________________
નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો. (આજે આ દિવસ ચૈત્રી-ઓળીમાં આવે છે. આ દિવસને ‘મહાવીર જયંતી' ન કહેવાય. ‘મહાવીર જન્મકલ્યાણક' કહેવું જોઇએ.) છપ્પન દિકુમારીકાએ પ્રસૂતિકર્મ કર્યું. ૬૪ ઇન્દ્રોએ અભિષેક કર્યા. સૌધર્મેન્દ્રને અભિષેક વખતે શંકા પડી કે આટલાં નાનકડા ભગવાન આટલો પાણીનો ધોધ શી રીતે સહન કરી શકશે ? વિવેકી સુશ એવાં ઇન્દ્રની થયેલી આ આશાતનાને રોકવા પ્રભુએ જમણો અંગૂઠો મેરૂપર્વતને અડાવ્યો અને મેરૂપર્વત કંપી ઊઠ્યો. ઇન્દ્રે ભગવાનની ક્ષમા પ્રાર્થી.
બીજે દિવસથી રાજાએ નગરમાં દશ દિવસનો મહામહોત્સવ ઊજવ્યો...‘જેને જે દુકાનમાંથી જેટલું લેવું હોય લે, બિલ રાજા ચૂકવશે’. એવી ઘોષણા કરાવી.
નામ સ્થાપન ઃ ભગવાન જેવા ત્રિશલા માતાના ગર્ભમાં આવ્યા, કે શક્રની આજ્ઞાથી કુબે૨ના સેવક તિર્થશૃંભક દેવોએ ભંડારમાં સુવર્ણાદિનો વરસાદ વ૨સાવ્યો. ધન-ધાન્ય-રાજ સમ્માન બધું વધ્યું. આથી ભગવાનનું નામ ‘વર્ધમાન' સ્થાપવામાં આવ્યું.
બાલક્રીડા : સરખી ઉંમરના બાળકોના આગ્રહથી ભગવાન આમળીપીપળીની રમત રમવા ગયા, ત્યાં બલની પરીક્ષા ક૨વા દેવ નીચે આવ્યો. સાપ થઇને ભગવાનની સામે ધસ્યો, તો ભગવાને પકડીને દૂર ઊછાળી મૂક્યો. પોતાનાં ખભે ભગવાનને બેસાડી રાક્ષસનું રૂપ કરી લાંબો તાડ જેવો થતો ગયો, તો પ્રભુએ મજબૂત મુષ્ટિ-પ્રહાર કરી વામણો કરી નાંખ્યો. આ રીતે ભગવાનના સાહસને હરાવી ન શકવાથી છેલ્લે તે બોલ્યો ‘હે કુમાર ! ઇન્દ્રે આપની જેવી પ્રશંસા કરી, તેવા સાહસ-ધીર આપ છો. આપ ખરેખર મહાવીર છો.' ત્યારથી શ્રી વર્ધમાનકુમારનું નામ “મહાવીર'' પ્રખ્યાત થયું.
આઠ વરસના પ્રભુને માતા-પિતાએ ભણવા નિશાળે મૂક્યા. ઇન્દ્રને આશ્ચર્ય થયું. તે બ્રાહ્મણવેશે આવ્યો. પ્રભુને સિંહાસન પર બેસાડ્યા, અને અધ્યાપકના મનમાં જે વ્યાકરણ સંબંધી શંકાઓ હતી તેને પૂછી, પ્રભુએ યોગ્ય સમાધાન આપ્યા. ત્યાં જેને વ્યાકરણ’’ ગ્રંથ રચાયો. ઇન્દ્રે સ્વરૂપ પ્રગટ કર્યું. પ્રભુના જ્ઞાનનો પરિચય આપ્યો.
વિવાહ : યુવાવયમાં પ્રવેશેલા ભગવાનને વિવાહ માટે યુવાન મિત્રો
પરમનું પાવન સ્મરણ
૮૧