________________
(અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાન
પૂર્વભવઃ જંબુદ્વીપ, પૂર્વ મહાવિદેહની સુસીમા નગરીમાં રાજા હતાં ધનપતિ. તેમણે નીતિપૂર્વક સુચારુ રીતે રાજ્યનું સુંદર પાલન કર્યું. અંતે અવસર જાણીને સંવર નામનાં ગુરૂ ભગવંત પાસે દીક્ષા લીધી. સુંદર દીક્ષાની આરાધના કરતા, એકદા ચાર માસનાં ઉપવાસ કર્યા. જિનદાસ શેઠને ઘેર પારણું કર્યું. કેટલાક સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ બાંધ્યું. પછી નવમા રૈવેયકમાં ઉત્પન્ન થયા.
જન્મ : જંબૂઢીપ ભરતક્ષેત્ર-હસ્તિનાપુર નગર. તેમાં સુંદર રૂપવાળો સુદર્શન રાજા છે, અને સુંદર શીલવતી મહાદેવી નામે રાણી છે. ફાગણ સુદ૨ રેવતી નક્ષત્રમાં ધનપતિનો જીવ મહાદેવી માતાની કુક્ષિમાં અવતર્યો, ત્યારે માતાએ (બે વાર) ચૌદ મહાસ્વપ્ન જોયા. અવન કલ્યાણક ઉજવાયું. ઇન્દ્રોએ મહોત્સવ કર્યો. સ્વપ્નલક્ષણ પાઠકોએ અર્થ કહ્યો.
ગર્ભકાળ પસાર થયે છતે માગસર સુદ-૧૦ના દિને રેવતી નક્ષત્રમાં નંદ્યાવર્તનાં લાંછનવાળાં કનકવર્ણ પુત્રનો પ્રસવ થયો. દિશાઓ ઉદ્યોતમય બની. સકલ જીવગણ સુખમગ્ન બન્યા. ૫૬ દિíમારીઓ અને ૬૪ ઇન્દ્રોએ ભક્તિથી પોતાનું કર્તવ્ય મનાવ્યું. રાજાએ ૮ દિવસ સુધી નગરમાં મહોત્સવ ઉજવ્યો.
નામસ્થાપન : “અર' શબ્દ બે અક્ષરથી બન્યો છે. ત્યાં “અ' એટલે નિષેધ અર્થ છે. “૨' એ આપવા અર્થમાં છે. જે ભગવાન શાપ અથવા અનુગ્રહ ક્યારેય આપતા નથી. તેમને “અર' કહે છે. સ્વપ્નમાં ઉત્તમ પૈડાં સાથે જોડાયેલો અતિ સુંદર અને બહુમૂલ્ય એવો ચક્રનો આરો જોયો હતો. તેથી પ્રભુનું નામ “અર” પડ્યું.
- વિવાહ અને રાજ્ય : યોવનવયમાં વિરાગી પ્રભુ માતા-પિતાનાં આગ્રહથી પરિણીત થયાં. જન્મથી ૨૧,૦૦૦ વર્ષો વીત્યે આગ્રહપૂર્વક પિતાએ પોતાનાં રાજ્ય પર બેસાડ્યા. અને ૨૧૦૦૦ વર્ષ માંડલિક રાજા તરીકે રાજ્યનું પાલન કર્યા પછી ભગવાનને શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉપન્યું. ચારસો વર્ષમાં તો ચક્રરત્ન દોરેલા રસ્તે ચાલતા ભગવાને હિંસા વગર જ પખંડ
પરમનું પાવન સ્મરણ
૫૮
6