________________
'પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ સ્વામી
પૂર્વભવઃ જંબૂદીપ-પૂર્વવિદેહમાં-પુષ્કલાવતી વિજયમાં શંખપુર નગરી છે. વિજયસેન રાજા અને સુદર્શના રાણી છે. ઘણાં સમય સુધી દંપતીને કોઇ સંતાન થતું નથી આખરે રાજા કુલદેવીની આરાધના કરે છે, અને તેના પ્રભાવે રાણી કેશરીસિંહને સપનામાં મુખમાં પ્રવેશતો જુએ છે. પુત્રજન્મ થાય છે. પુરૂષસિંહ નામ પડે છે. મોટો થઇને પરણે છે, અને રાજકુમાર અવસ્થામાં જ વિનયનંદનસૂરિજી પાસે દીક્ષા લે છે. વીશસ્થાનકમાંથી અમુક સ્થાનોની આરાધના કરી, અપ્રમત્ત સંયમ પાળી, તેઓ વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થાય છે.
જન્મ : જંબૂદ્વીપ-ભરતક્ષેત્ર-વિનીતા નગરી મેઘ નામનાં રાજા, અને મંગળાવતી નામે માતા. ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન શ્રાવણ સુદ-બીજે મઘા નક્ષત્રમાં માતાની કુક્ષિમાં પધાર્યા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. ઇન્દ્રાદિએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું.
દરેક તીર્થકર માતાને તીર્થંકર પ્રભુ ગર્ભમાં આવ્યાં છતાં પણ ગર્ભાવસ્થાનાં લક્ષણો નથી દેખાતાં. ૯ મહિના સાડાસાત દિવસનો ગર્ભકાળ
જ્યાં સમાપ્ત થયો. ત્યાં વૈશાખ સુદ-આઠમે મઘા નક્ષત્રમાં કૃૌચપક્ષીનાં લાંછનવાળાં સુવર્ણવર્ણનાં બાળને જન્મ આપ્યો. પ૬ કુમારીઓ, ૬૪ ઇન્દ્રોએ જન્મ કલ્યાણક ઉજવ્યું. સવાર પડે નગરીમાં ઉત્સવાનંદ ઉજવાયો.
નામ સ્થાપન : (પાપપ્રવૃત્તિને સાથ નહીં આપતી) પાપાચારથી નિવૃત્ત થયેલી, અને મોક્ષની સન્મુખ થયેલી છે, શુભમતિ જેની એ સુમતિ. આ ભગવાનના નામનું સામાન્ય કારણ છે.
વિશેષ કારણ-ભગવાન જ્યારે માતાના ગર્ભમાં હતાં, ત્યારે બે સ્ત્રીઓ ન્યાય માંગવા રાજદરબારમાં આવી. તેમના પતિનું અકસ્માતું મોત થયું હતું. પુત્ર એક હતો. બન્ને સ્ત્રીઓ કહેતી હતી કે આ મારો પુત્ર છે. (કારણકે રિવાજ મુજબ જેનો પુત્ર હોય એને ધનનો હક મળે.) રાજા વિચારમાં પડ્યાં. મંત્રીઓને પણ કોઇ ઉકેલ ન મળ્યો. ત્યારે “આનો અવસરે ઉકેલ કરીશું.” એમ કરી સભા બરખાસ્ત કરી. રાજા અંતઃપુરમાં ગયાં. રાણીએ મોડા આવવાનું કારણ પૂછતાં રાજાએ વાત જણાવી. રાણી કહેઃ “સ્ત્રીઓનાં વિવાદનો નિર્ણય સ્ત્રીને જ ફાવે.” રાજા બીજે દિવસે રાણીને દરબારમાં લાવ્યાં. બન્નેની વાતો સાંભળ્યાં
પરમનું પાવન સ્મરણ
A ૨૭ 5