Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 85
________________ વિવાહ અને રાજ્ય : યૌવનમાં પ્રભુનાં લગ્ન થયા. જન્મથી અઢી હજાર વર્ષ જતા પ્રભુએ પિતાનું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ પસાર થયા. ત્યારે પ્રભુના ભોગાવલી કર્મ નાશ પામતા દીક્ષા માટે તત્પર બન્યા. દીક્ષા : લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ-પ્રવર્તનની વિનંતિ કરી. ત્યારે પ્રભુએ વરસીદાન દીધું અને દેવકુરૂ નામની શિબિકા વડે પ્રભુ સહસામ્રવન તરફ પધાર્યા. અષાઢ વદ-૯ (જેઠ વદ-૯)ના દિને અશ્વિની નક્ષત્રમાં પાછલા પહોરે છટ્ઠ તપવાળા ભગવાને ૧,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. બીજે દિવસે વીરપુર નગરમાં દત્ત બ્રાહ્મણના ઘરે ખીર-પરમાત્ર દ્વારા પારણું કર્યું. કેવલજ્ઞાન : ૯ માસ સુધી આત્મસાધનાના અનેક આયામોમાંથી પસાર થયા બાદ પ્રભુ પાછા સહસાવનમાં પધાર્યા. ત્યાં બોરસલીના વૃક્ષ નીચે પ્રતિમામાં ઉભા રહેલ ૫રમાત્માને માગસર સુદ-૧૧ના દિને અશ્વિની નક્ષત્રમાં કેવલજ્ઞાન ઉપજ્યું. દેવોએ સમવસરણ વિરચ્યું. પ્રભુએ દેશના દીધી. તીર્થ સ્થપાયું. ભ્રુફુટી નામે યક્ષ અને ગાંધારી નામે યક્ષિણી શાસનદેવતા બન્યાં. નિર્વાણ ઃ છ માસ ન્યૂન અઢી હજાર વર્ષ સુધી નિરંતર પૃથ્વીતલ પર વિચરતા પ્રભુ અંતે સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ની સાથે અનશન સ્વીકારી ૧ માસને અંતે વૈશાખ વદ-૧૦ (ચૈત્ર વદ-૧૦) અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યાં. પ્રભુના શાસનમાં જ ૧૦ મા હરિષેણ ચક્રવર્તી અને ૧૧મા જય નામના ચક્રવર્તી થયા હતા. પરમનું પાવન સ્મરણ ૬૬

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126