________________
સૂવાનો દોહદ થયો હતો, જે દેવતાઓએ પૂર્ણ કર્યો. તેથી પ્રભુનું નામ ‘મલ્લિ’ પાડ્યું.
છ મિત્રોને પ્રતિબોધ ઃ મલ્લિકુમારી યોવનમાં પ્રવેશ્યા, ત્યારે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વજન્મના મિત્ર છએ રાજાઓને જોયા. અચલનો જીવ સાકેતપુરીમાં પ્રતિબુદ્ઘ રાજા, ધરણનો જીવ ચંપાપુરીમાં ચંદ્રછાય રાજા, પૂરણનો જીવ શ્રાવસ્તીપુરીમાં રૂક્મી રાજા. વસુનો જીવ વાણારસીપુરીમાં શંખ નામે રાજા, વૈશ્રવણનો જીવ હસ્તિનાપુરમાં અદીનશત્રુ નામે રાજા અને અભિચંદ્રનો જીવ પણ કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ નામે રાજા થયો હતો. આ છ એ મિત્રોને પોતાનાં મહેલની અશોકવાડીમાં પ્રતિબોધ થવાનું જાણી પ્રભુએ તે વાડીની વચ્ચે મનોહર રત્નપીઠ પર પોતાની એક સુવર્ણ પ્રતિમા કરાવીને સ્થાપન કરી. તેનાં ફરતી એક ભીંત ચણાવી. અને એ ભીંતમાં ૬ દરવાજા બનાવ્યાં. તથા પ્રતિમાની પાછળની બાજુએ બીજો એક દરવાજો બનાવ્યો. એ છ દરવાજા એવી રીતે ખૂલતા હતા, કે ત્યાંથી દેખનારને ફક્ત પ્રતિમા જ દેખાય. હવે પ્રભુ દરરોજ અંદરથી પોલી એવી એ પ્રતિમાના મસ્તક પરનું ઢાંકણું ખોલી ૧-૧ કોળીયો અન્નનો અંદર નાંખતા ગયા.
આ બાજુ જેમ ભમાં પાસે ફૂલની સુગંધ પહોંચે અને એ ફૂલને સૂંઘવા દોડી આવે, એમ છએ રાજાઓને મલ્લિકુમારીનાં રૂપનાં વર્ણન સાંભળવા મળતાં તેઓ દોડી આવ્યા. ત્યારે રાજા કુંભ ચિંતામાં પડ્યા. પ્રભુએ કહ્યું: “આપ નિશ્ચિંત રહો.''
બધા રાજાઓને ભગવાને અશોકવાટિકામાં મળવા બોલાવ્યા. અલગ અલગ દરવાજાથી અવીને બધાએ જ્યાં પૂતળીનું રૂપ જોયું, ત્યાં તો મુગ્ધ થઇને જોતા જ રહ્યાં, ત્યારે ભગવાને પાછળથી આવીને ઉપરનું ઢાંકણ હટાવ્યું. અંદર કોહવાયેલાં અન્નની દુર્ગંધ વાતાવરણમાં પ્રસરી ગઇ. રાજાઓએ નાક દબાવી દીધાં, ત્યારે ભગવાન આગળ આવ્યાં. બધાંને કહ્યું: “જેની ૫૨ મોહાઓ છો, એ આ શરીરની અંદર તો આનાથી'ય વધુ દુર્ગંધનો ઉકરડો પડ્યો છે. શરીરને વિસરી જાવ, આત્માને પ્રેમ કરો. મૈત્રીનો સંબંધ યાદ કરો.''
દરેકને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. બધાં પ્રભુની ક્ષમા માંગે છે. ‘‘હવે અમે શું કરીએ ?'' એમ પૂછ્યું ત્યારે ભગવાન કહેઃ ‘સમય આવે ત્યારે દીક્ષા ગ્રહણ કરજો.' એમ કહી તેમને વળાવ્યાં.
૬૧
જૈન તીર્થંકર ચરિત્ર