SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સાધી લીધાં. ૪૦૦ વર્ષ ન્યૂન ૨૧૦૦૦ વર્ષ પ્રભુ ચક્રવર્તીપણામાં રહ્યાં. દીક્ષા : અવસર જાણનારાં લોકાંતિક દેવોએ હવે આવીને પ્રભુને વિનંતિ કરીઃ ‘ભગવન્ ! તીર્થ પ્રવર્તાવો'. એટલે પ્રભુએ વર્ષીદાન આપી, અરવિંદ નામનાં પુત્રને રાજ્ય સોંપી વૈજયંતી નામની શિબિકામાં આરૂઢ થઇ, સહસ્રામ્રવનમાં પધરામણી કરી. માગસર સુદ-૧૧ રેવતી નક્ષત્રમાં દિવસનાં પાછલા પહોરે ૧૦૦૦ રાજાઓ સાથે છટ્ઠ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકારી. બીજે દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ઘે૨ પ૨માત્રથી પારણું કર્યું. કેવળજ્ઞાન : છદ્મસ્થપણે નિરંતર ત્રણ વર્ષ લગી વિચરતા પ્રભુ અંતે દીક્ષાસ્થાનમાં આવ્યા. આમ્ર-આંબાવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા ભગવાનને કા.સુ.૧૨ રેવતી નક્ષત્રમાં ઘાતી કર્મનો ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રગટ્યું. સમવસરણ રચાયું. તીર્થ સ્થપાયું. ષન્મુખ યક્ષ અને ધારિણી યક્ષિણી પ્રગટ્યા. નિર્વાણ ઃ કેવલજ્ઞાન પછી ત્રણ વર્ષ ન્યૂન ૨૧૦૦૦ વર્ષ સુધી પૃથ્વી પર વિચરતાં પ્રભુ અંતસમય જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓ સાથે એક માસના અનશનને અંતે માગસર સુદ-૧૦ રેવતી નક્ષત્રમાં પ્રભુ અજરામર નિર્વાણ પદને પામ્યાં. પ્રભુ ૧૮મા તીર્થંકર અને ૭મા ચક્રવર્તી હતા. ભગવાનનાં શાસન કાળમાં જ છઠ્ઠા વાસુદેવ, ૮મા સુભૂમ ચક્રવર્તી તથા સાતમા વાસુદેવ આટલાં શલાકાપુરૂષો પ્રગટ્યાં. ૫૯ જૈન તીર્થંકર ચરિત્ર
SR No.023304
Book TitleParamnu Pavan Smaran
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy