________________
'ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ ભગવાન
પૂર્વભવઃ જંબુદ્વીપ-પશ્ચિમ વિદેહ-સલિલાવતી વિજય વીતશોકા નગરીમાં મહાબલ નામે રાજા હતો. તેને ૫૦૦ રાણીઓ હતી. બલભદ્ર નામે પુત્ર હતો. આ મહાબલને છ મિત્રો હતાં ૧. અચલ ૨. ધરણ ૩. પૂરણ ૪. વસુ. ૫. વેશ્રવણ ૬. અભિચંદ્ર. અન્યદા વીતસોકા નગરીમાં આચાર્ય ધર્મઘોષ (મતાંતરે વરઘર્મ) પધાર્યા. સાતેય જણાએ સાથે જ દીક્ષા લીધી. દિક્ષા લેતી વખતે પરસ્પર સમજૂતી કરેલી કે આપણે જે તપ-અભિગ્રહ કરીએ, તે સાથે જ કરવો, જેથી આપણો સંયોગ છેક મોક્ષ સુધી બની રહો. આમ વિચાર કરી તેઓ સરખી આરાધના કરતા હતા. તેમાં મહાબલ મુનિ વિચારે છે, મને વિશેષ ફળ મળો.” એમ કરીને “મારું મસ્તક દુઃખે છે, મારે પેટ દુઃખે છે, આજે ભૂખ નથી.” આવાં ખોટાં બહાના બતાવીને પારણાને દિવસે પણ તેઓ આહાર લેતા નથી. છ મિત્રોને છેતરીને અધિક તપસ્યા કરે છે. આમ માયામિશ્રિત તપ કરવાથી સ્ત્રી- વેદનો બંધ કરે છે. અને વીશમાંથી અમુક સ્થાનકોની આરાધના વડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. અંતે સર્વે મિત્રો વૈજયંત અનુત્તર વિમાનમાં દેવ થયા.
જન્મ : જંબુદ્વિપ-ભરતક્ષેત્ર-મિથિલા નગરીમાં કુંભ નામે રાજા છે. તેને પ્રભાવતી રાણી છે. રાણીની કુક્ષિમાં ફાગણ સુદ-૪ ને દિને અશ્વિની નક્ષત્રમાં મહાબલ રાજાનો જીવ આવ્યો. માતાએ ૧૪ સુપના નિરખ્યાં. ચ્યવન કલ્યાણકની ઉજવણી થઈ.
ગર્ભકાળ વીત્યે છતે માગસર સુદ-૧૧ ને દિને અશ્વિની નક્ષત્રમાં કુંભ લાંછનવાળાં નીલકાંતિ ધરનારાં અને પૂર્વનાં કર્મને યોગે સ્ત્રીપણું ધારણ કરનારા બાળકને માતાએ જન્મ આપ્યો. અનંતો કાળ પસાર થયા પછી આવું થતું હોય છે, કે તીર્થકર “કન્યા' તરીકે અવતર્યા હોય. પ૬ કુમારીઓએ અને ૬૪ ઇન્દ્રોએ ભગવાનનું સૂતિકર્મ કર્યું
નામસ્થાપનાઃ મોહાદિમલ્લોનો નાશ કરનારો એક શુક્લધ્યાન નામનો મલ્લ જેમની પાસે છે, તેથી તે મલ્લિ કહેવાયા. આ સામાન્ય કારણ. વિશેષથી ભગવાન ગર્ભમાં રહ્યા પછી ત્રીજે માસે માતાને શ્રેષ્ઠ ફુલોની માળાની શય્યામાં પરમનું પાવન સ્મરણ - ૬૦