાળીને ઠપકો આપ્યો ત્યારે ભગવાનની ક્ષમા માંગી મેઘમાળી પ્રભુની ક્ષમાશીલતા અને આત્મરમણતાથી પ્રભાવિત થઇ સમ્યગ્દર્શનનું બીજ પામી જતો રહ્યો. ભગવાનની સ્તુતિ કરી ધરણેન્દ્ર પરમનું પાવન સ્મરણ ૭૬ 6

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126