Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
સાધી લીધાં. ૪૦૦ વર્ષ ન્યૂન ૨૧૦૦૦ વર્ષ પ્રભુ ચક્રવર્તીપણામાં રહ્યાં.
દીક્ષા : અવસર જાણનારાં લોકાંતિક દેવોએ હવે આવીને પ્રભુને વિનંતિ કરીઃ ‘ભગવન્ ! તીર્થ પ્રવર્તાવો'. એટલે પ્રભુએ વર્ષીદાન આપી, અરવિંદ નામનાં પુત્રને રાજ્ય સોંપી વૈજયંતી નામની શિબિકામાં આરૂઢ થઇ, સહસ્રામ્રવનમાં પધરામણી કરી. માગસર સુદ-૧૧ રેવતી નક્ષત્રમાં દિવસનાં પાછલા પહોરે ૧૦૦૦ રાજાઓ સાથે છટ્ઠ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકારી. બીજે દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ઘે૨ પ૨માત્રથી પારણું
કર્યું.
કેવળજ્ઞાન : છદ્મસ્થપણે નિરંતર ત્રણ વર્ષ લગી વિચરતા પ્રભુ અંતે દીક્ષાસ્થાનમાં આવ્યા. આમ્ર-આંબાવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા ભગવાનને કા.સુ.૧૨ રેવતી નક્ષત્રમાં ઘાતી કર્મનો ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રગટ્યું. સમવસરણ રચાયું. તીર્થ સ્થપાયું. ષન્મુખ યક્ષ અને ધારિણી યક્ષિણી
પ્રગટ્યા.
નિર્વાણ ઃ કેવલજ્ઞાન પછી ત્રણ વર્ષ ન્યૂન ૨૧૦૦૦ વર્ષ સુધી પૃથ્વી પર વિચરતાં પ્રભુ અંતસમય જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓ સાથે એક માસના અનશનને અંતે માગસર સુદ-૧૦ રેવતી નક્ષત્રમાં પ્રભુ અજરામર નિર્વાણ પદને પામ્યાં. પ્રભુ ૧૮મા તીર્થંકર અને ૭મા ચક્રવર્તી હતા. ભગવાનનાં શાસન કાળમાં જ છઠ્ઠા વાસુદેવ, ૮મા સુભૂમ ચક્રવર્તી તથા સાતમા વાસુદેવ આટલાં શલાકાપુરૂષો પ્રગટ્યાં.
૫૯
જૈન તીર્થંકર ચરિત્ર

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126